________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] કેટલાંક મહત્વનાં ફરમાને
[ ૫૩ ] દરજજાના બાદશાહના હુકમ મુજબ મજકુર શહેરમાં તેની માલિકીની હવેલીઓ, દુકાને, બીજી મીત તથા બાગબગીચા છે. આ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે જહાંપનાહ બાદશાહની કચેરીને એ ઝવેરી તથા ખેરખાહ વેપારી છે. તેથી કઈ પણ માણસ એ હવેલીમાં જઈ ઉતારો કરે નહિ એવો મનાઈહુકમ કાઢો અને એ દુકાનોનું એ ભાડું ઉઘરાવે હેમાં એને કેાઈએ અડચણ કરવી નહિ, અને બાદશાહી ફરમાન મુજબ જે બાગબગીચા એને મળેલા છે તે બાબતમાં કોઈએ કાંઈ દખલ કરવી નહિ. વળી વિશેષ હુકમ કરવામાં આવે છે કે એ સુબાના અમલદારોમાંથી કેઈ પણ માણસે કઈ પણ રીતના કાયદાનું બહાનું કાઢી એની માલ મિલકત લઈ લેવાને પ્રયત્ન એના પ્રત્યે યા એના ફરજને પ્રત્યે કરવો નહિ, કે જેથી એ તથા એનાં ફરજદે નિશ્ચિંતપણે પિતાના વતનમાં આબાદ થઈ હમારી પાદશાહત હંમેશ ચાલુ રહે એવી દુઆ ખુદા પાસે કરતા રહે. હમારા આ હુકમથી વિરુદ્ધ યા ઉલટું કેઈએ વર્તવું નહિ લખ્યું તા. ૨ જી નર માહ ઈલાહી સને ૮ મે.
લેખની ઉપરના ભાગમાં મહેર સિક્કો શાહજહાન બાદશાહનો છે, અને બીજો સિક્કો દારા શકુહનો છે . સ. ૧૦૪૫)
(ઈ) (છઠું ફરમાન) આ નીચેનું ફરમાન જહાંગીર બાદશાહ તરફથી નીકળેલું છે. એની નકલમાં કંઈક અક્ષર પડેલા છે. અને લખ્યા સાલ વગેરે કેટલીક બાબત તેમાં ઉતરી નથી, છતાં પણ પિતાની રેતમાં શ્રાવક કામ પ્રત્યે બાદશાહની કેટલી લાગણી હતી, તે એમાંથી ખુલી રીતે દેખાઈ આવે છે.
આ ફરમાન પોતાના કુલ રાજની અંદર નીમાએલા હાકેમ, અમલદારો, જાગીરદારો, કચેરીઓ, મુત્સદીઓ, અને આખી ગુજરાતના સુબા પર કાઢવામાં આવ્યું છે. એમાં તેમને જણાવ્યું છે કે પરમેશ્વરની પ્રીતિ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે રાજમાં રહેતી દરેક જાતની યા કેમની રૈયતના મનને આસૂદગી અને નિશ્ચિતપણું રહેલું હોય. હાલમાં શ્રાવક હરખા પરમાનંદજીએ જહાંપનાહની દરબારમાં આવી અમલદારે મારફતે અરજ કરી કે વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ અને ખુસફહમ નંદજી (!) એઓ હમારા આચાર્યો છે, અને ઠેકઠેકાણે તેમનાં દેરાં ને ધરમશાળા છે, અને તેઓ હંમેશાં પવિત્રધાર્મિક-કામમાં, સેવાપૂજામાં, અને ઈશ્વરને યાદ કરવામાં મશગૂલ રહે છે, અને ખરે. ખર હમને મજકુર શ્રાવક હરખા પરમાનંદજીની વફાદારીની ખબર છે કે એ હમારૂં શ્રેય ચાહનાર, વફાદાર માણસ છે, તેથી હમારી જહાંપનાહની-દરબારમાંથી હુકમ કાઢવામાં આવે છે કે એ કેમની ધરમશાળા કે તેમના દેરામાં કેઇએ મુકામ કરવો નહિ અને તેની નઝદીકમાં પણ કઈ તિની દખલગીરી ન કરવી, અને તેઓ હેને ફરીથી નવાં બનાવવા માગે છે તેમાં પણ અડચણ ન કરવી. વળી હેમના શિષ્યોના મકાનમાં પણ કેઈએ ઉતારે રાખવો નહિ, અને તેઓ જે સેરઠના મુલકમાં શેત્રુજે જાત્રા કરવા જાય તો કેઈએ તેમની પાસે કશ ભાગવું નહિ. વળી એ જ માણસની માગણુ અને અરજ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે દરેક અઠવાડીઆમાં, બે વાર-દિવસ એટલે રવિ તથા ગુરુવારે, દર મહીને તે મહીનાને પહેલે દહાડે, તેમજ ઈદ (તહેવાર)ને દહાડે, તેમજ દર વરસે
For Private And Personal Use Only