SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪]. જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ યુર માસમાં.......(૨) તેમજ હમારી ઉમરનાં જેટલાં વર્ષ વીતી ગયાં છે તે વર્ષ ગણી દર વર્ષે એક દિવસ એ પ્રમાણે, હમારા આખા રાજમાં કોઈ પણ જાનવરને કતલ કરવું નહિ, તેમ તેને શિકાર કરવો નહિ, તેમજ પક્ષી માછલાં, વગેરે જીવોને પકડવાં નહિ યા મારવા નહિ. આ હુકમ પ્રમાણે ચાલવાને સૌએ કેશિશ કરવી. એનાથી વિરૂદ્ધ વર્તવાને કાઇને અવકાશ જ નથી આ ફરમાન ખાનજહાન મારફત નીકળેલું. શ્રી કુ. મે. ઝવેરીએ અનુવાદિત કરેલ આ છ ફરમાનોમાંની હકીક્તને જ પુષ્ટ કરે એવું એક લખાણ શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ટચુકડી થી સે વાતે ” નામક પુસ્તકમાંથી ઉઠ્ઠત કરીને અહીં પરિશિષ્ટ રૂપે આપું છું. - પરિશિષ્ટ શાંતિદાસ અને શાહજહાન સામાન્ય રીતે એવું મનાય છે મુસલમાને હિંદુઓને જુલમથી વટાળતા, તેમનાં દેવાલો તોડી નાંખતા, અને હિંદુ ધર્મનો ઉચ્છેદ કરવા મથતા; પરંતુ જેમ કેટલાક મુસલમાન બાદશાહે એવાં કાર્ય કરવાને પોતાના ધર્મને લાભ થાય છે એમ ગણુતા, ત્યારે બીજાઓ, હિંદુ મુસલમાનોને સરખા ગણી તેમને અદલ ઈન્સાફ આપવામાં, સર્વ ધર્મને : માન આપવામાં આવે, અન્ય ધમાં સાથે ભાઈચારે વધારવામાં આપણું કર્તવ્ય રહેલું છે એમ સમજતા; બાબર, અકબર, જહાંગીર અને શાહજહાન આ બીજા વર્ગના બાદશાહ થઈ ગયા. અમદાવાદના નગરશેઠ શાતિદાસ ઝવેરીએ ઘણુ પૈસા ખરચીને મોટું ન દેવાલય બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગજેબના હુકમથી તે દેવળ તોડી પાડીને તેને ઠેકાણે મસીદ બાંધવામાં આવી, તેથી નારાજ થઈ શાતિદાસ બાદશાહને ફરિયાદ કરવા માટે દીલ્હી ગયા. શાહજહાને શેઠની સર્વ હકીકત સાંભળીને ન્યાયની ખાતર પિતાના શાહજાદા દારાશિકેહની સહીથી પરવાનો લખી મોકલ્યો. તેમાં અમદાવાદના હાકેમને એવું ફરમાવ્યું કે તેણે મસીદને સ્થળે નવું દેરૂં બાંધી આપવું, જૂના દેવળને જે સરસામાન મુસલમાનોએ લઈ લીધે હેય તેને કબજો શેઠને સોંપવો. હવે પછી કોઈએ તેમને હેરાનગતિ કરવી નહિ તથા અમુક અમુક જૈન તહેવારેએ શહેરમાં જીવહિંસા કરવી નહિ. પરધમ બાદશાહે જેવો ઈન્સાફ આપે, તે ઈન્સાફ બીજા પરધમ મહારાજા ભાગ્યે જ આપી શકે. વળી શાહજહાન બાદશાહે જૈનોના પૂજ્ય શેત્રુંજા પર્વતની આસપાસ તેમ પાલીતાણામાં જીવહિંસા ન કરવાની પરવાને કાર્યો હતો. એ જ પ્રમાણે અકબરે અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાની પરવાના કાઢયા હતા, એ જ પ્રમાણે અકબર અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાના તથા જૈનધર્મને મદદ આપવાના હુકમો કર્યા હતા. આવા ન્યાયી બાદશાહો મુસલમાને છતાં પણ તેમને માટે હિંદુઓ વફાદારી બતાવે એમાં શી નવાઇ? શેઠ શાન્તિદાસ ઠેઠ દીતિહ દ્વાર જે ચઢ્યા. પાદશાહ પાસ અજ આપવા ત્યહાં અળ્યા. દેહરે બાંધી આપવા, મસીદ પાડી નાખવા. ન્યાયને હરાવ કીધ, શાહ નામ રાખવા. For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy