________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] કેટલાંક મહત્વનાં ફરમાને
[૪૯]. પાંચમું ફરમાન શેઠ શાંતિદાસની મોગલ સમ્રાટના દરબારમાં કેટલી લાગવગ, કેટલું ચલણ હશે તે સૂચવે છે.
શેઠના બાગબગીચા, હવેલીઓ, દુકાનો-પેઢીઓના રક્ષણ માટે આ ફરમાન છે. તેમને, તેમનાં ફરજ દેને કે નેકરને અડચણ ન પડે; તેમનાં બાગબગીચા, હવેલીઓમાં કેઈ અફસરોના ધામા ન નખાય, તેમજ તેમની મિલકત જપ્ત ન થાય, અને તેમના નેકરને ભાડું વગેરે ઉઘરાવતાં કઈ ડખલગીરી ન કરે તે સંબંધી સખત આજ્ઞા છે.
આ ફરમાન હીજરી સં. ૧૦૪૫ નું છે. લેખના ઉપરના ભાગમાં મહર સિક્કો સમ્રાટ શાહજહાંને છે અને બીજો સીક્કો દારા શકુહને છે.
છઠું સમ્માન આખા જૈન સંઘને લગતું છે. મેગલ સમ્રાટોના દરબારમાં જેનોનું કેટલું માન હતું તેનું આ ફરમાન આપણને પૂરેપૂરું ભાન કરાવે છે. જેને સદાય ન્યાયપ્રિય, ધર્મપ્રિય, અને શાંતિપ્રિય રહ્યા છે. તેમણે અન્યાય અને અનીતિ સામે પુણ્યપ્રતાપ પ્રગટાવ્યો છે, સમાજની–પ્રજાની નેતાગીરી કરી છે અને પ્રજાના હિતમાં પિતાનું હિત માની રાજા અને પ્રજા વચ્ચે પુલરૂપ બની દેશભક્તિ અને પ્રજાહિતના કાર્યો કરી પિતાનાં ધર્મસ્થાનની પણ ખૂબ ખૂબ રક્ષા કરી છે.
આ ફરમાનમાં શેઠ હરખા પરમાનંદજીએ સમ્રાટ્ જહાંગીરના દરબારમાં અરજી કરી, તે વખતના મહાન યુગલ જૈનાચાર્યો શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ અને ખુશફહમ નદિવિજય તેમનાં ધર્મસ્થાને ઉપાશ્રયો અને મદિરાની રક્ષાની માંગણી કરી છે. ધર્મ
સ્થાનમાં કોઈ ઊતરે નહીં, આશાતના કરે નહી અને ધર્મકાર્યમાં દખલ કરે નહીં તેમજ સિદ્ધગિરિ-શત્રુંજય તીર્થ ઉપર જતાં યાત્રાળુઓને કર માફ કરાવ્યો છે. અને આ ફરમાનમાં જણાવ્યા મુજબના દિવસમાં અહિસા–અમારી પળાવી છે,
મોગલ સમ્રાટ અકબરના દરબારમાં જઈ જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ જેન શાસનની જે પ્રભાવના કરી, જેનધર્મનો જે પ્રચાર કર્યો અને જૈન સાધુઓનાં ત્યાગ તપ-સંયમનો જે પ્રભાવ બેસાડયો અને હસા ધર્મની જે ઉદ્દષણ કરવી; તે માગ તેમના શિષ્ય-પ્રશિષ્યોમાં, શ્રાવકૅમાં અને અન્ય ગચ્છીય આચાર્યો દ્વારા પણ ચાલુ રહ્યો હત; જેનાં ફળ આપણે આવાં ફરમાન દ્વારા જાણી શકીએ છીએ.
આ છ ફરમાનેને સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કરેલો અનુવાદ, જેને જનતા માટે ઉપયોગી સમજીને, ગૂજરાતી સાહિત્ય પરિષદના ઇ. સ. ૧૯૨૪ ના અહેવાલમાંથી સાભાર લઈને અહીં આપું છું.
૧ સારી બુદ્ધિવાળા. ખુશફહમનું બિરૂદ બાદશાહ જહાંગીરે સિદ્ધિચંદ્રને આપ્યું છે તેમજ સમ્રાટ અકબરે મંદિવિજયને આખ્યાનું પ્રસિદ્ધ છે. આ નંદવિજયજી કદાચ એ જ હોય, ખુશફહમ સારી બુદ્ધિવાળા. શ્રી વિજયસેનસૂરિજી જગદ્ગર શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય પટ્ટધર છે. તેઓ પણ સમ્રાટ અકબરની વિનંતિથી લાહોર આબરને મળ્યા હતા. શ્રી વિજયદેવરિ, શ્રી વિજયસેનસરિજીના પટ્ટધર છે. અને સમ્રાટ જહાંગીર તેમને માંડવગઢમાં મળે હતો.
For Private And Personal Use Only