SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ કુર શેઠને ઇનામમાં આપ્યાને ઉલેખ છે. તેમજ ત્યાં આવનાર યાત્રિકોને કાઈએ સતાવવા નહીં, કે હરત કરવી નહીં તેની તાકીદ છે. આ ફરમાન શાહજહાંનના સમયનું છે. તેને ગાદીએ બેઠાને ત્રણ વરસ થયાં છે અને તા. ૨૮ મહેરમ ઉલહરામ મહિને છે. સનદ ઉપર બાદશાહ શાહજહાંની મહેર ને સિક્કો છે. ત્રીજું ફરમાન તે વખતના જૈન સંધમાં ઉઠેલા એક વંટોળ ઉપર અચ્છો પ્રકાશ પાડે છે. જૈન સંઘમાં પ્રાયઃ દરેક બે કે ત્રણ સિકા પછી કેઈ ને કાઈ નો મતવાડે ઊભો થયા જ કરે છે અને તેને પ્રત્યાઘાત આખા સમાજમાં ઊભો થાય છે. અને એક વાર તો વંટોળની જેમ તેની અસર મૂકતો જાય છે. આવો જ એક વંટોળ ફેંકાશાહે લીંકામત ચલાવ્યા પછી ઊઠયો હતો. અને જેમ અત્યારે કાનજીસ્વામીના નૂતન પંથથી જે વંટોળ ઊઠયો છે તેવું જ વાતાવરણ તે વખતે પ્રગટેલું જણાય છે. આ ફરમાન એમ સૂચવે છે કે લોકાશાહના નવીન મતવાદીઓએ બાદશાહના દરબારમાં અરજ પેશ કરી છે કે અમદાવાદના શેઠ શાંતિદાસ અને સૂરદાસ વગેરે મહાજનોએ અમારી સાથે ખાનપાન, રેતી અને બેટી વ્યવહાર બંધ કર્યો છે તે પુનઃ ચાલુ થાય. પરંતુ આ અરજને જવાબ આપતાં ફરમાનમાં ફરમાવામાં આવ્યું છે કે ખાન-પાન-રેટી-બેટીને વ્યવહાર એ દરેકની મરજી ઉપર આધાર રાખે છે, તેમાં કેઈનું દબાણ ચાલી શકે નહિ. પણ એટલી સૂચના છે કે કેઈએ કેઈને અડચણ ન કરવી, કેઈએ કોઈને હેરાન ન કરવા. આ અરજી તે વખતના ગુજરાતના સુબા મહમદ દારા શકુહ (શિકેહ)ને થયેલી છે. થાથું ફરમાન આ ફરમાનમાં તે તે વખતના મુગલ સમ્રાટોની હિન્દુ જાતિ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યેની નિષ્પક્ષપાત નીતિનું આછું દર્શન બહુ જ સુંદર રીતે થાય છે. પ્રસંગ એવો છે કે સમ્રાટુ શાહજહાં દિલ્હીના તખ્ત ઉપર ગાદીનશીન થયો છે. ન્યાય અને નીતિથી ભારતવર્ષનું પાલન કરે છે. આ વખતે ઔરંગઝેબને ગુજરાતની સૂબાગીરી સંપાયેલો છે. એના ઝનૂની અને ધર્મધ સ્વભાવ મુજબ સૂબાગીરીના તોરમાં શેઠ શાંતિદાસે બંધાવેલા એક ભવ્ય જૈનમંદિર ઉપર તેની ધમધતાની ક્રૂર દૃષ્ટિ પડી છે અને ત્યાં થેડી મેહરાબ (કમાન) બનાવી તેને મસીદ બનાવી છે. બાદશાહ પાસે આ સંબંધી ફરિયાદ જતાં બાદશાહે મહેરાબવાળા ભાગ અને જૈન મંદિર વચ્ચે દીવાલ ચણવી લેવરાવી જૈન મંદિરમાં પૂર્વવત દર્શન પૂજન હ-વ્યવસ્થા શાંતિદાસ શેઠની મરજી મુજબ થાય તે હુકમ આપે છે, તેમજ કેટલાક ફકીરેએ ત્યાં ધામા નાખ્યા હશે અને મંદિરમાં જતા આવતા ભકતને અડચણ કરતા હશે, બાદશાહે તેમને માટે ત્યાંથી ઊઠી જવાનો હુકમ કાઢી મંદિરને અને ભક્તજનોને શાંતિ આપી છે. વળી તે વખતે “બાવરી” જાતના કેટલાક માણસે જૈન મંદિરની ઇમારતનો મસાલે ઉપાડી લૂંટી ગયા છે તે પાછો અપાવવા અને તેમ ન બને તે રાજ્યના ખર્ચે તે મસાલે તેની કિંમત અપાવવાનું સૂચવ્યું છે. પિતાના પુત્રની પરવા કર્યા સિવાય બાદશાહ શાહજહાંએ કરેલો આ હુકમ તેની નિષ્પક્ષ વૃત્તિનો અચૂક પુરાવો છે એમાં તો સંદેહ નથી જ. આ ફરમાન ૧૯૮૧ હીજરી સંવતનું છે. ફરમાન ઉપર મહેર સમ્રાસ્ના પુત્ર મહમદ દારા શકુહની છે. For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy