________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૭૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
વર્ષ ૮
“જી. આપનું કહેવું યથાર્થ છે, પણ મેં તદ્દન મિથ્યા મંડન કર્યું હોય તો ખુલાસો કરવાની જરૂર રહે. આ તો અપેક્ષાથી ત્રણ રાશિ સંભવી શકે છે, તે સત્ય વચનનો ખુલાસો કરવાની શી જરૂર ?”
કોઈ પણ રીતે ત્રણ રાશિ ન સંભવે. જીવ નામની કોઈ જુદી વસ્તુ જગતમાં હોય તો ને ? અપેક્ષાથી ત્રણ રાશિ સંભવે છે એ તારી માન્યતા મિથ્યા છે.”
ગુરજી, યુક્તિ અને આગમ બનેથી ત્રણ રાશિ સિદ્ધ થાય છે તો આપ શા માટે તેનો નિષેધ કરો છો ? આમાં આપની ભૂલ થાય છે.”
“તારો એ ભ્રમ છે. વાદમાં વિજય મેળવવા માટે તે ત્રણ રાશિનું સ્થાપન કર્યું એટલે તને મિથ્યા આગ્રહ બંધાયો છે. ત્રણ રાશિ છે જ નહિ.”
“મારે એ ભ્રમ નથી, હું ત્રણ રાશિ સિદ્ધ કરવા તૈયાર છું.”
સાર, જો તને ત્રણ રાશિની માન્યતાનો આગ્રહ હોય તે સિદ્ધ કરજે. પણ હજુ હું તને સમજાવું છું કે એ માન્યતા છેડી દે, તેમાં તારું હિત છે. પાછળથી તને પસ્તાવો થશે.”
- વાદીને વિજય કરીને આવ્યા પછી રેહગુપ્તને તેમના ગુરુજીએ સઘળા સમાચાર પૂછળ્યા તેમાં ત્રણ રાશિને પક્ષ લઈ રહગુપ્ત વાદીને હરાવેલ તે સંખધી ખુલાસો કરવા ગુરુમહારાજે તેમને સૂચવ્યું. રોહગુપતે તે સૂચનાની અવગણના કરી. ઘણી રીતે સમજાવ્યા છતાં રાહગુપ્ત ન સમજ્યા એટલે શ્રીગુપ્તસૂરિજી મહારાજ આ અનર્થ ન વધે અને ત્રિરાશિની માન્યતા વિશેષ ન ફેલાય તે માટે વિશિષ્ટ પગલાં લે છે.
[] શુ આચાર્ય મહારાજશ્રી અને રોહિગુપ્ત મહારાજ વચ્ચે રાજસભામાં વાદ થવાનો છે, એ વાત સાચી છે ? ” ગામમાં આ પ્રશ્ન ચર્ચાતો હતો.
“હા. શ્રી રાહગુપ્ત મહારાજ પરિવ્રાજક સાથેના વાદમાં જ બોલ્યા હતા તે સિદ્ધાન્ત--આગમ વિરુદ્ધ હતું. તેને ખુલાસો રાજસભામાં જઈને કરવા આચાર્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યું. પણ તેમણે ન માન્યું. વધારે કહ્યું ત્યારે કહેવા લાગ્યા કે મેં ક્યાં ખોટું કહ્યું છે ? એટલે આચાર્ય મહારાજશ્રીને લાગ્યું કે આ શક્તિવાળો છે, ને મિથ્યાઆગ્રહમાં બદ્ધ થયો છે. જે હવે માર્ગમાં નહિ આવે તો એની શક્તિનો સદુપયોગ થવાને બદલે એના પિતાના વિચારનાં પ્રચારમાં થશે તે તેથી હિત થવાને બદલે અનર્થ થશે. માટે તેની સાથે વાદ કરી તેને માર્ગે લાવવા મહારાજશ્રીએ વિચાર કર્યો છે.” બીજાએ ખુલાસો કર્યો.
જો આમ થશે તો તો, આ વિજયને લઈને, નિન્દા કરતા અન્ય દર્શનીઓને પ્રશંસા કરવી પડતી હતી, તેમને જે આ ખબર પડશે એટલે પાછા નિન્દા કરવા માંડશે. તેમને તે આટલું જ જોઈએ છે.”
“નિન્દા કરે તો કરે! એથી શું? આપણે ખોટા વિચારને થોડા ચલાવી લેવાય ?
એ વાત તે બરોબર છે. પણ ભણીગણીને તૈયાર થયેલ મહારાજ આમ તત ફરી ગયા એ શું. ?”
For Private And Personal Use Only