________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
નિહનવવાદ
ર૭૫ ]
પછી ફરી તેણે ધિરાશિનું મંડન કરી તારે વિરોધ કર્યો હશે ને ?”
હાજી, તેણે ત્રણ રાશિનું સામાન્ય ખંડન કર્યું. વળી મેં સ્થાપના કરી. એમ થોડો સમય પરસ્પર વાદ ચાલ્યો પણ છેવટે જ્યારે મેં તેનું સચોટ ખંડન કરી ત્રણ રાશિનું મંડન આબાદ કર્યું એટલે તે બેલતો જ બંધ થઈ ગયો.”
પછી શું થયું ?”
“પછી તો તેણે દુષ્ટ વિદ્યાઓનો ઉપયોગ કર્યો, ને મેં તે સર્વ વિદ્યાઓને આપશ્રીના પસાયથી પ્રતિકાર કર્યો એટલે તેમાં પણ તે ન ફાવ્યો.”
સારું થયું. પણ વાદમાં વિજય મળ્યા પછી તે ખુલાસો કર્યો કે નહિ કે આ ત્રણ રાશિનું મેં જે સ્થાપન કર્યું છે તે ફક્ત આ પરિવાજને પરાજિત કરવા માટે કરેલ છે. પણ વાસ્તવિક તો બે રાશિ જ છે.”
નાજી. એ ખુલાસો મેં નથી કર્યો.”
તારે એવો ખુલાસો કર જોઈતો હતો. તારા ખુલાસા વગર તારા બોલવાથી કેટલાએક ત્રણ રાશિને સત્ય માની બેસે તો અનર્થ થાય ઠીક હજુ શું બગડી ગયું છે કે આવતી કાલે સભામાં જઈ ખુલાસો કરી આવજે”
“ છે. એમાં અનર્થ શું થાય છે અને હવે એ ખુલાસો કરવાની જરૂર જણાતી નથી. વળી એવું કહેવાથી મારા વચનનું બહુમાન ઘટે ને મારી લઘુતા થાય.”
એમાં લઘુતા શું થાય ? ઉલટું આપણે સત્ય માર્ગને અનુસરીએ છીએ ને આગ્રહવાળા નથી એવી છાપ પડે અને સ્પષ્ટીકરણ ન થાય તે વાદીને પરાજય પમાડવા આમ કહેવાય છે એવું ન સમજનારા ત્રણ રાશિને સત્ય માની બેસે તે આપણુથી મિથ્યાત્વની પુષ્ટિ થાય, માટે જરૂર ખુલાસો કરી આવો.”
જે સભામાં મેં ત્રણ રાશિની સ્થાપના કરી ત્યાં જ જઈને મારે મુખે મારું કથન મિથ્યા છે ને પરિવાજની માન્યતા તથ્ય છે એવું કહું તો મારું ગૌરવ શું રહે છે મારાથી એવું બની શકશે નહિ.”
“તારાથી એ ન બની શકે તે તું મિથ્યાત્વની પુષ્ટિ કરે ને હું તે ચલાવી લઉં તે મારાથી પણ બની શકશે નહિ. વળી તારે કયાં એમ કહેવું છે કે મારું કથન મિથ્યા છે ને પરિવ્રાજકનું સત્ય છે.” તારે એમ ખુલાસો કરે કે બે રાશિ સત્ય છે ને ત્રણ રાશિ અસત્ય છે. મેં અમુક કારણસર ત્રણ રાશિનું મંડન કર્યું હતું, પણ તે યથાર્થ નથી. આ તો આ છે. પણ કોઈ વખત એવો જ પ્રસંગ આવે કે જેમાં કોઈ આવા જ વાદી આપણને અભિમત આત્મા-કમમુક્તિ વગેરે પદાર્થોનું ખંડન કરે ને આપણે તે સર્વનું ખંડન કરીએ ને છેવટે આપણે વિજય થાય એટલે એ સાચું કર્યું છે તેનો ખુલાસો કરવાથી આપણે હલકા પડીએ છીએ એવું થોડું છે ? વાદમાં વિજય તે બુદ્ધિને થાય છે, સત્ય સિદ્ધાન્તને થોડો થાય છે ? તું સત્ય સિદ્ધાન્તને બતાવત છે ને તારાથી વિશેષ પ્રતિભાશાળી કોઈ સામે હોય તે તારું સર્વ ખંડન કરી નાખે ને વિજયી થાય એથી એ સત્ય, એમ હું માની લેવાય છે માટે આપણે ખુલાસે જરૂર કરી આવો જ જોઈએ. ન કરી આવીએ તો દેષિત થઈએ.”
For Private And Personal Use Only