________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૭૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૮
૧ સફેદ આરસની પદ્માસનસ્થ જિનમૂર્તિ, તથા ચાર પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે.
ગભારાની અંદરના ભાગમાં અનુક્રમે સાત, પાંચ, સાત અને પાંચ મળીને ચારે દિશામાં કુલ ૨૪ સફેદ આરસની જિનપ્રતિમાઓ છે તથા ૨ પીળા પાષાણની અને ૨ સફેદ આરસની મળીને કુલ ૪ ગુરમૂર્તિઓ છે. આ દેરાસરના મૂળનાયક કુંથુનાથ ભગવાન છે, પરંતુ પરંપરાથી આ દેરાસર અષ્ટાપદજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ હોવાથી મેં પણ તે જ નામ રાખ્યું છે; બાકી શાસ્ત્રીય દષ્ટિએ જોતાં ૨૪ જિનપ્રતિમાઓનો ક્રમ સાત, પાંચ છે તે બરાબર નથી, પરંતુ ચાર, આઠ, દસ અને બે એ પ્રમાણે ૨૪ જિનપ્રતિમાએનો ક્રમ હોવો જોઈએ. ગભારાની અંદરની ભરતીમાં આપણું ડાબા હાથથી ગણતાં સૌથી પ્રથમ પીળા પાષાણની વીસી આવે છે, જેની નીચે આ પ્રમાણેને લેખ છે –
॥८०॥ संवत् १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्रीऊकेशवंशे श्रीसंखवालगोत्रे सा० मणगद पु० सा० जयता भार्या कपूराई श्राविकया कारि०प्रतिष्ठिता श्री खरतरगच्छे श्री जिनभद्रसरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ।
ઉપરોક્ત ચોવીસીની જોડે બીજા નંબરે બાવન જિનેશ્વરને પટ્ટ છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે–
(1) Iટના સંવત ૨૦ વર્ષ જુન સુ િરૂ દ્વિરે શ્રીરાર્ધ - चोपडागोत्र सा० पांचा भा० रूपादे पु० सं० लाखण भा० लखमादे पु [-]
(2) ण्यार्थ पुत्र सं० शिखरा सं० समरा सं० माला सं० मुहणा सं० सुहणा सं० कुरपाल सुश्रावकैः द्विपंचाशजिनालयपट्टिका कारिता प्रतिष्ठिता છીણત [– ]
(3) रगच्छे श्रीजिनभद्रमरिपट्टालंकारे श्रीजिनचंद्रमरिराजैः तशिष्य श्रीजिनसमुद्रसहितैः ॥ श्रीजेसलमेरुमहादुर्गे ॥ श्रीदेवकर्णराज्ये ॥
બાવન જિનેશ્વરના પટની પછી અનુક્રમે એક સફેદ આરસની તથા ચાર પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, પછી તેર જિનને પીળા પાષાણને પટ તથા પીળા પાષાણની વીસીને બીજે પટ આવેલો છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે –
(1) सं० १५३६ फागुण सु० ३ सं० लाखण पुत्र सं० समरा भा० (2) मेघाई पुण्यार्थ चतुर्विंशतिजिनपट्टः का० प्र० खरतरगच्छे श्रीजिन
ચંદ્રવ્રુત્તિમ: | ઉપરોક્ત ચાવીશ જિનના પટ પછી પીળા પાષાણની ૬ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે. પછી અનુક્રમે ત્રીજે ચોવીશ જિનનો પટ તથા પીળા પાષાણની ૧૬ અને સફેદ આરસની બે પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, અને ૧ ધાતુની પંચતીર્થ છે.
આ પ્રમાણે આ દેરાસરમાં કુલ બહારની ભમતમાં ૭૯, ગભારાની ડાબી બાજુએ ૫, ગભારાની જમણી બાજુએ ૫, ગભારાની ભરતીમાં ૩૦ અને ગભારાના મૂલનાયકની ૨૪ મળીને કુલ ૧૪૩ પાષાણુની જિનપ્રતિમાઓ, ૧ ધાતુની પંચતીર્થ, ૪ પાષાણની
For Private And Personal Use Only