________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪] ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી? T૧૩૩]
અર્થાત્ – સં. ૧રર૩માં મહું શ્રી રાણિગના પુત્ર મહ૩ શ્રી આંબાકે પાજ કરાવી આ બન્ને શિલાલેખોનો એક જ આશય છે; ફકત સંવતમાં એક વર્ષને ફેર છે.
ગ્રંથસ્થ ઉલેખે (૧) વિ. સં. ૧૨૪૧માં શ્રી સોમપ્રભાચાર્ય કૃત “મવા-પ્રતિવધ' પૃષ્ઠ ૧૪૦માં
“ उज्जिते नेमिजिणो न मए नमिओ ति झुरेई ॥ जंपई सहानिसन्नो-सुगम पन्जं गिरिम्मि उर्जिते। को कारविउं सको तो भणिओ सिद्धवालेण ॥ प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिगेरिष्ठा श्रेष्ठानुष्टाननिष्टा विषयसुखरसास्वादसक्तिस्त्वनिष्टा । बंहिष्ठा त्यागलीला स्वपरमतालोचने यस्य काष्ठा धीमान् आम्रः स पद्यां रचयितुमचिरादुजयन्ते नदीष्णः ।। युक्तं त्वयोक्तमित्युक्त्वा पद्यां कारयितुं नृपः । पुत्रं श्रीराणिगस्यानं सुराष्ट्राधिपतिं व्यधात् ।। यां सोपानपरंपरापरिगतां विश्रामभूमीयुतां स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रह्माऽपि जिलायितः । मन्दस्त्रीस्थविरार्भकादिसुगमां निर्वाणमालोषमा पद्यां आम्रचमूपतिर्मतिनिधिर्निर्मापयामास ताम् ॥"
અર્થાત “ગિરનાર તીર્થ ઉપર શ્રી નેમિજિનને મારાથી વદન ન કરાયું, એ પ્રમાણે (મનમાં) ખિન્ન થયેલ (કુમારપાલ રાજા) સભામાં બોલ્યા : “ગિરનાર તીર્થ ઉપર સુગમ પાજ બંધાવવાને કોણ સમર્થ છે ?” ત્યારે (કવિ) સિદ્ધપાલે જવાબ આપ્યો-જેણે-વાણીમાં પ્રમાણભૂતપણું સ્થાપ્યું છે, જિનેશ્વરદેવ અને ગુરુ મહારાજના ચરણકમળમાં જેની ભક્તિ મોટી છે, ધર્મક્રિયાની ભાવના જેની ઉત્તમ છે, વિષયજન્ય સુખને રસાસ્વાદમાં જેને અશ્રદ્ધા છે, જેનો ત્યાગ મહાન છે, પિતાના અને બીજાના મતને સમજવામાં જેની મહત્તા છે, એવા બુદ્ધિશાળી આમ્રને ગિરનારમાં પાજ બંધાવવાનો આદેશ કરે !” (આ પ્રમાણે સાંભળીને કુમારપાળ) રાજાએ “તારું કહેવું બરાબર છે” એમ કહીને પાજ બંધાવવા માટે શ્રી રાણિગના પુત્ર આમ્રને સોરઠને ઉપરી બનાવ્યો. (પછી) પગથિયાઓના સમૂહથી વ્યાપ્ત (અને) વિસામાઓથી યુક્ત એવી, જે (પાજ)ને બનાવવામાં, જગતની રચના કરવામાં જેને માટે મહિમા ગવાય છે એવા બ્રહ્માજી પણ મંદ થઈ ગયા એવી, રોગીઓ સ્ત્રીઓ વૃદ્ધો બાળકો વગેરે સુખેથી ચઢી શકે એવી અને મોક્ષની પંક્તિ સમાન તે પાજને બુદ્ધિના ભંડાર એવા આમ્ર સેનાપતિએ બનાવી.”
(૨) “પ્રાવી ગુર્જર શ્રાવ્ય સંપ્રદુ'માં પ્રગટ થયેલ અને વિ. સં. ૧૨૮૭ ની આસપાસ મહામંત્રી વસ્તુપાલ-તેજપાલના ધર્મગુરુ શ્રી. વિજયસેનસૂરિજીએ રચેલ “વૈતાપિરા માં
दुविहि गुज्जरदेसे रिउरायविहंडणु, कुमारपालु भूपाल जिणसासणमंडणु। तेण संठाविओ सुरठ दंडाहिवो, अंबओ सिरे सिरिमालकुलसंभवो। पाज सुविसाल तिणि नठिय, अंतरे धनल पुणु परव भराविय ।
For Private And Personal Use Only