________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
OF વર્ષ ૮ વેદનો અથવા તો કેવળ વિદ્યાઓનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીઓને ઉલેખ આવે છે. ૨૬
આપણે સગવડ પૂર્વક એમ ભેદ પાડી શકીએ કે વેદોનું અધ્યન એ સાહિત્યવિષયક અભ્યાસ અને વિદ્યાવિષયક અભ્યાસ એ વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક કેળવણી. ત્રણ વે: ઉલ્લેખ જે એક સરખી રીતે આવે છે એ બતાવે છે કે જાતક કાળમાં સામાન્ય કેળવણીના અભ્યાસક્રમમાં અથર્વ વેદના અધ્યયનને સમાવેશ કરવામાં આવતું નહિ. અલબત્ત, વેદો મહાડે કરવાના હતા. તક્ષશિલાના એક અધ્યાપક માટે આપણને કહેવામાં આવે છે કે એના જિદ્વાચથી પ૦૦ બ્રાહ્મણ વિદ્યાથીઓ વેદ ભણ્યા (૧, ૪૦૨). બોધિસત્ત વિષે વારંવાર એવો ઉલ્લેખ આવે છે કે એમને એ ત્રણે વેદો જિદ્ધાગ્રે હતા (૧,૨૫૯). ત્રણ વેદને બદલે કેટલીક વાર આપણે ધર્મશાસ્ત્રો (૩,ર૩૫), “પવિત્ર ગ્ર” (૪,૨૯૩) વા
સ્કૃતિ' (૪,૩૯૨)નું નામ વાંચીએ છીએ. આમાંનાં કેટલાંક નામો બૌદ્ધ ધર્મસાહિત્ય સૂચવતાં હશે. એક વિનયન વિદ્યાર્થીને અને એક સૂત્રના વિદ્યાર્થીને સીધો ઉલ્લેખ પણ આપણને મળે છે (૩,૪૮૬).
વિજ્ઞાન-કલાશાષક લાઓને પૃથ પથ ઉલ્લેખ નથી, પરંતુ વારંવાર એની સંખ્યાનો ઉલ્લેખ આવે છે. આ સંબંધમાં આપણે અગાઉ ટાંકેલા “મિલિન્દપો માંને ઉતારે જોઈ જવો જોઈએ. એમાં એ સમયની પ્રચલિત ઓગણીસે વિદ્યાઓનાં નામ છૂટાં છૂટાં આપ્યાં છે. તક્ષશિલાની કેટલીક પાકશાળાઓમાં નીચેની વિદ્યાઓ શિખવાડાતી એવો ઉલ્લેખ આપણને મળે છે : (૧) હસ્તિવિજ્ઞાન (હથિસુત) (૨) જાદુ (૩) મૃતસંજીવની વિદ્યા (૪) મૃગયા (૫) પશુપ્રાણુઓની બોલી સમજવાની વિદ્યા (૬) ધનુર્વિદ્યા (ઇમ્સ પ્રસિમ્પ) (૭) તિષ વિદ્યા (૮) વશીકરણ વિદા (૯) સામુદ્રિક વિદ્યા (૧૦) વૈદ્યક. ૨૭ એ નેધવાનું છે કે વિદ્યાર્થીઓ આમાંને એક જ વિષય પિતાના અભ્યાસ માટે પસંદ કરી લેતા અને એમાં પારંગત થતા એમ વર્ણવાયેલું છે.
આ કલા વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સિદ્ધાંત તથા પ્રયોગ બન્નેનું સ્થાન હતું એમ જણાય છે, અમુક વિના વાડ્મયના જ્ઞાન પછી એનો વહેવારમાં કેમ પ્રયોગ થાય એ શીખવાડતું. દાખલા તરીકે વૈદક જેવા કેટલાક વિષયેના સંબંધમાં ગુરુની દેખરેખ તળે રહીને પ્રાયોગિક શિક્ષણક્રમ એ વિષયના અભ્યાસીને પૂરો કરવો પડતો. છવકના શિક્ષણના અહેવાલમાં દર્શાવ્યા પ્રમાણે તક્ષશિલાના વૈદકના પ્રાયોગિક અભ્યાસક્રમમાં રોપાઓના પ્રત્યક્ષ અભ્યાસનો સમાવેશ થતો. બીજા વિષયોમાં, પ્રાંગિક અભ્યાસ, પાઠશાળામાં ભણી
૨૬. [૧.૨૫૯, ૩૫૬, ૪૦૨, ૪૬૪; ૨.૮૭, ૩.૧૧૫, ૧૨૨; ૧.૪૦૨, ૩.૨૩૫, ૪.૨૯૩; ૩.૧૮, ૨૩૮; ૫.૧૨૭, ૧૨, ૧૭૭, ૨૪૭, ૪૨૬; ૪.૪પ૬; ૩.૧૪૩; ૨૧૯].
૨૭. [૨. ૪૭; ૨. ૧૦૦; ૧. ૫૧૦; ૨. ૨૦૦; ૩. ૪૧૫; ૩. ૨૧૯; ૧. ૩૫૬; ૫. ૧૨૭; ૨. ૮૭; ૩. ૧૨૨૬ ૪. ૪૬૫, ૨. ૨૦૦; ૪. ૧૭૧]. - ૪ અહીં તેમજ આગળ ઉપર જ્યાં જીવનનું નામ આવે છે તે તક્ષશિલામાં અભ્યાસ કરી વૈદકમાં નિષ્ણાત થયેલ એક વૈદ્યનું નામ સમજવું.
For Private And Personal Use Only