________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી
[૧૧૭]
જગાડતો ! સંભવ છે કે દરેક શાળામાં ઘડીઆળની ગરજ સારવા માટે એક કુકડો પાળવામાં આવતો. એક વખતે એક કેળવાયેલો કુકડે મરી ગયો ત્યારે એની જગાએ નવો કુકડે લાવવામાં આવ્યો હતો. પરંતુ એ મસાણમાં મોટો થયો હોવાથી એને વખત કે ઋતુનું કંઈ ભાન નહોતું. એટલે મધરાતે તેમ જ પરેઢીએ, ફાવે ત્યારે, એ બેલી ઊઠતો. એના કુકરે કુકથી જાગીને ત્યાંના બ્રાહ્મણ વિદ્યાથીઓ એક દિવસે મધરાતે પાઠ ભણવા મંડી પડયા, અને સવાર થતામાં તો એ એવા થાકી ગયા અને એટલા ઊંધે ભરાયા કે પિતાના પાઠમાં ધ્યાન રાખી શક્યા નહિ. જ્યારે ઘેબે દહાડે કુકડે બેસવા માંડતો ત્યારે એમને પોતાના પાઠ ગોખવાની શક્તિ પણ મળી શકતી નહિ. આથી ચીડાઈને રાતે ગમે એ વખતે બોલી ઊઠીને એમના અભ્યાસને નામે મીડું વળાવનાર આ પક્ષીને પકડી એમણે એની ડોક મરડી નાંખી.” (૧,૪૩૬). આ ઉતારા પરથી માલમ પડશે કે વિદ્યાર્થીઓને ખાનગી અભ્યાસ માટે વખત મળતા. એ સમયમાં એ નવા પાઠ ગોખતા અને જૂનાનું પુનરાવલોકન કરતા.
આ ઉતારામાં વળી “ધને લીધે આગળ ભણી લીધેલા પાઠ સમજી (અક્ષરશઃ જોઈ ” પશ્યતિ) શક્તા નહિ, ” એ ઉલ્લેખ પરથી એમ ધારી શકાય કે એ કાળમાં અધ્યયન માટે ગ્રંથને ઉપયોગ થતો હતો. જાતકોમાં “સિપ્પમ વચેસિ” કિંવા
શાસ્ત્રો વંચાવીને ” એ શબ્દપ્રયોગ વારંવાર આવે છે. લખાયેલાં પુસ્તક વિષેનો નીચેનો ઉલ્લેખ વધારે એકસાઈ કરી આપે એવે છે. “બોધિસત્વે એક ન્યાય-નિકાલનો ગ્રંથ લખાવડાવ્યો અને કહ્યું: “આ પુસ્તક વાંચીને તમે દાવાઓના ફેંસલા કરજે.” (૩.૨૯૨) લેખનકળાના શા શા વિવિધ અને વિશાળ ઉપયોગો થતા એ વિષે જાતકોમાં આપણને ઉલ્લેખ મળે છે; પરબીડી લખવામાં, કાગળને મહોર મારવામાં, વિહાર પર શિલાલેખ ટાંકી કાઢવામાં, સોનાના ગળચવા પર અક્ષર પાડવામાં, પોષાક પર અને લશ્કરી સાજ પર લેખ કરવામાં, તીર પર સંદેશો કોતરવામાં, પાંદડા પર લખવા વગેરેમાં એનો ઉપયોગ થતો.૨૫ અંતમાં પ્રાથમિક શાળાઓમાં લેખનકળા પદ્ધતિપૂર્વક શી રીતે શીખવાતી એનો એક ફકર મળે છે. (૧,૪૫૧) એમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પૈસાદારના દિકરાને લખવા શિખવાતું ત્યારે એનો નાનો ગુલામ પોતાના શેઠની પાટી લઈને શેઠની સાથે જતો, અને એ જાતે પણ લખતાં શીખી જતો. સ્પષ્ટ છે કે આ શાળાઓમાં લેખન વાંચન શીખવવામાં આવતાં. આ સંબંધમાં કૌટિલ્યમાંના જે ફકરામાં (૧.૫.) ચૂડાકરણ વિધિ પછી છોકરાને “ લિપિ” અને “સંખ્યાનમ' કિંવા ગણિત કેવી રીતે શીખવવું જોઈએ એ જણુવ્યું છે એ યાદ આવશે.
હવે આપણે તક્ષશિલાની પાઠશાળામાં અભ્યાસક્રમ શો હતો તે વિચારીશું. જાતકોમાં વારંવાર ઉલેખ આવે છે કે ત્રણ વેદ અને અઢાર સિપાઓ કિવા ( લિપિઓ ) વિઘાઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ તક્ષશિલા જતા. કેટલીક વાર માત્ર
૨૫. [૨.૯૫, ૧૬૪; દ. ૭૦, ૩૮૫, ૪૦૩; ૧,૪૫૧ ૪.૧૨૪, ૧.૩૬, ૩૭૨, ૩૭૬; ૪.૩,૨૫૭, ૩૩૫, ૪૮૮; ૫.૫૯, ૬૭, ૧૫; ૬.૨૯,૬. ૫૨૦, ૪.૪૮૯; ૬.૩૯૦; ૬,૪૦૮; ૨.૯૦; ૨.૧૭૪; ૪.૫૫; ૬.૩૬૯, ૪૦૦.]
For Private And Personal Use Only