SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ હોય છે કે જે બ્રાહ્મણ અને ક્ષત્રિય શિષ્યોને જ દાખલ કરે છે. એવું વાંચવામાં આવે છે કે તક્ષશિલામાં એક ગુરુ એવો હતો કે એની શાળામાં માત્ર રાજકુમારે–એ વખતે ભારતવર્ષમાં હતા એટલા બધા રાજકુમારે કુલ ૧૦૧–ભણતા.૨૩ ૫૦૦ વિદ્યાર્થીઓની શાળાની વ્યવસ્થા કરવી અને એમની કેળવણીનો ભાર માથે લે એ એક એકલા પંડિત માટે કંઈ સહેલું કામ નહોતું. પરંતુ મદદનીશ શિક્ષકનું કિવા પિઠ્ઠયાચાર્યોનું એક મંડળ એને મદદ કરતું. આ પિક્યાચાર્યો અને સૌથી આગળ વધેલા વિદ્યાથીઓ વા ઉપલા ધોરણના વિદ્યાર્થીઓમાંથી નીમવામાં આવતા. ઉપલા ઘોરણના વિદ્યાર્થીઓને શિક્ષણના ક્રમ તરીકે પણ ગુરુને શિક્ષણના કાર્યમાં મદદ કરવી પડતી. એક ગુએ પોતાના પટ્ટશિષ્યને પોતાની જગાએ કામ કરવા ની હતો એમ કહેવામાં આવ્યું છે. એક બીજા તક્ષશિલાના ગુરુએ પોતાને કંઈ કામસર કાશી જવાનું હોવાથી પિતાની ગેરહાજરી દરમિયાન પોતાના પટ્ટશિષ્યને પાઠશાળા સંભાળી લેવાના આજ્ઞા કરી અને કહ્યું કે “દીકરા, હું પરગામ જઉં છું. મારી ગેરહાજરીમાં તારે મારા (૫૦૦) શિષ્યો ભણાવવાના છે.” આમ વડા વિદ્યાથીઓ શિક્ષણકાર્યમાં ભેળવાયેલા હોવાથી ટૂંક સમયમાં જાતે અધ્યાપક થવાને લાયક બનતા. કુરુદેશના રાજકુમાર સુતોમ વિષે એવું વાંચવામાં આવે છે કે જાતે વડે વિદ્યાર્થી હોવાથી શિક્ષણમાં એણે સત્વર કુશળતા મેળવી અને પિતાના સહાધ્યાયીઓને ખાનગી શિક્ષક બનીને એણે પિતાની કેળવણી એકે સપાટે સમાપ્ત કરી, જ્યારે અન્ય વિદ્યાથીઓ ક્રમે ક્રમે જ વિદ્યા પ્રાપ્ત કરી શકયા.૨૪ પાઠશાળની બેઠક દરરોજ અનેક વાર થતી. શિક્ષણ, વિદ્યાથીને અનુકૂળ પડે તે સમયે આપવામાં આવતું. ગરીબ વિદ્યાથીઓ, જેમને શિક્ષણના બદલામાં અનેક ઘરકામ કરવાં પડતાં તેમને રાતે જ વખત મળતો એટલે ગુરુ એમને એ વખતે શિક્ષણ આપતા. (૨,૨૭૮). દિવસના વિદ્યાઓને રાત્રિવર્ગોમાં હાજર થવાનું કદાચ અનુકૂળ પડતું. રાજ કુમાર જીત્વ વિષે એવો ઉલ્લેખ છે કે “એક રાતે પોતાના ગુરુની શિક્ષા પર સંભાળપૂર્વક ધ્યાન આપ્યા બાદ એ અંધારામાં ઘેર જવા નીકળ્યો” (૪. ૯૭). કાશીને એક બીજે વિદ્યાથી જે અમુક કેળવણી મેળવવાના હેતુથી તક્ષશિલા ગયો હતો એણે ગુરુને આમ વિનંતી કરી:–“મને માત્ર આજની રાત શીખવો. એક પાઠ આપ્યા પછી હું બધું મારી જાતે શીખી લઈશ.” (૧,૪૭) જે વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા એમની સાથે પિતાના પાટવી દીકરાઓની જેમ વર્તન રખાતું. એમને “જ્યારે અનુકુળ પડે ત્યારે શિક્ષણ અપાતું.” એમ જણાય છે કે વિદ્યાથીઓ પ્રભાતમાં કુકડો બેસતો ત્યારથી અધ્યયન કરવા માંડતા. ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની કાશીમાં આવેલી એક પાઠશાળા વિષે આપણે વાંચીએ છીએ કે એમની પાસે એક કુકડો હતો. તે જ પ્રભાતે અધ્યયન કરવા ૨૩ [ ૧. ૩૧૭, ૪૦૨; ૩. ૧૫૮; ૫.૪૫૭] ૨૪ [ ૨. ૧૦૦; પ. ૪૫૭; ૧. ૧૪૧; ૪. ૪૫૭, ૪૫૮ ] For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy