SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩). જેસલમેર [૭૭] શિલ્પાએ કોતરેલાં છે. મૂળ આ તારણ બે મોટા વિશાળ સ્થંભ ઉપર આવેલું છે. બને વિશાળ થાંભલાઓ પર પણ ઠેઠ તળીએથી જુદીજુદી જાતની સ્થાપત્યકૃતિઓ કારેલી છે. સ્થાપત્યકૃતિઓને ઉપરના ભાગમાં જુદી જુદી શિલ્પાકૃતિઓ પણ શિપીઓએ ૧૮નું કરેલી છે અને તોરણની લગભગ મધ્યમાં ચારે બાજુ ફરતી નૃત્ય કરતી લગભગ દોઢ દેઢ ફૂટ ઊંચી અસરાઓ કતરેલી છે, જેનું શિલ્પ ખરેખર અદ્દભુત છે. નૃત્ય કરતી દાંગનાઓના પાછળના ભાગમાં જુદીજુદી જાતનાં ગીત ગાતાં તથા વાજિંત્ર વગાડતાં સેંકડો નાનાં નાનાં રૂપ શિપીએ સુંદર રીતે કોતરેલાં છે. આ તોરણના ઉપરના ભાગને તથા નીચેના ભાગને ફેટોગ્રાફ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી “જૈન ડીરેકટરી વિભાગ માટે લેવડાવવામાં આવેલ છે. માના રણમાં પણ બંને બાજુએ નવ નવ નાની નાની જિનપ્રતિમાઓ કોતરેલી છે. ખરેખર ! આ તોરણ પંદરમા સૈકાની જેનાશિત રાજપુતકલાનું અદ્દભૂત મારક છે. તોરણની મધ્યમાંથી પસાર થઈએ એટલે શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં જવા માટે આઠ પગથી ચડવા પડે છે. પગથીઆ ચટી રહીએ એટલે તે જ વખતે આપણું માથા ઉપર દેલવાડાનાં અદ્દભૂત રથાપત્યકામોની યાદી આપતી સુંદર કોતરકામવાળી છત તરત જ નજરે પડે છે. ચાર થાંભલાને કે આ છત સંકલી છે. આ ચારે થાંભલાઓની મધ્યમાં પણ બંને બાજુ સાત સાત નાની પદ્માસન મૂર્તિઓવાળાં ત્રણ તરણા અદ્દભુત કોતરકામવાળો છે. આ સ્થાપત્યકામ જોઈ રહ્યા પછી આગળ વધતાં તરત જ જૈસલમેર તીર્થના તીર્થ પતિ શ્રી પાર્શ્વનાથજીના દેરાસરમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય દરવાજે આવે છે. પ્રવેશદ્વારના ઉપરના ભાગમાં પણ મંગલમૂર્તિ તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પીળા પાષાણની પદ્માસનસ્થ મૃતિ કોતરેલી છે. દરવાજામાં પેસતાં જ સામે મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ નજરે પડે છે. - પ્રવેશદ્વારમાં પસીને જરા આગળ જઈએ એટલે આઠ સ્થાપત્ય કામવાળા થાંભલાઓવાળો સભામંડપ આવે છે. સભામંડપની છતની પુતળીઓ પણ ઘણી જ સુંદર છે. પરંતુ અજ્ઞાત વહીવટદારોએ તે પુતળીઓ ઉપર રગરગાન કરી દઈને કપડાં પહેરવેશ પણ મારવાડી ફેશન કરી નાખ્યો છે અને આ રીતે આ અદ્દભુત શિલ્પોની શિલ્પકલાના ઇતિહાસને નષ્ટ કરી નાખે છે. આ આઠે થાંભલાઓમાં નૃત્ય કરતાં જુદાં જુદાં સ્વરૂપનાં સુંદર શિલો છે અને આઠે થાંભલાઓની વચ્ચે એકેકે તરણ, સુંદર સ્થાપત્ય કામવાળું તથા બંને બાજુએ સાત સાત નાની નાની પદ્માસનથ જિનભૂતિઓવાળું છે. આ રીતે આઠ થાંભલાઓની વચ્ચેના તારણોમાં બંને બાજુની મલીને ૧૧૨ જિનપ્રતિમાઓ છે. આ તોરણાને તિલક તો તરીકે સંબોધવામાં આવે છે. અને શ્રી પાર્શ્વનાથજીના આ દેરાસરને નવ તોરણવાળા દેરાસરના નામથી ઓળખવામાં આવે છે. આ નવ તોરણોની ગણતરીમાં આઠ તોરણ સભામંડપના અને એક ચાકમાંનું મોટું તોરણ જેનું વર્ણન અગાઉ આ લેખમાં જ હું કરી ગયો છું, તે પ્રમાણે નવ તોરણની ગણતરી ગણાય છે. વળી આ તોરણની જિનમૂતિઓની સંખ્યા પણ આ લેખમાં આપવાનું કારણ એ છે કે અત્યારસુધી જેસલમેર તીર્થની જિનમૂર્તિઓની જે ગણતરી ગણવામાં આવી છે, તેમાં તોરણની તથા મંગલમૂર્તિઓની પણ સંખ્યા ગણતરીમાં લેવામાં આવી છે. For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy