________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
આવા સમયમાં શાણાઓ પણ શાણપણુ ગુમાવી બેસે છે. કાળનું ઓસડ કાળ. કેટલાક સમય આત્મામાં વગર કારણે શાન્ત રસની કમઓ ઉભરાઈ આવે છે. શરદ્દ, વસન્ત અને વર્ષા ઋતુમાં વિષયોનું વિશેષ બળ હોય છે. હેમન્ત, શિશિર અને ગૃષ્મ ઋતુમાં પ્રશાન્ત વાતાવરણ વધારે જોવાય છે. આ બધું કાળની પ્રબળતા બતાવે છે. ભાવનાને પ્રભાવ પ્રકટ જ છે. સારા ભાવે સુખી ને છેવટ મુક્ત બને છે. માટે જ કહેવાય છે કે“માના મવનાશિની.” ને અશુભ ભાવે ઘેરાતિઘોર નરકાદિ દુઓને ભાગી થાય છે.
આત્માની ઉન્નતિ સર્વ કોઇને અભિલષિત છે. તે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ આત્માને અધીન છે, જ્યારે જોઈએ ત્યારે આત્મા તે મેળવી શકે છે. ફકત કાળ એક જ એને અધીન નથી, તે તે વ્યવસ્થિત આવે છે તે પ્રમાણે જ આવે છે. આપણે ઈચછીએ કે અત્યારે આ કાળ થવું જોઈએ તો તે બની શકતું નથી. માટે સારા સમયમાં પ્રમાદમાં રહીને તેને બિલકુલ ગુમાવે ન જોઈએ.
સિદ્ધચક્ર-આરાધનને વિશિષ્ટ સમય–આત્માની પ્રગતિ અને વિકાસ માટે પર્વતિથિઓ, અઠ્ઠાઈએ; કલ્યાણક દિવસે, ચતુર્માસ વગેરે કાળ સારે બતાવવામાં આવ્યો છે. એ જ રીતે શ્રી સિદ્ધચક્રની આરાધના માટે વર્ષમાં બે સમય બતાવવામાં આવ્યા છેઃ એક-આસો શુક્લ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસે. અને બીજે–ચૈત્ર શુકલ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસો. આ બન્ને ઋતુમાં જે સિદ્ધચક્ર આરાધાય છે તેમાં બાહ્ય ને અભ્યન્તર અનેક હેતુઓ સમાયા છે. આત્માને કર્મ નામના શત્રુએ ઘણું કાળથી નિર્માલ્ય બનાવી મૂક્યો છે, આત્માની વાસ્તવિક મિલકત ને સ્વતંત્રતા ખુંચવી લીધી છે. જ્યારથી આત્મા સમજણો થયો ત્યારથી તેણે પોતાના શત્રુ સામે યુદ્ધ જાહેર કર્યું છે. શત્રુ જ્યારે સર્વ સામગ્રી સહિત તૈયાર થઈને બહાર પડતો હોય ત્યારે તેના ઉપર આક્રમણ કરી પ્રબલ પરાક્રમ ફેરવી તેને પરાજિત કરવામાં આવે તો તે ફરી કદી ઊભો ન થાય. સિદ્ધચક્રની આરાધનાને જે કાળ ઉપર બતાવવામાં આવ્યો છે તે સમયે કર્મરાજાને મુખ્ય સેનાપતિ સર્વ રીતે સજજ થઈ મેદાનમાં આવે છે. શરદ્દ અને વસન્તને સમય સ્વાભાવિક રીતે મેડને અનુકુલ છે. તે સમયનું પ્રકૃતિનું વાતાવરણ પણ ઘણું જ મેહક હોય છે. ઈન્દ્રિયો એકદમ વિષયો તરફ ખેંચાતી હોય છે. તે સમયે ઈન્દ્રિો ઉપર સાચે કાબૂ મેળવ્યો હોય ને મેહને વશ ન થઈ તેને હઠાગ્યે હેય તે ફરી તે કદી ન સતાવે. શરદ્દ અને વસન્તમાં રેગનું વાતાવરણ પણ પુષ્કળ હોય છે. શરીરમાં પિત્ત અને કફનો
તુજન્ય વિકાર થાય છે. શરદ્દમાં વર્ષોની ભેજવાળી હવા દૂર થઈ ઉત્તરા ચિત્રાને સૂર્ય સખત તાપ ફેંકે છે. વસન્તમાં શીય ળાની ઠંડી દૂર થઈ ઉનાળાની ગરમી પ્રબલતા ધારણ કરે છે. એ શરદી-ગરમીના કાળ પરિવર્તનને સબ્ધિ અનેક વ્યાધિઓને વધારે છે. રોગની ઉત્પત્તિમાં પ્રબલ કારણ કઈ હોય તો તે આહારની અનિયમિતતા છે. આ કાર ઉપર કાબુ રાખનાર રોગથી ભાગ્યે જ પીડાય છે. વૈવકમાં કહ્યું છે કે :
वैद्यानां शारदी माता, पिता तु कुसुमाक। हेमन्तस्तु सखा प्रोक्तो, हितभुमितभुग रिपु : ।।
For Private And Personal Use Only