________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
ચિતોડના કિલ્લામાંના જૈન અવશેષ
[૩૫]
કબદ્ધ લેખ છે. ૬૧ શ્લોક છે. સં. ૧૩૩૧ માં અષાઢ સુદિ ૧૩, પુષ્ય નક્ષત્રમાં આ લેખ લખાયેલ છે. લેખ ખોદનાર “સજજન' છે.
ગોમુખ કુંડ ઉપરનું જૈનમંદિર–આ જૈનમંદિરને સુકોશલ સાધુજીની ગુફા કહેવામાં આવે છે. કંડ ઉપર જતાં પ્રથમ ઉપરના ભાગમાં તો ધર્મશાળા જેવું છે. પગથિયાં ઊતરીને નીચે જતાં જૈનમંદિર આવે છે. તેમાં આ રીતે મૂર્તિ છે. વચમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. જમણીબાજુ કીર્તિધર મુનિ છે; તેમની જમણી બાજુ પ્રાકૃતમાં લેખ છે. ડાબી બાજુ સુકેશલ સાધુ ધ્યાન મગ્ન છે. તેમની ડાબી બાજુ તેમની માતા વ્યાઘ્રીને જીવ ઉપસર્ગ કરે છે.
પ્રાકૃતમાં લેખ | કીર્તિધર ઋષિ | પ્રભુસ્મૃતિ | સુશલ ઋષિ | માતૃછવ વ્યાધી.
આ બધે નામ કોતરેલાં છે. પ્રાકૃત લેખ છે તે અમે શેડો લીધો છે. તેમાં શરૂઆતમાં છે ૬ ૩ હિ મર્દ નમ: સ્વાહા ! લખ્યું છે. આ એક જ પત્થરમાં ત્રણ લીપીના લેખ છે. મૂલનાયક-પ્રભુજી ઉપર કનડી અક્ષરમાં લેખ છે. જમણી બાજુના પ્રાકૃત લેખની લીપી અને મોડ જુદી જાતના છે, જ્યારે નીચે સંસ્કૃત લેખની લીપી અને મરેડમાં ફેર છે. ન માલુમ આવું ત્રિવિધ કાર્ય કેમ થયું હશે ? નીચેના સંસ્કૃત લેખમાં વિ. સં. ૧૪૦૮ ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ નામ વંચાય છે. સમયાભાવે અમે આખો લેખ ઉતારી ન શક્યા.
આ જ મંદિરમાં એક ૧૧૧૪ના આદિનાથના જિનબિંબના પરિકરને લેખ છે. લેખ નીચે પ્રમાણે છે, જે પૂરો સમજાતો નથી.
॥ संवत् ॥ १४ वर्षे मार्ग शुदि ३ श्री चैत्रपुरीय गच्छे श्री बुडागणि भतृपुरमहादुर्ग श्री गुहिलपुत्र वि x x (२) हार श्री बडादेव आदि जिन वामांग दक्षिणाभिमुखद्वार गुफायां कलिं श्रुतिदेवीनां चतु x x x (३) लानां चतुर्णीविनायकानां पादुकाघटित सहसाकार सहिता श्रीदेवि चित्तोडरी मूर्ति x x (४) श्री भ्रतृगच्छीय महाप्रभावक श्री आम्रदेवसरिभिः x x श्री सा सामासु. તા. રપન (૯) શ્રેય જુથ ના x | કાબિયતે |
લેખમાંને “બડાદેવ” શબ્દ ખૂબ ધ્યાન ખેંચે તે છે. સંવતમાં પણ બરાબર સમજ નથી પડતી. ખાસ તે આદિ જિનનું નામ છે. ભગચ્છીય આમ્રદેવસૂરિજી અને હરપાલે કરાવ્યાનું જણાય છે.
(ચાલુ)
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બોર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદે.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only