________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
-
આ મંદિરને પણ ઉદયપુર રાજ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો છે. મેં આ મંદિર માટે આટલી વિગત આપી છે તે સકારણ છે; મંદિરની પાછળના ભાગમાં મહત્ત્વની જૈન મતિઓ છે.
મૂલ મંદિરમાં મહાદેવની વિશાલ મૂર્તિ છે. બાજુમાં પાર્વતીજી છે. બીજી બાજુ ગણેશજી અથવા કેઈ ગણુની મૂર્તિ છે. સાથે બતાવવા આવનાર ભાઈ કહે આ ચતુર્મુખ મૂર્તિ છે. ત્રણ મુખ દેખાય છે. રંગમંડપમાં ઉપયુક્ત બે શિલા લેખે છે. જમણી બાજુ ૧૪૮૫ નો લેખ છે; ડાબી બાજુ ૧૨૦૭ નો લેખ છે. લેખ સુંદર સુલલિત સંસ્કૃત પદ્યમય છે. મંદિરની બહાર ડાબી બાજુની દિવાલમાં બે સુંદર જિનમૂર્તિઓ છે. એક પ્રભુભૂતિ તે અભિષેક થાય છે તે પ્રસંગની છે. દેવો હાથમાં અભિષેકના કલશ લઈને ઊભા છે અને અભિષેક થાય છે. એ જ દિવાલમાં આગળ જતાં જૈન સાધુની સુંદર મૂર્તિ છે. સાધુજીના જમણે હાથમાં મુહપત્તિ છે; ડાબા હાથમાં શાસ્ત્ર છે. સામે ઠવણી છે–સ્થાપનાચાય છે રાખવાનું સ્થાન છે. પછી સામે સાધુ બેઠા છે. તેમની પાછળ શ્રાવક શ્રાવિકાઓ છે. આગળ જતાં એક બીજી જૈનાચાર્યની મૂર્તિ છે. જેમના જમણું હાથમાં મુહપત્તિ છે. ઠવણી છે, સામે ઉપદેશ શ્રવણ કરતાં રાજવી બેઠા છે. નામ છે પણ વંચાતું નથી. સાધન અને સમય બનેના અભાવે અમે ચોક્કસાઈથી નિરીક્ષણ ન કરી શક્યા, લેખાદિનું વાચન બરાબર ન થઈ શક્યું. આગળ ક્રમ વધે છે. એ રાજા જે ઉત્સવ-વાજિંત્રાદિ પૂર્વક-ગુરુ વંદના-કરવા આવે તે બતાવેલ છે. આગળ ઉપર પદ્માસનસ્થ માથે મુકુટાદિથી સહિત ઇંદ્રરાજ જિનેશ્વર પ્રભુને ખોળામાં લઈને બેઠા છે, દેવો અભિષેક કરે છે. એવી સુંદર મૂતિ છે. આખું સ્થાન જોતાં એમ લાગ્યું કે તીર્થકર દેવનાં પાંચે કલ્યાણકના ભાવ સુંદર રીતે બતાવેલા છે. મંદિરની નીચેથી ગણતાં કણિયલ–ગ્રાસ, ગજથળ, અને નરથળ છે, તેમાં ઉપર્યુક્ત મૂતિઓ છે.
આથી આગળ વધતાં પુનઃ એક સાધુજીની મૂર્તિ જોઈ. હાથમાં (બગલમાં) એ અને એક હાથમાં મુહપત્તિ છે. આ મૂર્તિ જોઈને એક અજૈન બધુએ પણ કહ્યું કે “તમારામાં હૂંઢિયા ધર્મ તો નવો જ નીકળ્યો લાગે છે. પહેલાં જેન સાધુ મોટું આખો દિવસ બાંધી રહેતા રાખતા; એમ આ સાધુસૂતિ કહે છે.” અમે કહ્યું-“બરાબર છે.”
આ મંદિર અને બહુ જ બારીકાઈથી જોયું. જૈનધર્મના પરમ માનનીય અને પૂજનીય શ્રી. તીર્થકર દે સાધુઓ ને શ્રાવકની મૂર્તિઓ જોઈ. અમને ક્ષણભર આશ્ચર્ય થયું. ભતાત્મા મીરાંબાઈના મંદિરમાં પણ અમે જેન મૂર્તિઓ જોઈ. આ બધું જોતાં એમ લાગ્યું કે આગળના સમયમાં આપસમાં કેટલે પ્રેમ, સ્નેહ અને ઉદારતા હશે તે અહીંથી આપણે શીખવાનું છે.
અહીંથી સામે સતીઓના મંદિરના દરવાજે છે. તેમાં એક સુંદર સુલલિત સંસ્કૃત
૧. આ ચિત્ર ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જૈન સાધુઓ હાથમાં જ મુહપત્તિ રાખત હતા. અને નહી કે મોઢા ઉપર બાંધતા હતા. આપણે ઇચછીએ કે સ્થાનકમાંગી ભાઈઓ આવ ઐતિહાસિક પ્રમાણને બરાબર સમજી સત્ય સ્વીકારે.
For Private And Personal Use Only