SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] જૈનધમી વીરેનાં પરાક્રમ [૨૯] સન ૧૫૯૨ માં મંત્રી કરમચંદની સૂચનાથી જિનચંદ્રસૂરિજીને ખંભાતથી બાદશાહે તેડાવ્યા અને લાહોર મુકામે પ્રથમ મુલાકાત કરી. એ વેળાએ આચાર્યશ્રીને છાજે તેવી રીતે માન આપવામાં આવ્યું હતું. એ વેળા આચાર્યશ્રીની સાથે માનસિંહ, વેશહર્ષ (Veshharsa), પરમાનંદ અને સમયસુંદર નામના મુનિઓ હતા. અકબર શાહની ઈચ્છાને માન આપી, શ્રી જિનચંદ્રસૂરિએ પિતાની પાટે માનસિંહને સ્થાપા અર્થાત જાહેર કર્યા. એ વેળા તેમનું નામ જિનસિંહસૂરિ રાખવામાં આવ્યું. એ પ્રસંગે મંત્રી કરમચંદે પોતાના તરફથી મોટો સમારંભ ગોઠવ્યો. બહુ ધામધુમથી પદવીદાન અંગેનાં વિધિવિધાન થયાં. એ દરેકમાં સમ્રાટ અકબરે ઉમળકા ભેર ભાગ લીધે હતે. આ વૃતાન્ત જહાંગીરનામા યાને Memoirs of Jehangir માંથી પ્રાપ્ત થાય છે. એ સંબંધી વિસ્તૃત નોંધ સમયસુંદરના લખાણમાંથી મળી આવે છે. જ્યારે અકબરની રજા લઈ સૂરિ મહારાજે વિહાર કર્યો ત્યારે આચાર્ય જિનચંદ્રસૂરિને પૂર્વે જેમ હીરવિજયસૂરિને જગદ્દગુરૂનો ઈલ્કાબ બાદશાહે આ હતો તેમ, યુગપ્રધાનને ઈલ્કાબ આપે અને આ પ્રસંગની સ્મૃતિરૂપે ખંભાતના અખાતમાં માછલાં પકડવાની મનાઈ કરી તેમજ અશાડ માસના આઠ દિવસમાં પ્રાણવધની બંધી ફરમાવી. A Sanskrit inscreption of unusual length dated Vik. Sam, 1651-2 (A. D. 1094-95 ) which adorns the walls of the temple of Parsvanatha at Pattan describes the visit of the Suri to the Imperial Court and praises Akbar for his generosity. ઉપરના ટાંક મહાશયના શબ્દો પિતાની સચ્ચાઈ પુરવાર કરવા કેટલીક નોટ ધરાવે છે જેમાં નીચેની મુખ્ય છે. Buhler E P. Ind. Vol 321; V. C. Smith Akbar PP 166-168; Kriparasakosa, Ed. Jinavijayji; jagad-guru-kavya. ટૂંકમાં કહેવાનું એટલુંજ કે સમ્રાટ સાથે જૈન ગુરુઓના મેળાપ એ કોઈ નથી તો અતિશકિતની વસ્તુ કિતાં નથી તે કોઈ જોડી કહાડેલી બાબત; એ પાછળ ઈતિહાસનું સબળ સામર્થ્ય છે. અકબરશા સન ૧૬૦૫માં મૃત્યુ પામ્યો અને બાદશાહના મૃત્યુ પછી કરમચંદ મંત્રી પણ લાંબુ જીવી શકયા નથી. જ્યારે નવા બાદશાહને નમન કરવા રાયસિંગે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે કરમચંદ મંત્રી પિતાના આવાસમાં મૃત્યુ બિછાને પડયા હતા. એ વેળા રાયસિંગ મંત્રીના મકાને ખબર પૂછવા આવેલા અને ઉપરથી તે પૂર્ણ લાગણી બતાવી જાણે દેખાવ જ એવો કર્યો કે પિોતે ગઈ ગુજરી સાવ વીસરી ગયા છે ! કહેવત છે કે દગલબાજ ના નમે એ વાત રાયસિંગના સંબંધમાં પાછળ જે બનાવ બને એ જોતાં અક્ષરશઃ સાચી પડી. આ વેળા મંત્રીશ્વરના પુત્રો ભાગચંદ અને લક્ષ્મીચંદ હાજર હતા. બીકાનેર નરેશના વર્તનથી અને મીઠાશભરી વાતચિતથી તેઓ એટલા બધા ભોળવાઈ ગયા કે તરત જ બોલી ઊઠયા: “પિતાશ્રી, જુઓ આપણા મહારાજાની આપણું પર કેવી માયાળુતા ને | દિલસોજી છે! બિછાના વશ પડેલ આજારી પિતાએ એ વેળા તે માત્ર કરડી નજર કરી For Private And Personal Use Only
SR No.521583
Book TitleJain_Satyaprakash 1942 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy