________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૮ નહીં ઘાત (અનેકાંત, વ. ૨, કિ. ૧, પૃ૦ ૭૧).
આ બન્ને પાઠે મૂળસંધ દ્રાવીડસંધ ઇત્યાદિ સંઘભેદના કારણે કે બીજા કયા કારણે સુરક્ષિત રહ્યા છે તેને આપણે નિર્ણય કરી શકિએ તેમ નથી. એટલે કે પાઠ કયા દિગમ્બર સંધને માન્ય છે તે પણ નક્કી કહી શકાય તેમ નથી. ગમે તેમ હોય, પરંતુ પ્રસ્તુત પાઠે દિગમ્બર સમાજની ઈચ્છાને તૃપ્ત કરી શક્યા છે, એ તે સાચી જ વસ્તુ છે.
વળી કેટલાએક દિગમ્બર મહાનુભાવો તો આ બન્નેય પાઠોને આ. શ્રી માનતુંગ સૂરિની જ કૃતિ માની ભક્તામર સ્તોત્રના બાવન લોક હોવાનું જાહેર કરે છે. પરંતુ આપણે તે આ બન્ને પાઠો માટે પંડિતજીની “આ શ્લોકની કવિતાશૈલી શ્રી ભક્તામર સ્તોત્રની કવિતાશૈલી સાથે મેળ ખાતી નથી” એ જ પંક્તિનું પુનરાવર્તન કરીએ તો તે અસ્થાને નથી. દિગમ્બરે ભક્તામરમાં ૪૮ કે પર શ્લેક કેમ માને છે? તેને આ સપ્રમાણ ઈતિહાસ છે.
વાસ્તવિક વસ્તુ એ છે કે–વેતામ્બર આચાર્ય શ્રી માનતુંગરિએ ૪૪ સાંકળો તેડવા માટે આ ભક્તામર સ્તોત્રની રચના કરેલ છે. અને તેમાં ૪૪ શ્લોક છે.
જનધામ વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) બછાવતની ચડતી-પડતી (૪) મંત્રી કરમચંદ બાદશાહ અકબર, જૈનધર્મી નહોતો છતાં જૈનધર્મ પ્રત્યેનું એનું વલણ એક પ્રશંસક કરતાં અતિ ઘણું હતું. જેનધર્મના સિદ્ધાન્તો પ્રત્યે તેને બહુ માન પ્રગટયું હોવાથી, એમાંના કેટલાક તેણે અપનાવ્યા હતા. બાદશાહને જૈન ધર્મના શિક્ષણપ્રતિ વાળવાને સૌપ્રથમ પ્રયાસ શ્રી. વિજયહીરસૂરિન નોંધાયો છે. સન ૧૫૮૨માં આ પ્રાભાવિક આચાર્યના સમાગમથી એનાં બીજારોપણ થયાં. મહાત્મા હીરવિજયસૂરિમાં રહેલી ચમત્કારી ઉપદેશશકિતએ સમ્રાટના હૃદયમાં ઊંડુ આસન પ્રાપ્ત કર્યું અને ધીમે ધીમે એની અસર ત્યાર પછીના સમ્રાટના વિચારોમાં તેમજ આચારામાં અર્થાત રાજ્યને પ્રબંધ કરવાની કાર્યવાહીમાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થવા માંડી. મી. સ્મીથ (આંગ્લ લેખક) કહે છે કે “સન ૧૫૮૨ પછીના સમ્રાટના દરેક પગલામાં જૈનધર્મનાં તત્ત પ્રતિ એની ઢળતી વલણ ખાસ તરી આવે છે.’ અને આ વાત ખરેખર સાચી છે.
અકબરના દરબારનો મશહૂર લેખક અબુલ ફજલ શ્રી. હીરવિજયસૂરિને અને તેમના શિષ્યોને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ આઈ––અકબરી (Ain-i-Akbari) માં ખાસ વર્ણવે છે અને પોતાના પિતાને શ્વેતાંબર જેની સાથે જે સંબંધ બંધાયો હતો એ બાદશાહ જહાંગીરે પણ ચાલુ રાખે તો એમ જણાવે છે. અકબરશા જૈન ગુરુઓને ખાસ ચાહતો હતો, વખાણતા હતા અને બહુમાન આપતો હતો. એમાં શ્રી, હીરવિજ્યસૂરિ ઉપરાંત મળી આવતાં નામમાં, શ્રી વિજયસેનસૂરિ, શાતિચંદ્ર, ભાનુચંદ્ર, સિદ્ધિચંદ્ર અને સુંદર આદિનાં નામે મુખ્ય છે.
For Private And Personal Use Only