________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[30]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૨
પુત્રા સામે જોયું. પણ જ્યારે અંતકાળ ચક્ષુ સામે ડેાકીયા કરતે ભાળ્યા ત્યારે વૃદ્ધ મંત્રી કરમચંદે પુત્રાને નજીક ખેલાવી, નિમ્ન શબ્દો ભાર મૂકીને કથા.
દિકરાએ, તમેા હજી ભાળા છે. રાજ્ય ખટપટની શેત્રંજ કેવી વિચિત્ર અને વિલક્ષણ છે એનેા અનુભવ તમાને નથી થયા ! એ પર દાવ માંડવામાં પૂરી સાવચેતીની જરૂર છે. રાજવીની આ લાગણી એ તેા ઉછીના લીધેલા દાગીના જેવી છે. એને મગરના આંસુ (crocodile tears) ની ઉપમા આપી શકાય. એના ચક્ષુની આર્દ્રતા જોઇ રખે તમેા ભરમાઈ જતા અને મીકાનેર પાછા ફરવાની હા પાડતા. એ આતા પાછળ કીન્નાખારીની રતાશ છુપાયેલી પડી છે. રાજા મને આ રીતે કીતિ ભર્યું મૃત્યુ પ્રાપ્ત કરતા નિરખી હૃદયમાં વ્યથા અનુભવે છે. એના ચહેરા પરના ભાવેાથી હુ* એ વાત નિશંકપણે વાંચી શકું છું. મારા પર જે વેર એ વાળી ન શકયા તેને બદલે તમેને શિકાર બનાવી લેવા માંગે છે! માટે એ કાળા ને સિલા નાગથી સાવચેત રહેજો.”
મત્રીશ્વર આ શબ્દો સ'ભળાવી ઘેાડા કલાકમાં જ પરલેાકના પથે સીધાવી ગયા.
ખીકાનેર નરેશે અચ્છાવત કુટુંબ ઉપર આવી પડેલ આ સકટમાં એક નજીકના સ્નેહીની માફક ભાગ ભજવ્યેા અને એક કરતાં વધુવાર ઉભય બંધુઓને દિલ્હીના ત્યાગ કરી ખીકાનેર આવવાના આગ્રહ કર્યાં. મરણ પથારી પરથી પિતાએ ઉચ્ચારેલા શબ્દો પુત્રોના કાનમાં હજુ તાન્ત રમતા હાવાથી રાયસિંગના પ્રયત્ન નિષ્ફળ ગયા.
રાયસિંગને પોતાની યુક્તિ આમ નિષ્ફળ જવાથી ઘણું માઠું લાગ્યું. આમ છતાં કાઇષ્મી હિંસામે વેર લેવાની જે નૃત્તિને જન્મ આપ્યા હતા તે સાવ નિર્મૂળ ન બનવા દીધી. ‘કંઇ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે' એ અથવા તે ‘આશા અમર છે' એ ઉકિતને યાદ કરી વેરને પ્રતિશેાધ કરવાના કાઇ ને ક્રાઇ દિન જરૂર યાગ સાંપડશે એપી દૃઢ આશા ધારણ કરી તે સમયની પ્રતીક્ષા કરી રહ્યો !
પણ માનવીના ધાર્યા મનારથા એછા જ સપૂર્ણપણે ફળે છે! એ સામે વિધાતાની નાગી તરવાર લટકતી જ હોય છે! એક કવિએ સાચુ જ ગાયું છે કે,
“માણસ ધારે હું કરું, કરનેવાલા કાય; આરંભ્યા અધવચ રહે, દૈવ કરે સા હાય.” એમ રાયસંગજીની આશા ફળ જ રહી. સન ૧૬૧૧માં એ સખત માંદગીમાં પટકાયે અને એમાંથી ઊઠવા પામ્યા જ નહીં. જ્યારે એને લાગ્યુ કે આ ભયંકર માંદગી એને જીવ લેવાની જ છે ત્યારે એણે પોતાના પુત્ર સુરસંગને પથારી પાસે ખેાલાવી જે શબ્દો સભળાવ્યા તે આ હતા— દિકરા, હું અધૂરી આશાએ પરલાક સીધાવું છું, પણ મારી તને અંતિમ સૂચના એટલી જ છે કે તારે કરમચંદ અચ્છાવતના છેકરાઓને બીકાનેરમાં પાછા લાવી તેમના પિતાએ જે પાપ કર્યુ છે. તે બદલ તેમને શિક્ષા કરવી; અર્થાત્ કરમચંદ સામેના મારા જીન્નાનુ વેર લેવું.”
ટાંક મહાશય લખે છે કેઃ~~With these words, the Raja expired, અર્થાત્ આટલું કહીને રામસિંગે પ્રાણ તન્મ્યા. એ શિખામણુ કેવી રીતે પાળવામાં આવી તે હુવે પછી જોઈશું.
(ચાલુ)
For Private And Personal Use Only