SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ વિષ દેરાસરમાં પ્રતિમાજીની સંખ્યાના પ્રમાણમાં માત્ર ૧૧ પૂજારીએથી કામ લેવામાં આવે છે, તેથી દરેકેદરેક પ્રતિમાજીને પ્રક્ષાલ તથા પૂજા પણ પૂરી થતી નથી. વળી તેમાં પૂજારીઓને પણ દોષ નથી. કારણકે પૂજારીઓને માસિક માત્ર ચારથી પાંચ રૂપિયા પગાર આપવામાં આવે છે, તેમાં યે વળી બે-ત્રણ પૂજારીને તે માસિક અઢી રૂપિયા જ પગાર આપવામાં આવે છે. જે આ મંદિરને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અથવા કેઈ સારી સંસ્થાના હાથમાં હોય તે આ તીર્થ ઘણું આબાદીમાં આવે એવું છે. હું તે ઇચ્છું છું કે જેસલમેરના હાલના વહીવટદારે કે જેઓના બાપ-દાદાઓએ જ આ કલાપૂર્ણ જિનમંદિરોનાં સર્જન કરાવ્યાં છે, તેઓ જાતે જ પોતાના શહેર તથા તીર્થની આબાદી માટે શેઠ આણંદજી કલ્યાણજી જેની ભારતની સુવિખ્યાત પેઢી જેવી સસ્થાને આ તીર્થને વહીવટ સોંપે તે તેઓ પણ મોટી જવાબદારીમાંથી મુક્ત થાય. જૈસલમેરના કિલ્લામાંનાં જિનમંદિર * જૈસલમેરના કિલ્લા પરનાં આઠ ઉપરોક્ત મંદિર પૈકીનાં સાત મંદિર તે સાથે સાથે આવેલાં છે અને એક મંદિર જે મહાવીર સ્વામીના મંદિરના નામથી પ્રસિદ્ધ તે અલગ આવેલું છે. કિલાનાં પ્રવેશદ્વાર જેસલમેરને કિલે જેસલમેર રાજ્યની જકાત ઓફીસની પાસે અને શહેરની મધ્યમાં જ આવેલું છે. કિલ્લામાં દાખલ થતાં જ અખય પળ નામને પહેલે દરવાજે આવે છે. અમે આ દરવાજામાં દાખલ થયા ત્યારે દરવાજાની બહારની બંને બાજુએ એક જૂની તેપ પડેલી હતી. દરવાજામાં દાખલ થતાં જમણી બાજુએ ત્રણ તોપ તથા કાબી બાજુએ એક તપ કિલ્લાની દિવાલની નજીકમાં છે. થોડાક પગલાં દૂર જઈએ એટલે સુરજ પિળ નામને બીજે દરવાજે આવે છે. આ દરવાજાની અંદરના ભાગમાં ડાબી બાજુના ઊંચા ઓટલા પર ઉધાડી બંદુક ચોવીસે ક્લાક પહેરેગીર પહેરે ભરે છે. આ દરવાજામાં દાખલ થઈએ કે તરત જ છેડે દૂર જ હવામહેલના કાતરકામવાળા ઝરૂખાઓ પ્રવાસીઓની નજરે પડે છે. સૂરજપાળથી ઘોડે દૂર જતાં ગણેશપોળ નામને ત્રીજે દરવાજે આવે છે અને આ ત્રીજા દરવાજામાં દાખલ થઈને આગળ વધતાં છેડે દૂર હવાળ નામને ચોથે દરવાજે દેખાય છે. આ દરવાજાની અંદરના ભાગમાં ચોકીદારને બેસવા માટે ઊંચા ઓટલા બનાવેલા છે, જે ચોકીદારે વિના સૂના લાગે છે. જિનમંદિરને માગ અને સ્થળ હવા પોળના દરવાજામાં પેસતાં જ દસ-પંદર પગલાં દૂર જઈએ એટલે કિલ્લાપરનાં સાત જિનમંદિરેએ જવા માટે જમણે હાથ તરફ એક સાંકડા રસ્તે આવે છે. આ સાંકડા રસ્તામાંથી પસાર થતાં ડે દૂર ડાબા હાથ તરફ બીજો એક નાને સાંકડ રસ્તો આવે છે અને તે સાંકડા રસ્તામાં દસ ડગલાં જ દૂર જઈએ એટલે જમણા હાથ તરફના એક ખચકામાં જેસલમેરનાં પીળા પત્થરથી બનેલા ગગનચુંબી જિનમંદિરે જેસલમેરના ભૂતકાલીન જેનોની ધર્મશ્રદ્ધા, સ્થાપત્યપ્રિયતા અને ધનપ્રચુરતાના જીવતા જાગતા પુરાવાઓ આપતાં ઊભેલાં છે. આ સાત મંદિરોનો સમૂહ જોતાં જ જાણે આપણે તીર્થાધિરાજ શ્રી હાગુંજયની એકાદ ટૂંકમાં જ જાણે આવ્યા ન હોઈએ તે ભાસ થાય છે. For Private And Personal Use Only
SR No.521583
Book TitleJain_Satyaprakash 1942 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy