________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેરે
[૩] આ સાત મંદિરે પૈકી ખાંચાની સામેના ભાગમાં જેનેના આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ત્રણ મજલાનું દેરાસર પ્રથમ નજરે પડે છે. આ ચંદ્રપ્રભ સ્વામીના દેરાસરની બરાબર પાસે જમણી બાજુએ પ્રથમ તીર્થંકર શીષભદેવ પ્રભુનું જિનમંદિર આવેલું છે. ચંદ્રપ્રભુસ્વામીના મંદિરના ડાબી બાજુએ જિનમંદિરમાં આવેલા તીર્થંકર દેવની મૂર્તિઓની પૂજા કરવા માટે યાત્રાળુઓ માટે ઠંડા તથા ઊના પાણીની બારે મહિના સગવડ રાખવામાં આવે છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનમંદિરની જરા પાછળના ભાગમાં અને ડાબી બાજુના રસ્તા તરફના ખાંચામાં આગળ વધીએ એટલે ડાબા હાથ તરફ બે મજલાનું એક જિનમંદિર આવેલું છે. આ જિનમંદિરના નીચેના ભાગમાં શ્રી અષ્ટાપદજીનું દેરાસર આવેલું છે અને ઉપરના ભાગમાં સોળમા તીર્થંકર પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ખાંચાની જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથજીના દેરાસરના અંદરના ભાગમાં જમણી બાજુએ તથા ડાબી બાજુએ એકેક બારી છે અને આ બારીમાંથી જ અનુક્રમે ત્રીજા તીર્થકર ભગવાન શ્રીસંભવનાથજીનું તથા દશમા તીર્થંકર શ્રી શીતલનાથજીના નામથી ઓળખાતું એકેક જિનમંદિર આવેલું છે.
આ પ્રમાણે કિલ્લા પરનાં જિનમંદિરે પૈકીનાં સાત જિનમંદિરે તે એક જ સમૂહમાં આવેલાં છે, જ્યારે આઠમું ઉપરોક્ત હવાપોળમાં પેસતાં જમણા હાથ તરફના મેટા રસ્ત જરા આગળ વધતાં જમણા હાથ તરફ એક રસ્તો આવે છે, તે રસ્તે ત્રીસેક મકાને વટાવ્યા પછી ડાબા હાથ તરફ ની બાંધણીએ બાંધેલું શ્રી મહાવીર સ્વામી પ્રભુનું જિનમંદિર આવેલું છે.
જેન તથા જૈનેતર વિદ્વાનમાં જેસલમેરના ભંડારની જેટલી ખ્યાતિ છે, તેમાંની સેમા ભાગની ખ્યાતિ પણ જેસલમેરના આ સ્થાપત્યાત્મક સર્જનની નથી. પરંતુ આ સ્થાપત્યાત્મક સજનોની જગતને ઓળખાણ આપવાનું જેસલમેરના પ્રવાસે તથા યાત્રાએ આવેલા સેંકડો વિદ્વાનો તેમજ યાત્રાળુઓમાંથી કોઈને પણ કેમ સૂઝયું નહિ હેય તેની કાંઈ મને સમજણ પડતી નથી. - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલતા “જૈન ડીરેકટરી” વિભાગના કામકાજ માટે મારે આ તીર્થની મુલાકાત ચાલુ વર્ષના ફાગણ માસમાં લેવી પડી હતી. અને તે વખતે આ સ્થાપત્યસર્જનું નિરીક્ષણ કરવાને અઢાર દિવસનો સમય મને મ હતો. તે દરમ્યાન આ આઠે જિનમંદિરનાં સ્થાપત્યસજનનું કલાતત્વ જે મારી જાણમાં આવ્યું તે બધાંની નોંધ મારી ડાયરીમાં જે મેં કરેલી તે વાચકેની જાણ ખાતર અહીં રજુ કરું છું, અને ઈચ્છું છું કે શત્રુજ્ય, ગિરનાર તથા આબુ વગેરે નજીક નજીકનાં જૈન તીર્થોની યાત્રાઓને દર વર્ષે લાભ લેનાર જૈન બંધુઓ વધારે નહિ તે જિંદગીમાં એક યા બેવાર આવાં દૂર દૂદનાં તીર્થોની યાત્રાને લાભ લઈને પુણ્યોપાર્જન કરવા અને આવાં કલાત્મક સ્થાપત્યસર્જનવાળાં જિનમંદિરના જીર્ણોદ્ધાર તથા તેને સાચવવાના ખર્ચમાં પોતાને યથાશક્તિ ફાળો આપવા જરૂર કટિબદ્ધ થશે.
(ચાલુ)
For Private And Personal Use Only