________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧]
જેસલમેર
[૧૧]
નવી બંધાય છે. આ ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા લેકવાજી તીર્થને વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢીનું નામ શ્રી જૈન ભવેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે. શહેરનાં દેરાશ
જૈસલમેર શહેરમાં, તેના કિલ્લાની માફક, આઠ નાનાં મોટાં જિનમંદિર આવેલાં છે, જેમાંથી બે દેરાસરે શિખરબંધી તથા બીજા છ ઘર દેરાસર છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે –
(૧) કઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથજીનું શિખરબંધી દેરાસર આવેલું છે. આ દેરાસરમાં બીજા ત્રણ ગભારામાં જુદા જુદા મૂળનાયકે પણ છે. નીચેના ભાગમાં શ્રીસુપાર્શ્વનાથજી તથા શ્રી સીમંધર સ્વામી તથા મેડા ઉપર ગાડી પાર્શ્વનાથજી તથા શ્રી સંકટ હરા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. જેસલમેર શહેરના દેરાસરમાં મોટામાં મોટું આ જ દેરાસર છે. અને તપાગચવાળાઓએ બંધાવેલું દેરાસર પણ આ એક જ છે.
(૨) આચાર્યગરછના ઉપાશ્રયમાં શ્રી વિમલનાથજીનું દેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જન્દાણું કરે છે. ' (૩) પટાંકી હવેલીમાં શેક હિંમતરામજી બાફણાએ બંધાવેલું ઘરદેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ આઈદાનજી બાફણ કરે છે
(૪) પટકી હવેલીમાં શેઠ અખયસિંહજીએ બંધાવેલું ઘરદેરાસર આવેલું હતું, તે હાલ જેઠમલજી સેવક પટાંકી હવૈલીની પાસેની બીજી હવેલીમાં રહે છે, ત્યાં ત્રીજે માળ લઈ જવામાં આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ વિજયસિંહજી કરે છે.
(૫) મૈયાપાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રીજે માળે ઘરદેરાસર આવેલું છે. દેરાસરને વહીવટ શેઠ સીરેમલજી બાફણ કરે છે.
(૬) મહેતા પાડામાં શેઠ રામસિંહજી મુતાનું ઘર દેરાસર, તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે, તેને વહીવટ શેઠ રામસિંહજી મુતા પોતે જ કરે છે.
(૭) મહેતા પાડામાં શેઠ ધનરાજજી મુતાનું ઘરદેરાસર, તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે. તેને વહીવટ બાઈ લાભુબાઈ કરે છે.
(૮) થીરૂ શાહની હવેલીમાં બીજે માળે શેઠ થીર શાહનું ઘરદેરાસર આવેલું છે. જેને વહીવટ શેઠ જવાહરમલજી ભણસાલી કરે છે. કિલામાનાં જિનમંદિર
જૈસલમેરનાં જિનમંદિરનું વિસ્તૃત વિવેચન આ જ લેખમાં આગળ આપવામાં આવેલું છે. જેસલમેરના કિલ્લામાં, જેસલમેર શહેરની જેમ, આઠ શિખરબંધી દેરાસરે આવેલાં છે :
(૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું, (૨) શ્રી શીતલનાથ ભગવાનનું, (૩) શ્રી સંભવનાથજી ભગવાનનું, (૪) શ્રી અષ્ટાપદજીનું, (૫) શ્રી શાંતિનાથજીનું, (૬) શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું, (૭) શ્રી ઋષભદેવ ભગવાનનું અને (૮) શ્રી મહાવીર સ્વામીજીનું દેરાસર. ફિલામાંના જિનમંદિરે ને વહીવટી
આ આઠે દેરાસરને વહીવટ જેસલમેરના રહેવાસી આ ચાર ગૃહસ્થ હાલમાં કરે છે? (૧) શ્રીયુત પ્યારેલાલજી જન્દાણું, (૨) શેઠ આઈદાનજી બાકણું, (૩) શેઠ ફતેસિંછ મુતા અને (૪) શેઠ રામસિંહજી મુતા.
For Private And Personal Use Only