________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
સારી કહી શકાય. જૈસલમેર જવા માટે સૌથી ટૂંકો અને સારા રસ્તો તે આ જ છે. બાડમેર તથા કિરણ બને રસ્તે જેસલમેર જવા માટે જેસલમેર મોટર સર્વીસ તરફથી મોટર ચાલે છે અને બને રસ્તે મોટર ભાડું પેસેન્જર દીઠ ૪-૦-૦ ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષની ઉપરના બાળકની આખી ટીકીટ લેવામાં આવે છે અને પેસેન્જર દીઠ માત્ર ૫ (પાંચ) શેર બંગાલી વજન મફત લઈ જવા દેવામાં આવે છે.
(૩) જેસલમેર જવાનો ત્રીજો રસ્તો જોધપુરથી છે. જોધપુર રેલવે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી મુતાની ધર્મશાલાની પાસે એમ. બી. વ્યાસ મોટર સવીસની ઓફિસ આવેલી છે. આ ઓફિસ તરફથી ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસથી જોધપુર જેસલમેર જવાની મોટર સર્વિસ ચાલુ કરવામાં આવેલી છે. આ રસ્તાની સડક, ઉપરના બંને રસ્તાઓ કરતાં પણ ખરાબ છે. વળી જોધપુરથી જૈસલમેર જવાને રસ્તે પણ સૌથી લંબાણ અને કંટાળાભર્ગો છે. આ રસ્તે ૧૭૦ માઈલ જૈસલમેર આવેલું છે. રસ્તામાં રાત રોકાવું પડે છે, એટલે કે આજનો બેઠેલો માણસ બીજે દિવસે અને કેટલીક વખત તો ત્રીજે દિવસે પણ જેસલમેર પહોંચે છે. જોધપુરથી જેસલમેરનું મોટરભાડું પેસેન્જર દીઠ ૬-૦-૦ છ રૂપિયા લેવામાં આવે છે. જેધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જૈસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરવાળા ગામે પણ આવે છે. જોધપુરથી ૪ર માઈલ દૂર બાલેસર આવેલું છે. જોધપુરથી ૨૮ માઈલ દૂર આગોલાઈ આવેલું છે. જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડગરી તથા દેવાકિટમાં પણ જૈન દેરાસર છે. આ ત્રીજા રસ્તાની મોટર સવસ પેટ્રોલના અભાવે ૧-૫-૪ર થી બંધ થઈ છે. આ સર્વીસ માત્ર શેરગઢ સુધી જ
જાય છે.
આ પ્રમાણેના ત્રણ રસ્તાઓ પૈકી પિકરણથી જેસલમેર જવાનો રસ્તો જરા ખર્ચમાં વધુ છે, પરંતુ ઓછા કંટાળાભર્યો અને સુલભ છે. સારે ડ્રાઈવર હોય તે સાડાત્રણ કલાકમાં સહેલાઈથી મટર પહોંચી જાય છે. તાર-ટપાલનું સાધન
જેસલમેરમાં ટપાલની વહેચણી હંમેશાં થતી નથી, દર ત્રીજે દિવસે ટપાલની વહેંચણી થાય છે અને દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તારની ૫ણું ખાસ સગવડ નથી. છતાં પણ જેસલમેરથી પિકરણ ટેલીફોન લાઇન હોવાથી કાંઈ વાંધો આવતો નથી. ઈલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણી જ મોંઘી મળે છે અને કેટલીક વખત સારી પણ મળતી નથી. વળી મોટા ભાગે ચૈત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તંગાશ પડે છે; બાકી ખાસ પાણીની અગવડ આસો મહિનાથી ચૈત્રી પૂર્ણિમા સુધી પડતી નથી. જનની વસ્તી
એક વખત જેસલમેરમાં જેની વસ્તી સેંકડોની સંખ્યામાં હતી. આજ માત્ર ૭૦ માણસની વસ્તી છે, તેમાં મરદે તે માત્ર ૨૫-૩૦ ની સંખ્યામાં છે. ધરાળ
શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીએની નજીકમાં જ એક ધર્મશાળા
For Private And Personal Use Only