________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]
કેટલાંક એતિહાસિક પદ્ય
[૫૯]
માલદેવજીને પ્રબોધ્યા હતા, એટલું જ નહિ પણ આત્મબળ વડે ખૂણોલ ગામનાં ૨૨૦૦ ક્ષત્રીય ઘરોને પ્રબંધી જેન બનાવ્યાં હતાં. ઉનાવા આદિ નગરોમાં ચમત્કાર બતાવી અનેક જૈનેતરને જેન બનાવ્યા હતા. આચાર્યશ્રીનું સાહિત્યિકજીવન પણ સમુજજવલ છે. ખાસ કરીને સૂરિજીનું ધ્યાન તત્કાલીન પ્રચલિત લોક ભાષા પર વિશેષ પ્રમાણમાં હતું, એમ તેમની કૃતિઓ પરથી અનુમાન થાય છે. તેમણે કર થી ઉપર પદ્યકૃતિઓ નિર્માણ કરી છે જેને પરિચય “જૈન ગુર્જર કવિઓ, ભા. ૧માં આપેલ છે. આ સિવાય પણ એમણે ૨૪ તીર્થ કરેની સ્તુતિઓ ભિન્ન ભિન્ન છંદોમાં સંસ્કૃત ભાષામાં રચેલી મળે છે જે એમનું કવિત્વ સૂચવે છે. આ ઉપરાંત બીકાનેર, નાગપુર, જોધપુર, મેડતા, ખંભાત આદિ નગરના મૂળનાયકની સ્તુતિઓ પણ ઘેડ ઘણું ઐતિહાસિક પરિચયવાળી મારા સંગ્રહમાં મળી આવે છે, જે યથાવકાશ પ્રકટ કરવા ભાવના છે. આ ગચ્છનું સંસ્કૃત સ્તોત્રસાહિત્ય મેં એક શ્રાવક પાસેના બૃહત્ ગુટકામાં જોયું હતું. તેત્ર સંખ્યા ૨૦૦ ઉપર છે. આને પરિચય હું લખી રહ્યો છું.
એમનું સ્થાન ટબા સાહિત્યના ઇતિહાસમાં ઉચ્ચ છે. એમણે રચેલા ત્રણ ટબાઓ મેં નાગપુરના જ્ઞાનભંડારમાં જયાં હતાં. (પાર્ધચંદ્રસુરિ નાગોરી) તપાગચ્છના હતા. સંવત ૧૫૭૨માં સ્વાભિધાનથી મત ચલાવ્યો જે વર્તમાનમાં પાચંદ્ર–પાયચંદ મત કહેવાય છે. જૈન તવા) તેમની પ્રતિમા લેખ સંવત ૧૫૭૭ ને શ્રી નાહરજીના સંગ્રહમાં મળે છે,
નંબક ૨-આ પદ્યમાં તેમનું મહત્ત્વ દાખવ્યું છે. જો કે વર્ણનમાં કવિએ અતિશયોક્તિ જરૂર કરી છે. તેમની માન્યતા વિશેષ રૂપે કયાં કયાં હતી, એ નગરનાં નામ પણ આપવામાં આવ્યાં છે. મુનિ મનજીએ ઉક્ત ભાસ બનાવ્યો છે. સંવત આપેલ નથી.
નંબર ૩–આ સ્વાધ્યાયમાં અતિ સંક્ષિપ્ત રૂપે વંશવર્ણન, દીક્ષાવર્ણન અને વિહારવર્ણન કરવામાં આવ્યું છે.
સાંગાને યુદ્ધમાં અપૂર્વ મદદ આપી હતી. જેને ઉલ્લેખ રાજપૂતાનાના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ શબ્દોમાં કરેલું મળે છે. ગાંગાજીએ પિતાનું વિશેષ જીવન યુદ્ધમાં વીતાવ્યું હતું, તે એટલે સુધી કે ભાઈ ભાઈને પણ એક વખત લડવું પડયું હતું. તેમને સ્વર્ગવાસ ૧પ૮૮ ચેષ્ઠ શુકલા ૫ (ઈ. સ. ૧૫૩૧ તા. ૨૧ મેં) ને દિવસે પડી જવાથી થયે હતે. આજ પણ એ વીરનું નામ રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે.
૨ માલદેવજીને જન્મ વિ. સં. ૧૫૬૮ પિષ વદિ ૧ ના રોજ થયો હતો. તેઓ ગાંગાજીના પત્ર હતા. ત્યારે તેઓ રાજ્યસિંહાસન પર બેઠા ત્યારે જોધપુરનું રાજ્ય માત્ર જોધપુર અને સેજત જ હતું. પણ તે અદ્વિતીચ વીર હતા, અત: ગાદી પર આવતાની સાથે જ રાજ્યવિસ્તારનું કાર્ય ચાલ કર્યું અને થોડાં વર્ષમાં તે જાલેર, બિહારી, નાગેર, સિવાના, ઉમરકેટ, ભાદરાન્તન, જૈતારણ આદિ માં મોટાં નગરે પર પિતાને અધિકાર જમાવી દીધું. તે સમયે ભારતમાં કાતિ મચી ગઈ હતી. બીજા રાજાઓને પણ તેઓ સહાયતા કરવાનું પિતાનું પરમ કર્તવ્ય માનતા હતા. તેમનું અવસાન વિ. સં. ૧૬૧૯ કાર્તિક સુદ ૧૨ના રોજ થયું હતું.
-“મારત જે પ્રાધીન થર્વર : મા૩.
For Private And Personal Use Only