SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક ઐતિહાસિક પડ્યો લેખક-પૂ. મુનિરાજ શ્રી. કાંતિસાગરજી, સાહિત્યાલંકાર, બાલાધાર, C. P) આર્ય સંસ્કૃતિમાં ગુરપદનું સ્થાન મહત્વપૂર્ણ મનાયું છે અને તે યોગ્ય જ છે. એ પદના પિષણ માટે પૂર્વકાલમાં ભિન્ન ભિન્ન ભાષા અને ભિન્ન ભિન્ન શૈલીમાં અનેકાનેક ગુરુગીત, રાસ, ભાસે આદિ પદ્ય રચાયેલાં જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ થાય છે, જે જૈન ઇતિહાસ તેમજ તત્કાલીન ભાષાસાહિત્ય એ બન્ને દૃષ્ટિથી અતિ મહત્ત્વનાં છે. આવાં ચેડાં ગીતે હું પ્રસ્તુત માસિકમાં ગત વર્ષમાં પ્રકટ કરાવી ગયો છું. પણ ગીતને કયાં પાર છે ? સમય સમય પર ભિન્ન ભિન્ન જ્ઞાનભંડાર તપાસતાં અહીંતહીં થોડાં ઘણાં મળી જ રહે છે, તેમ અત્યારે જબલપુરમાં શેઠ ચાંદમલજીના પુત્ર રિષભદાસજી ભૂરા પાસેના એક પ્રાચીન આયુર્વેદ સંબંધી ગુટકામાં પાર્ધચંદ્રસૂરિ સંબંધી ત્રણ ગીતે ઉપલબ્ધ થયાં. આ સિવાય પણ તેમાં તેમની ઘણી સંસ્કૃત ગુજરાતી કૃતિઓ એવં પાર્જચંદ્ર મત સંબંધી વાત લખેલી છે. એ ગુટકે ખાસ કરીને નાગોર સંબંધી છે. વર્તમાન નાગરમાં તે ગચ્છની વસ્તિ પણ સારા પ્રમાણમાં જોવાય છે. બીજું જે અષ્ટક તથા ગીત અહીં આપવામાં આવે છે તે અને અંચલગચ્છ પાવલી બન્ને મારા સંગ્રહમાં સુરક્ષિત છે. તમામ પ પર થોડુંક વિવેચન ભૂમિકા રૂપે પ્રકટ થઈ રહ્યું છે. આશા છે કે એ ઐતિહાસિક સંશોધન ઓછેવત્તે અંશે વિદ્વાનોને ઉપયોગી નિવડશે. ૧ અંચલગચ્છીય ગુર્નાવલી પ્રસ્તુત ગુર્નાવલી ૮ ગાથામાં અને પુરાતન ગુર્જર ભાષામાં નિબદ્ધ છે. એમાં અંચલગચ્છીય આચાર્યોની નામાવલી મળે છે. રચનાકાળ સંવત ૧૫૯૬ આસો સુદ ૧ ગુરુવારને છે. કર્તાએ પિતાનું નામ સૂચવ્યું નથી. આ ગુર્નાવલીનું મહત્ત્વ હોય તે માત્ર ભાષાની દૃષ્ટિએ જ છે. મૂળ પ્રતિ ૧૭મી સદીની લખેલી મારા સંગ્રહમાં છે જે અદ્યાવધિ અપ્રકાશિત છે. ૨-૩-૪ પાર્ધ ચંદ્રસૂરિ સંબંધી પડ્યો આ ત્રણ પદ્ય શ્રી પાર્ધચંદ્રસૂરિ સંબંધી છે, અતઃ તેમને અતિસંક્ષિપ્ત પરિચય અહીં આપવો અનુચિત નહીં ગણાય. ' ગીત નાયકનો જન્મ હમીરપુર નગરમાં પિરવાડ વેલ્ફગશાહની ધર્મપત્ની વિમલાદેવીની કક્ષીથી થયે હતે. (સં. ૧૫૩૭ ચૈત્ર સુદિ ૯ શુક્રવારે) તેમણે સાધુરત્નસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી એમ નિમ્ન સ્વાધ્યાય પરથી જાણવા મળે છે. (વિ.સં. ૧૫૪૬) તેમણે વિદ્યાધ્યયન કરી ક્રમશઃ ઉપાધ્યાય, આચાર્ય, યુગપ્રધાન પદો મેળવ્યાં હતા. સંભળાય છે કે તેમણે રાષ્ટ્રકૂટવંશીય જોધપુર નરેશ ગાંગાજી અને યુવરાજ ૧ ગાંગાજી ખાસ કરીને મેવાડમાં જ રહેતા હતા. તેમને જન્મ વિ. સં. ૧૫૪૦ વૈશાખ સુદિ ૧૧ (ઈ. સ. ૧૪૮૩ એપ્રીલ, તા. ૧૮ ) થયે હતે. ઉક્ત ગાંગાજી તે જ છે કે જેમણે મહારાષ્ટ્ર For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy