SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] નિહનવવાદ [૫૭] પછી આપશ્રી પાસે લઈ આવીશ. કદાચ કોઈ કારણસર તેઓ નહિ આવી શકે તો હું રાજગૃહી જઈ આવીશ ને સર્વ યોજના અંડરક્ષક-શ્રાવકોને સમજાવતે આવીશ. આપશ્રી ફરમાવી છે તે પ્રમાણે આર્ય અશ્વમિત્ર મહારાજ માટે કંઈક કડક ઉપાયોની આવઅક્તા છે ખરી ?” આર્ય અમિત્રને ગુપ્ત વાર્તાલાપ – રાત્રિએ કુશલપુરને સર્વ સંધ આર્ય અશ્વમિત્રને એક દિવસ વધારે થિરતા કરવાનું નક્કી કરીને ગયા પછી આર્ય અશ્વમિત્ર પિતાના ભકત એક શ્રાવક સાથે આ પ્રમાણે ખાનગી વાત કરતા હતા. “આવતી કાલે સર્વ સંધ એકઠા થઈને જાણવા માટે આવનાર છે તેમાં કંઈ હરકત નથી, પણ અહીંના સંધમાં કોઈ વિચિત્ર પ્રકૃતિને કે ઉંધા ભેજાને તે નથીને કે જે પાછળથી છળથી આ સર્વ બાબતનો વિપરીત અર્થ લઈ ખરાબ પ્રચાર કરે ને અધર્મનું વાતાવરણ ઊભું કરે ? ગુરુ મહારાજશ્રીથી છૂટા પડ્યા પછી અમારું સ્વમાન અને સન્માન સચવાય તે પૂરત રાગ કેળવવા અમને લક્ષ્ય રહે, પરંતુ તેથી ધમની હેલના થાય એવું વિષમ વાતાવરણ ઊભું થાય એ બિલકુલ અભીષ્ટ નથી.” શ્રાવકે કહ્યું: “ આપનું કહેવું યથાર્થ છે. પણ અહીં કાઈ વિપરીત અર્થ કરે તેવું નથી. પણ આપને વિચાર શો છે? આ મતભેદ કાયમ રાખી ગુરુ મહારાજથી સદા જુદા વિચરવું છે કે પૂ. ગુરુ મહારાજ સાથે સમાધાન કરી સાથે મળી જવું છે. આપને જે એમ સમજાતું હોય કે-“મારા અર્થ કરવામાં કંઈક ભૂલ થાય છે તો આ પ્રસંગ સારો છે. શ્રી સંધ વચમાં છે, તે સન્માનપૂર્વક સમજૂતિ થઈ જશે. અને જે એમ જણાતું હોય કે હું અર્થ કરું છું તે સાવ સત્ય છે ને તેમાં જરી પણ ભૂલ નથી, તે આપને યોગ્ય લાગે તેમ કરવું.” અશ્વમિત્ર બેલ્યાઃ “તારું કથન સત્ય છે, પણ આ પ્રસંગ નાનસને નથી બન્યું. આ અર્ધ કરવામાં અનેક દિવસ સુધી વિવાદ ચાલ્યો. આખર મેં આગ્રહ ન છોડે ને પૂ. ગુરુ મહારાજશ્રી પોતાના કથનને વળગી રહ્યા ત્યારે આ જુદા પડવાનો પ્રસંગ બને. હવે હું કંઈક નમતું મૂકું તે ગુરુ મહારાજ તો એમ જ કહેશે કે અશ્વમિત્રને ભૂલ સમજતી હોય તે ભૂલ કબૂલ કરી મિચ્છામિ દુક્કડં દઈ પ્રાયશ્ચિત્ત લઈ ખુશીથી સમુદાયમાં સાથે રહે. તે પ્રમાણે તદ્દન નમતું મૂકીને સાથે રહેવા કરતાં જુદા વિચારવામાં શું ગેરલાભ છે? માનહાનિ સહન કરવા કરતાં દૂર રહેવું ઠીક છે. સન્માનપૂર્વક સાથે થવાને કાઈ ઉપાય હેય તે વિચારજો. મને જુદા રહેવામાં રસ છે એમ નથી, સાથે રહેવામાં હું સર્વનું વધારે હિત ને લાભ સમજું છું.” “કાલે શ્રી. સંધ આવવાનું છે. આપશ્રી ફરમાવ છે એ પ્રમાણે ઉભયનું ઉચિત જેણુંય એ માર્ગ તેઓ શું જે છે તે જોયા પછી આપને યોગ્ય જણાય એ પ્રમાણે કરવું.” શ્રાવકે કહ્યું. (ચાલુ). For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy