________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
આ સ્વાધ્યાય સંવત ૧૭૭૫માં પાર્ધચંદ્રગછીય જ્યચંદસૂરિજીના વિનય શ્રી પદ્મચંદ્રસૂરિજીએ માંડલમાં ચાતુર્માસ કરી બનાવી છે. કર્તાનાં અન્ય ગીત પણ મળે છે.
નંબર ૪-આ ગીતમાં અન્તસમયનું વર્ણન દાખવ્યું છે.
ગુજરાત, માલવા, મારવાડ આદિ દેશવિદેશ વિચરતા વિચરતા અને ભવ્ય જીવને ઉપદેશ આપતા આપતા ક્રમશઃ મારવાડની રાજધાની જોધપુરમાં આવ્યા, અનશન ગ્રહણ કરી સંવત ૧૬૧રમાં દેવલેક થયા, ત્યારે ત્યાંના સાથે મળી પાદુકા સ્થાપન કર્યા હતાં અર્થાત સ્તૂપ બનવરાવ્યો હતો. વર્તમાનમાં પગલાં-તૂપ છે કે નહિ એ મારી જાણમાં નથી.
તૂપમહિમાગર્ભત આ ગીત કોઈ મેઘરાજ નામના કવિએ બનાવ્યું છે.
ઉપરનાં ત્રણે પદ્યો યદ્યપિ ભિન્ન ભિન્ન વિકૃત છે તથાપિ ભાવમાં કઈ જાતને ફેર નથી જણાતો, સંભવતઃ ત્રણે પદ્યો અપ્રસિદ્ધ છે. શ્રી હીરવિજયસૂરિ સંબંધી પદ્ય
ઉપર્યુકત આચાર્યનું સ્થાન જૈન સમાજમાં ઉચ્ચ છે. તેમના પર ઘણું લખાઈ ગયું છે, અતઃ વિસ્તૃત વિવરણની આવશ્યકતા નથી. તેમના સંબંધી બે પવો હિન્દી કવિ દુલીચંદે ઉચ્ચાર્યા છે તે આગળ આપવામાં આવ્યાં છે. જેની મૂળ પ્રત મારા સંગ્રહમાં છે. તેમના સમયમાં લખાયેલી કેટલીક જૈન પ્રતે મારા સંગ્રહમાં છે. શ્રી જિનરત્નસૂરિ સંબંધી પદ્ય
નંબર ૬-૭ વાળાં પદ્યો ઉપર્યુક્ત આચાર્ય સાથે સંબંધ ધરાવે છે. તેમનો પરિચય આ પ્રમાણે છે. તેમને જન્મ મારવાડ દેશના આભૂણિરૂપ સેરૂણા નગરમાં લૂ યા ગોત્રીય તિલોકસીની ધર્મપત્ની તારાદેવીની રત્નકુથી સં. ૧૬૭૦માં થયો હતો. તેમને બાલ્યાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે ૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી હતી અને અધ્યયન કરી ક્રમશઃ આચાર્યપદ પ્રાપ્ત કર્યું. (સં. ૧૭૦૦ પાટણમાં)-એમને વિહારપ્રદેશ ઘણો વિસ્તૃત હતો, શિષ્યસમુદાય બહોળા પ્રમાણમાં હતો. તેઓ જિનરાજરિ છના પટ્ટધર હતા. તેમનાં ૪ ગીત અને નિર્વાણરાસ “એતિહાસિક જેન કાવ્ય સંગ્રહમાં પ્રકટ થયાં છે, પણ આ અષ્ટક અને ગીત અદ્યાવધિ અપ્રકટ છે, ગીતકર્તાએ સૂરિ જનું આબેહૂબ વર્ણન છટાદાર ભામાં કર્યું છે, ભાષા બહુ જ સુંદર છે. ક્તને રત્નચૂડાસ ઉપલબ્ધ થાય છે. સંસ્કૃત અષ્ટકમાં સૂરિજીનું વૃત્તાંત આપેલ છે.
ગીત અને સંસ્કૃત અષ્ટક બન્નેમાં સૂરિજીના ગુણો પર પ્રસંશાનાં પુષ્પ વેર્યા છે. - શ્રી ગુણરત્નસૂરિ સંબંધી પદ્ય
આ આચાર્ય અંચલગરછીય ગુણરત્નસૂરિજીના શિષ્ય હેવા જોઈએ એમ બે પથી વિદિત થાય છે. તેમનાં માતાપિતાનાં નામો શિવાશાહ અને કુંવરી છે. ગુણરત્નસરિના તીર્થકરેના દેહ ઉપલબ્ધ થાય છે. તેમને વિસ્વત પરિચય અનુપલબ્ધ છે. બધા પ મળીને ગાથા ૬૧ છે. આ મૂળ કૃતિઓ હવે પછીના અંકમાં આપવામાં આવશે.
(ચાલુ)
For Private And Personal Use Only