________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एक उपयोगी प्रशस्ति
સંગ્રાહક તથા સૌંપાદક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ. ટિપ્પણીયુક્ત અનુવાદકર્તા-શ્રીયુત પ`. અંબાલાલ પ્રેમચંદ શાહુ, વ્યાકરતીય [ ગતાંકથી પૂર્ણ ]
‘શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના ગયા-ક્રમાંક્ર ૮૨મા અંકમાં શ્રી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતની જે પ્રશસ્તિ આપી હતી તેને અનુવાદ નીચે આપવામાં આવે છે.
પ્રસ્તિના અનુવાદ
જ્યાં કલ્યાણકારી લક્ષ્મીવાળા અને (બહાંતેર ચોસઠ) કળાવાળા લોકો રહે છે, વળી જે સારા રાજ્યથી યુક્ત છે એવુ દેવપત્તન (પ્રભાસપાટણ) નામનું નગર શાખે છે. ૧
સૌરાષ્ટ્ર દેશમાં અલંકાર સમાન, દુઃખનો નાશ કરનાર અને ચંદ્રપ્રભસ્વામીના ચૈત્યથી યુક્ત એવા તે દેવપત્તન નગરમાં ઉપદેશવશમાં રત્નસમાન અને રત્નનાં લક્ષણા જોવામાં (પરીક્ષવામાં) નિપુણ, લક્ષ્મીવાળા અને દાનીશ્વર હાવા નામનેા શ્રેષ્ઠ વેપારી
હતા. ૨-૩
તે શેઠને દાન, શીલ, તપ અને ભાવરૂપ અલંકારવાળી અને (સર્વાં પ્રકારના) દોષથી રહિત એવી હાંસલ દેવી નામની શ્રેષ્ઠ પત્ની હતી. ૪
૧
તેમની કુક્ષિથી ત્રણ લેાકમાં અલ'કારસમા ત્રણ પુત્રા થયા. પહેલા નાકર શાહુકાર, ખાને સામલ શાહુકાર અને ત્રીજે ભીમ શાહુકાર હતા. તેએની પત્નીએ ક્રમશઃ ગાંગીદેવી, સિરિયા (શ્રીયા)દેવી અને ત્રીજી ભ્રમાદેવી હતી. ૫-૬
ભ્રમાદેવીની કુક્ષિી મિલનીને હંસ સમાન, (શરીરે) હાથી જેવા, યાચક મનુપ્યાના દારિરૂપ પાપવૃક્ષને નાશ કરનાર અને કુળમાં અલંકાર સમાન ક્રમશઃ આ પ્રમાણે છ પુત્રા હતા-૧ શ્રીદત્ત, ૨ હાપી, ૩ શ્રીવત્સ, ૪ સિધરાટ, ૫ સામ, છ મૂલજ–આ છ યે ભીમના પુત્રા છ દર્શીનનુ' પાણુ કરનારા હતા. 9-2
આ કુળમાં અને પૃથ્વીમાં વિચક્ષણ, વિદ્વાન, કવિ અને રાજસભામાં શેખે એવા સામલ નામે શાહુકાર હતા, તેમની અસંખ્ય પ્રકારની પુણ્યકરણીની ગણતરી દેવતા અને અસુરા પણ કરવાને શક્તિમાન નથી. ૯
* આ પ્રશસ્તિમાં દેવપત્તન નામ આપ્યું છે તે અત્યારે કાઠિયાવાડમાં સાર જિલ્લામાં આવેલુ પ્રભાસપાટણ સમજવું.
૧ મૂળ શ્લોકમાં સાધુ શબ્દ આપ્યા છે. આ સર્વે શબ્દની ‘શાહુકાર' અવાચી વ્યુત્પત્તિ માટે જુએ ‘માતીય વિદ્યા’ બા. ૨, અંક ૨, પૃ૦ ૧૮૯ અને પ. નાથુરામ પ્રેમીકૃત જૈન સાહિત્ય સૌ કૃતિદાસ પૃ૦ ૫૪૧.
For Private And Personal Use Only