________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ].
પ્રવચન-પ્રશ્નમાલા
પ૬૧ |
-
-
ગ્રહણ કરી, તેમાં-૧૬ ૦૦૦ રાજાઓ અને ૩૭પ૦૦ રાણીઓ હતી. બંને સંખ્યાને સરવાળે પપ૦૦ થાય. ૨૨
૪૩ પ્રશ્ન–શ્રી રામચંદ્રજીને અવધિજ્ઞાન કઈ સ્થિતિમાં પ્રકટ થયું?
ઉત્તર–૬૦ વર્ષ સુધી ગુરુ મહારાજની પાસે રહીને તેમણે પૂગબતને અભ્યાસ કર્યો. અવસરે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે તે શ્રી રામચંદ્રજી એકાકી વિહાર કરતા હતા. જે દિવસે તેમણે એકાકી વિહાર કર્યો તે જ દિવસની રાતે તેમને ધ્યાનસ્થ દશામાં અવધજ્ઞાન પ્રકટ થયું. ૪૩.
૪૪ પ્રશ્ન–જેમ શ્રી રામચંદ્રજીને સાધુપણામાં અવધિજ્ઞાન થયું, તેમ કાઈ સાધ્વીને અવધિજ્ઞાન થયું હોય, એવું દૃષ્ટાંત કાઈપણ ગ્રંથમાં જણાવ્યું છે ? - ઉત્તર–શ્રી મયાસુંદરીચરિત્રમાં જણાવ્યું છે કે રાજા શતબલ-મલયાસુંદરીના પુત્ર થાય. તેમના પિતા મહાબલ મુનિરાજ-કનકાવતી રાણીએ કરેલા ભયંકર અગ્નિના ઉપસર્ગને સહન કરીને કેવલી થઈને સિદ્ધ થયા. આ બિના સાધ્વી મલયાસુંદરીજીએ અવધિજ્ઞાનથી જાણીને શતબલને પ્રતિબોધ કરવા વિહાર કર્યો. ઉપદેશ દઈને પિતાનો શોક દૂર કર્યો, ને રાજ શતબેલ વગેરેને ધર્મારાધનમાં પ્રયત્નશીલ બનાવ્યા. આ બિનાથી જાણી શકાય છે કે-સાવા મલયાસુંદરીને અવધિજ્ઞાન પ્રગટ થયું હતું. શ્રાવક વર્ગમાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયાની બિના શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં જણાવી છે. ૪૪.
૪૫ પ્રશ્ન- પ્રતિવાસુદેવને જીવ માતાને ગર્ભમાં આવે. ત્યારે તેની માતા કેટલાં
ઉત્તર-પ્રતિવાસુદેવની માતા ત્રણ અથવા એક સ્વપ્ન દેખે. આ બાબતમાં દષ્ટાંત એ છે ક–આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં થએલા ‘દમિતારિ નામના પ્રતિવાસુદેવની માતાએ ત્રણ સ્વપ્ન જોયાં, એમ શ્રી અજિતપ્રભસૂરિજીએ ‘શાંતિનાથ ચરિત્રમાં જણાવ્યું છે. ત્રણ વનની બિના શ્રી સતિશત સ્થાનક પ્રકરણમાં પણ જણાવી છે. અને એક સ્ત્રીન જોયાની બિન શ્રી હેમચંદ્રાચાર્ય કૃત જૈન રામાયણમાં જણાવી છે કે એક વખતે રાતે રાણી કૈકસીએ પિતના મુખમાં પેસતા સિંહને જોયો વગેરે. ૪૫
૪૬ પ્રશ્ન-સીતા સતી કયા રાજાની દીકરી હતી ?
ઉત્તર–પ્રતિવાસુદેવ કષણની પુત્રી હતી, એમ શ્રી વસુદેવ હિંડી નામના ગ્રંથમાં કહ્યું છે અને જનકરાજાની પુત્રી હતી એમ પ્રાકૃતિકબદ્ધ શ્રી પઉમચરિત્ર (રામચરિય) માં
૪૭ પ્રશ્ન-રામચંદ્રજીએ પહેલાં દીક્ષા લીધી કે સીતાએ પહેલા દીક્ષા લીધી ?
ઉત્તર-પહેલાં સીતાએ શ્રી. જયંભૂષણ નામના કેવલી ભગવંત પાસે દીક્ષા લીધી. તે પછી શ્રી. રામચંદ્રજીએ દીક્ષા લીધી ૪૭
૪૮ પ્રશ્ન-સાધ્વી સીતાએ કેટલાં વર્ષ સુધી સંયમની સાધના કરી ?
ઉત્તર-૬૦ વર્ષ સુધી સાધ્વી સીતાએ સંયમની સાધના કરી હતી, એમ જેને રામાયણાદિ ગ્રંથમાં કહ્યું છે. ૪૮
For Private And Personal Use Only