________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
કયા.?
૪૯ પ્રશ્ન-તે સાધ્વી સીતા સંયમની સાધના કરી અને એક માસનું અનશન કરી સમાધિપૂર્વક કાલધર્મ પામી કયાં દેવતાઈ સુખ પામ્યાં?
ઉત્તર-સાધ્વી સીતા અંતિમ સમયે સમાધિપૂર્વક કાલધર્મ પામીને બારમા અચુત દેવલોકમાં ઈદ્રપણે ઉત્પન્ન થયા. તેમનું બાવીસ સાગરેપનું આયુષ્ય છે. તેટલું આયુષ્ય પૂરું કરીને ૧ ચક્રવત્તી અને ૨ વૈજયંતદેવ એમ ક્રમસર બે ભવ કરીને જ્યારે રાવણ તીર્થકર થશે, ત્યારે તેમના ગણધર થઈને સીતાજીને છવ સિદ્ધિનાં સુખ પામશે. એમ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના સાતમા પર્વ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૪૯
૫૦ પ્રશ્ન-સીતા સતી માથે કલંક આવ્યું તેનું શું કારણ
ઉત્તર-સીતા સતી પાછલા ભવમાં શ્રોભૂતિ નામના પુરોહિતની વેગવતી નામની પુત્રી હતી. જુવાનીના મદને લઈને તેણીએ મહાગુણવંત મુનિની નિંદા કરીને તે મુનિને ખોટું કલંક દીધું હતું. તેથી બંધાયેલા કર્મના ઉદયે અહીં તેના માથે બટું કલંક આવ્યું જેથી અમુક વખત સુધી શ્રી રામચંદ્રજીએ તેમને ત્યાગ કર્યો હતો. ૫૦
૫૧. પ્રશ્ન-જેમ પાછલા ભ માં નિયાણ કરીને વાસુદેવ થાય છે, તેવી રીતે પ્રતિવાસુદેવની બાબતમાં શું તેમ બને ?
ઉત્તર-હા. પાછલા ભવમાં નિયાણું કરીને તે પછીના ભાવમાં પ્રતિવાસુદેવ થાય ૫૧. પર. પ્રશ્ન-આ અવસર્પિણી કાલમાં વધારે પ્રસિદ્ધ થયેલા અભવ્ય જીવ ક્યા
ઉત્તર-૧. સંગમદેવ-તેણે ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવને એક રાતમાં ભયંકર વિસ ઉપસર્ગો કર્યા હતા ૨. કાલસૌરિક (કલકરિયા) કસાઈ—જે રાજગૃહનગરને રહીશ હોતે, ને તે હંમેશા ૫૦૦-૫૦૦ પાડાને વધ કરતે હતે. ૩. કપિલા દાસી–તે રાજા શ્રેણિકની દાસી હતી. ૪. પાલક પાપી–એણે શ્રી. મુનિસુવ્રતસ્વામીના શિષ્ય-સપરિવાર શ્રી સ્કંદકરિને ઘાણીમાં પીલાવ્યા હતા. ૫. અંગારમક આચાર્ય–તેમને ૫૦૦ શિષ્ય હતા. ૬. પાલકકુમાર-તે કૃષ્ણ મહારાજના પુત્ર હતા. તેણે “હું પહેલે શ્રી. નેમિનાથને વાંદીશ, તે રાજા મને ઇનામમાં ઘોડો આપશે” આ ઈરાદાથી શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરી હતી. તે દ્રવ્ય વંદના કહેવાય. ૭. વિનયરત્ન નામનો વંઠ સાધુ-એણે ઉદાઈ રાજાને મારી નાખ્યા હતા. તે ઉદાઈ રાજા કૃણિક રાજાના પુત્ર થાય. શ્રી ઉપદેશ રત્નાકરાદિ ગ્રંથમાં આ સાત અભ્યની બિના વિસ્તારથી જણાવી છે. પર '
૫૩. પ્રશ્ન-આ ચાલુ ચોવીશીના વીસ તીર્થકરે જેમ અહીં સમેતશિખર પર્વતે મેક્ષનાં સુખ પામ્યા, તેવું બીજા ક્ષેત્રમાં કયા સ્થલે બન્યું હતું?
ઉત્તર-એરવત ક્ષેત્રમાં થયેલા ૨૪ તીર્થકરોમાંના ૨૦ તીર્થકરે સુપ્રતિષ્ઠ નામના પર્વતને વિષે સિદ્ધ થયા. એમ શ્રી. તીર્થોદ્દગાલિક પન્નામાં કહ્યું છે. ૫૩
૫૪. પ્રન–જેમ ગૃહસ્થપણમાં કેવલજ્ઞાન તથા અવધિજ્ઞાન પ્રકટ થઈ શકે છે તેમ મન:પર્યવજ્ઞાન ગૃહસ્થને પ્રકટ થાય કે નહિ ?
ઉત્તર-નિર્મલ સંયમધારી સાધુ સાધ્વીઓને જ મને પર્યાવજ્ઞાન થાય, બીજાને નહિ. એમ પ્રવચનસારોદ્વાર, કર્મગ્રંથે ટીકા વગેરેમાં કહ્યું છે. ૫૪
For Private And Personal Use Only