SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪૭ છોડતા નથી ? આજ હું એને સમુદ્રમાં ફેંકી દઉં.” એમ વિચારીને અષ્ટાપદને ફાડીને તેની નીચે જઈને હજાર વિદ્યાઓનું સ્મરણ કરીને તેણે અષ્ટાપદને ઉપાડવા માંડયો. તેથી તે પર્યંત ડાલવા લાગ્યો. અવધિજ્ઞાનથી શ્રીવાલિમુનિએ આ બિના જાણી લીધી. તેમણે પ્રતિવાસુદેવને શિક્ષા કરવા ડાબા પગના અંગુઠાથી પર્વતને બાવ્યો. તેથી તે સ કાચાઈ ગયો તે દશમુખના મેઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તેવી તે રાડ પાડવા લાગ્યો. આ કારણથી તેનુ રાવણુ નામ પ્રસિદ્ધ થયું. વિચાર કરતાં રાવણે નડ્યું કે આ કામ બાબાલિમુનિનું છે. તેથી મુનિને ખમાવીને સ્તવને તાની કિત કરીને રત્નાવલીને પરણીને લકામાં આવ્યા. ૩૩ ૩૪. પ્રી-રાવણનું આયુષ્ય કેટલું હતું કે ઉત્તર---રાવણનુ` સાડીબાર હજાર વર્ષ પ્રમાણ આયુષ્ય હતું. ૩૪ ૩૫. પ્રશ્ન—રાવણ પ્રતિવાસુદેવ તરીકે કયારે થયે ઉત્તર---રામ લક્ષ્મણના સમયમાં તે પ્રતિવાસુદેવ થયા. તે ત્રણે વીસમા મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના સમયમાં થયા છે. ૩૫ ૩૬. પ્રશ્ન—લક્ષ્મણ વાસુદેવનું આયુષ્ય કેટલું હતું? ઉત્તર---૧૦૦ વર્ષ કુમારપામાં, ૩૦૦ વડલિક રાજાપ્રણામાં, ૪૦ વષૅ દિગ્વિજયપણામાં, ૧૧૫૬૦ વર્ષોં વાસુદેવપણામાં ગયા. આ રીતે બાર હજાર વર્ષોંનું આયુષ્ય શ્રી જૈન રામાયણાદિમાં કહ્યુ છે. ૩૬ ૩૭. પ્રશ્ન—પ્રતિવાસુદેવ મરીને કઇ ગતિમાં જાય ? ઉત્તર --- તે નરક જ જાય. જેમ વાસુદેવની બાબતમાં બને છે તેમ અહીં પણ સમજી લેવું. એટલે વાસુદેવ–પ્રતિવાસુદેવ મરીને નરકમાં જ જાય, બીજી ગતિમાં ન જાય. ૩૭ ૩૮. પ્રશ્ન—કાના હાથે પ્રતિવાસુદેવનું મરણ થાય ? ઉત્તર-વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવનું મરણ થાય. ૩૮ ૩૯. પ્રશ્ન—વાસુદેવનું આયુષ્ય વધારે હોય કે બલદેવનું ? ઉત્તર-—શ્રી રામચંદ્રજી બલદેવ હતા તેમનું આયુષ્ય ૧૫૦૦૦ હજાર વર્ષોંનું હતું. ને લક્ષ્મણૢ વાસુદેવનું આયુષ્ય ૧૨૦૦૦ હજાર વર્ષનું હતું. આથી સમજાય છે કે બલદેવનું આયુષ્ય વધારે હોય, ૩૯ ૪૦. પ્રશ્ન——શ્રી રામચંદ્રજીને કૈવલજ્ઞાન કયારે પ્રકટ થયું ? ઉત્તર---માહ સુદિ બારસે રાતે છેલ્લા પહારે તેમને કૈવલજ્ઞાન પ્રકટ થયું. એમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ બનાવેલા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના સાતમા પર્વમાં કર્યું છે. ૪૦ ૪૧ પ્રશ્ન—શ્રી રામચંદ્રજીએ કાને રાજ્ય ભળાવીને દીક્ષા લીધી? ઉત્તર-રામચદ્રજીએ પોતાના મેટા પુત્ર લવકુમારના પુત્ર અનંગદેવને રાજ્ય ભળાવીને સંયમ ગ્રહણ કર્યુ. ૪ર પ્રશ્ન—શ્રી રામચંદ્રજીએ કેટલા પરિવાર સાથે કૈાની પાસે દીક્ષા ગ્રહણ કરી ? ઉત્તર—વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીની ધરપરાના શ્રી સુત્રત મહામુનિની પાસે, શ્રી રામચંદ્રએ સાડી તેપન હાર (૫૩૫૦૦) રાજારાણી સાથે શ્રી જૈનેન્દ્રી દીક્ષા For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy