________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક જૈન ગુફાઓ
સં૦-૦ શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ.
બદામીની જૈન ગુફા બદામીમાં ત્રણ બ્રાહ્મણ ગુફામ'દિરે છે. આ મંદિરમાંના સૌથી મોટાથી સહેજ દૂર પૂર્વ બાજુએ એક નાની જૈન ગુફા છે. આ ગુફા તેની પાસેની ગુફાઓથી સમયકાળમાં સહેજ જુદી પડે છે. એ વાત તે ગોકસ છે કે આ ગુફા આધુનિક કાળની છે. અને તેથી ઇ. સ. ૬૫૦ લગભગમાં થઈ હશે એમ માની શકાય. ગુફાની પડશાલની લંબાઈ ૩૧ ફૂટ અને પહેલાઈ ૧૯ ફૂટની છે. ગુફાની ઉંડાઇ માત્ર ૧૬ ફૂટ છે, તેના આગલા ભાગમાં ચાર ચોરસ થંભો આવેલા છે જે એલીફન્ટાની ગુફાના સ્થભોને મળતા આવે છે. પડશાલના પાછલા ભાગમાં બે ટા સ્થળે છે અને બીજા બે સ્થભ જડેલા છે. એ સ્થંભની પછવાડે એક ખંડ છે જે ઓરડા જેવું છે. આ ખંડની પહોળાઈ સાડા પચીસ ફૂટ અને ઊંડાઈ માત્ર છ ફૂટ છે. એ ખંડથી ચાર પગથી ચડતાં મંદિર આવે છે જેમાં સિંહાસનસ્થ મહાવીરની મૂર્તિ જોવામાં આવે છે. આ મૂર્તિ પાછલી દિવાલ તરફ છે. ચમધારીઓ, શાર્દૂલે, અને મકરનાં મસ્તકે મૂર્તિની બંને બાજુએ જોવામાં આવે છે. પડસાલના બંને છેડે ચાર નાગ સાથે ગૌતમસ્વામીની તેમજ પાર્શ્વનાથની મૂતિઓ છે. પાર્શ્વનાથની મૂર્તિ સાડા સાત ફૂટ જેટલી ઊંચી છે. અને તેની આસપાસ ભકતો નિત્ય મુજબ જોવામાં આવે છે. અંદરના ભામાં તેમની દિવાલ ઉપર તીર્થકરોની આકૃતિઓ હેટી સંખ્યામાં બેસાડવામાં આવેલ છે. ગુફાની નીચે એક મોટું રમણ. સરોવર છે. ગુફાની સામેની ભીંત પર તેમ હરેક ખૂણા પર સિંહે કોતરાયેલ છે. તે સ્થંભ પર સિંહે કોતરવામાં આવેલ છે. ગુફાની બહાર પૂર્વકાર તરફ એક મૃતિ મહાવીરની પર્ઘકાસને છે. - બદામી દક્ષિણમાં વિજાપુર જિલ્લામાં આવેલ છે. ઈ. સ. ની બીજી શતાબ્દિમાં આ સ્થાન ઘણું જ પ્રસિદ્ધ હતું. જેનું વર્ણન ટોલેમી નામના પ્રસિદ્ધ લેખક તેની નેંધમાં કરેલ છે, એ પરથી આ જિલ્લામાં બદા માં ઘણું જ પ્રાચીને થાન છે, એમ જણાઈ આવે છે. અહીં પલ્લવ વંશના રાજ્યકાળના સમયને પ્રાચીન કિલ્લે છે. છઠ્ઠી શતાબ્દિમાં ચાલુકયવંશી રાજા પુલંકી પહેલાએ પલ્લવ પાસેથી અદામાને લઈ લીધું. ત્યારબાદ પૂર્વ તેમ પશ્ચિમ ચાલુકયોએ ઈ. સ. 19૬૦ સુધી અને રાષ્ટ્રોએ ઈ. સ. 19૬૦ થી ૯૭૩ સુધી તેમ કલચુરી અને હાલ વલાને રાજ્યકક્ષોએ ઈ. સ. ૧૧૯૦ સુધી રાજય અમલ કર્યો છે. દેવગિરિના યાદવ રાજાઓને ઇ. સ. ૧૧૯ થી ઈ. સ. ની તેરમી શતાબ્દિ સુધી રાજ્યઅમલ હતો.
- ઈ. સ.ની સાતમી શતાબ્દિમાં જ્યારે ચીની યાત્રી હુએનસાંગ ભારતમાં આવેલ તે વખતે તે બદામીના દર્શને આવેલ તે વખતે અહીં ચાલુકય રાજાઓનો અમલ હતે. તેમ આ ગામનું પુરાતન નામ ‘વાતાપી’ હતું.
બામચંદ્ર જૈન ગુફા પુનાથી આશરે પચીશ માઈલ દૂર અને માકનથી આશરે સાત માઈલ દૂર ખડક
* For a more detailed account, with drawings and it photo graph, see Archaeological Survey of in India Report vol I. P. 25
For Private And Personal Use Only