SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧] ઋન્ય તે વૈધરાજ ! [ ૫૪૧ ] તેમના રાગને હું જરૂર મટાડીશ. ઔષધીઓમાં લક્ષપાક તેલ, ગેાશીષ ચંદન અને રત્નકુંબલ જોઈએ.” Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 આ સાંભળી પાંચે મિત્રાએ વૈદ્યરાજ જીવાન દતે કહ્યું: “ ભાઇ, તું ચિન્તા ન કરીશ, ગમે ત્યાંથી અમે આ વસ્તુ તને લાવી આપીશુ. ભલે ગમે તેવી આકરી કિમ્મત આપવી પડે, ભલે તે મેળવતાં ગમે તેવા પરિશ્રમ કરવા પડે, પણ તને એ વસ્તુ જરૂર લાવી આપીશું.” (૩) અમૂલ્ય વસ્તુઓની શાષમાં મુનિ મહાત્માના દેકને નીરોગી કરવાની સૌને લગની લાગી હતી એટલે વૈદ્ય જીવાન’દે બતાવેલ વસ્તુઓની શોધમાં પાંચે મિત્રો ઉપડયા. અને અનુક્રમે એક મેટા વ્યાપારીતે ત્યાં પઢ઼ાંચ્યા. ત્યાં જઇ કહ્યું: “ અમને એક રત્નકલ, લક્ષપાકતેલ અને ગાશી ચંદન જોઈએ, એ બધાંની શું કિમ્મત છે? ' શેઠે કહ્યું: એ દરેકની એક એક લાખ સેાના મહેારા પડશે.” જોઈતી વસ્તુઓ મળી જવાથી મિત્રા ખુશ થઇ ગયા. તેઓએ કહ્યું:-‘શેડજી તમારે જે કિસ્મત લેવી હાય તે સ્યો.” શેઠ આ સાંભળી ચકિત થયા, તેમણે પૂછ્યું: * ભાઇએ, આટલી મૂલ્યવાન વસ્તુનું તમે શું કરશે ?' મિત્રાએ જવાબ આપ્યા: “આ વસ્તુથી એક તપસ્વી સાધુમહાત્માની સેવા કરીશું, તેમના રોગનિવારણ અર્થે આ વસ્તુઓની જરૂર છે.” શેઠને આ સાંભળી બહુ જ આશ્ચર્ય થયુ. આવી જીવાનીમાં આ દિવાની છે; જુવાનીમાં તા મેાજમઝાહ, વિલાસ અને રમતગમત સૂઝે મહાત્માની સેવા સાંભરે એ તે આશ્ચર્ય જ કહેવાય ! ખરેખર આવુ કા જેવુ છે તેને બદલે આવા યુવાને આવું કાર્યાં કરે! ધન્ય છે તેમની શુભ સંસ્કારતે અને તેમના ધર્મપ્રેમને! ભાવના ! જુવાની તેને બદલે સાધુ । મારે કરવા ભાવાને, તેમના આમ કહી શેઠજીએ તો રત્નકબલ, લક્ષપાકતેલ અને ગાશીષ ચંદન દુકાનમાંથી કાઢી યુવાને આપ્યાં અને સાથે જ કહ્યું: “ભાઇએ, આની કિસ્મત મારે નથી જોતી, હું તે તમને ધન્યવાદ આપું છું કે આવી મુનિભક્તિ કરો છો. ધન્ય છે તમારી જનેતાને અને તમારા સંસ્કારને! તમે પાંચે ભાઇઓએ મને પણ તમારા જ ભાઇ બનાવી ધર્મના ભાગીદાર બનાવ્યા છે એ ભ્રૂણું ઉત્તમ કર્યુ છે.” For Private And Personal Use Only ત્યાર પછી તેા રત્નકબલના દાતા એ શેઠને યે વૈરાગ્ય આવ્યા. તેમણે દીક્ષા લીધી અને તે પરમપદ પામ્યા છે. (૪) મુનિમહાત્માના ઉપચાર રત્નકબલ, ગાશીષ ચંદન અને લક્ષપાક તેલ મળ્યુ એટલે ધ્યે મિત્રો મુનિમહાત્માને
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy