________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૪૦ ]
આ જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
થતા. તેમના મિત્રો પણ તેમના યશના સાથીદાર હતા અને સદાયે અભિન્ન ભાવે દરેક કામાં સહયોગ આપતા હતા.
( ૨ ) મુનિમહાત્માના રોગ
એકવાર વૈદ્યરાજ જીવાનને ત્યાં તેમના પાંચે મિત્રોની મ`ડળી જામી હતી. મધ્યાહ્ન સમય થયેા હતો. તે વખતે એક તપસ્વી સાધુ મહાત્મા ગૌચરી માટે પધાર્યા, તેમના લલાટ ઉપર જ્ઞાન અને ચારિત્રનુ એજસ ચમકી રહ્યું હતું. શરીર રાજકુમાર જેવું સુામળ અને મનહર હતું. વૈદ્યરાજ જીવાનદે પોતાને ત્યાં પધારેલા તપસ્વી સાધુ મહામાને પ્રેમ અને ભક્તિથી નમન કર્યું. બધાય મિત્રોએ તેમનું અનુકરણ કર્યું. તપ અને ત્યાગની મૂર્તિ એ સાધુ મહાત્માના શરીરમાં કોઈ ભયંકર રાગે ઘર કયુ હતુ, આ વસ્તુ રાજકુમારે તરત જ જોઇ લીધી. રાજકુમારે સાધુ મહાત્માના પૂર્વ પરિચય મેળવ્યેા.
શમસામ્રાજ્ય
તેણે જાણ્યુ કે તપ અને ત્યાગની મૂતિ સમા આ સાધુ પોતાના જેવા જ એક રાજપુત્ર અને પૃથ્વીપાલ રાજાના પુત્ર ગુણાકર નામે રાજકુમાર હતા. મહાન સામ્રાજ્યને તણખલા સમાન જાણી તેને છોડી તે ચાલી નીકળ્યા હતા. સર્પ કાંચળીને ત્યજે તેમ તેમણે નિમત્વ ભાવે બધુ... છેડવાની સાથે જ, શરીર પરની મમતા પશુ ત્યજી હતી. ખૂબ આકરાં તપ કરી શરીરને દસ્યું હતું. બાહ્ય રાજ્ય હજી પ્રાપ્ત કર્યુ હતુ, મુનિવર ક્ષમાના ભડાર હતા. નિરીહ ભાવે સ્કુપા જે મેળવ્યું તે લઈ શરીરને ભાડુ આપતા. આખરે શરીર તે પુલના જ પુજ હતું અને તેમાં પરિવર્તન થયુ. શરીરમાં કૃમીઓએ કર કર્યું, કુષ્ઠ રોગ થયા અને તેનુ વિષ લાહી, માંસ અને હાડકાં સુધી ફેલાઈ ગયું. છતાંયે ક્ષમાનિધિ મહાત્માને રોગનિવારણ અર્થે ઉપચાર કરવાનુયે મન ન થતું. ખરેખર, મુમુક્ષુ જીવાને શરીરની અપેક્ષા નથી હાતી, તેની રક્ષા માટે તે કદી યાચના નથી કરતા.
વૈદ્યરાજે પોતાના ધરે આવેલા મહાત્માને ભક્તિથી અન્નપાન વ્હારાવ્યાં; પછી રાજપુત્ર મહીધરે પોતાના મિત્ર વૈદ્ય છવાનંદને હસતાં હસતાં ટાણા મારતાં કહ્યું: ‘ભાઈ છવાનંદ, તું તે। જગપ્રસિદ્ધ વૈદ્ય છે, તને રાગ પારખવાનુ સુંદર જ્ઞાન છે, સારી સારી દવાઓ તારી પાસે છે, અને ચિકિત્સાનુ કૌશલ તારામાં છે. ખામી છે માત્ર દયાની. વેદ્ય તે વૈશ્યા રાકડાં નાણાંની જ વાત કરે, ગમે તેવા પરિચિતનીયે શરમ ન રાખે! તારા જેવા વિવેકીએ એકલા અર્થના દાસ થવું ઉચિત નથી. થાડા પણ ધર્મ સભાળ. તારી અપૂર્વ નિદાનશકિતને અને તારા વૈદ્યકના આટલા બધા પશ્રિમને ધિક્કાર છે. હારા આંગણે આવેલા આવા સુપાત્ર મુનિ મહાત્માના રાગને તું ન મટાડે તે શુ કામના ? ’’
વૈદ્ય વાનન્દે પોતાના મિત્રના પરિહાસને જવાબ પરિહાસથી જ આપ્યા અને સાથે જ કહ્યું: “ ભાઈ રાજપુત્ર, હું બધું જાણું છું. આવા મુનિ મહાત્માની મારે વા કરવી જ જોઇએ. પરન્તુ શુ કરું ? લાચાર છું. મારી પાસે તેમના રાગને શાન્ત કરે એવાં ઔષધા નથી. ઔષધ મળે એટલી જ વાર છે. મને ખાત્રી છે કે એ ઔષધ મળતાં
For Private And Personal Use Only