________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય તે વૈદ્યરાજ!
અને
ધન્ય તે મિત્રો!
[ આ બૌદ્ધ સાહિત્યની જાતક કથાઓ વાંચી ઘણા યુવાને વિચારે છે કે શ્રી તીર્થકર દેના પૂર્વજોની આવી કથાઓ હશે ખરી ? એથી યે વધી જાય તેવી સરસ, રોચક અને ઉપદેશપ્રદ કથા. જૈન શાસ્ત્રોમાં વિપુલ પ્રમાણમાં છે. શ્રી તીર્થકર દેના પૂર્વભવની એ કથાઓનો સંગ્રહ થાય તે ઘણા મુમુક્ષુ યુવાનના આત્માની ભૂખ ભાંગે અને આત્મસ તેષ થાય તેમ છે. આજે એવી જ એક કથા અહીં રજુ કરવામાં આવે છે.]
(૧) છ મિત્રો ભગવાન શ્રી ઋષભદેવજીના નવમા ભવની આ કથા છે.
ભગવાન શ્રી ઋષભદેવજીનો જીવ સમ્યકત્વ પ્રાપ્તિ પછી ઉચ્ચ ગતિમાં ફરતો ફરતે નવમા ભવમાં આ જંબુદ્વીપના વિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનંદ રૂપે અવતર્યો હતો. છવાનંદને પાંચ મિત્રો હતા; એક રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહ પુત્ર પૂર્ણભદ્ર, શ્રેષ્ઠીપુત્ર ગુણાકર અને પાંચમો મિત્ર પણ શ્રેષ્ઠીપુત્ર છે જેનું નામ કેશવ' હતું.
આ છયે મિત્ર રોજ સાથે જ રહેતા, ફરતા, બેસતા અને સાથે જ રમતા હતા. એકબીજાને ઘેર રેજ મળતા. જાણે એકમાના જયા સગા છ ભાઈઓ જ હોય તેવી જ રીતે તેમને વ્યવહાર ચાલતો હતો. તેમને આપણને પ્રેમ-સ્નેહ અને તેમના ગુણે બધાને આકર્ષતા. આમાં વૈદ્યપુત્ર છવાનંદે પોતાના પિતાને આયુર્વેદનો ધંધે અપનાવ્યો અને તેમાં પૂરેપૂરી કુશળતા મેળવી. અને એ ધંધાને પૂર્ણપણે વિકસાવવા જવાનંદે વૈદ્યકનાં અષ્ટાંગનો અભ્યાસ કર્યો. જીવાનંદની ચિકિત્સાશક્તિ ઉત્તમ ગણાતી, તેમનું નિદાન ચોક્કસ મનાતું અને તેમની દવાઓ અચૂક ગણાતી. એવો કોઈ રોગ હેતે જેની પરીક્ષા જવાનંદ ન કરી શકે, એવી કોઈ ઔષધી ન હતી જેનાથી છવાનંદ અપરિચિત હોય અને એવી કઈ જડીબુટી ન્હોતી જે જીવાનંદના હાથે ન ચઢી હોય ! વૈદ્યકની આવી નિપૂણતાની સાથે જ વૈદ્યને યોગ્ય ઔદર્ય, સદાચાર, ગાંભીર્ય, દયાળુતા, નમ્રતા, વિનય, પરેપકાર આદિ ઉત્તમ ગુણ તેમનામાં ભર્યા હતા. એ વૈદ્યરાજને લેભાને સ્પર્શ થયો ન હતો, માન તેમની પાસે નહોતું ફરકતું, ગરીબ, દીન, દુઃખી અને અનાથેની સેવા કરવામાં તેઓ કદી પાછી પાની ન કરતા. પ્રાણીમાત્રની સેવા એ તેમને પરમ ધર્મ હતો. તેમને આત્મધર્મ વતરાગદેવના સિદ્ધાન્ત ઉપર દઢ હતા. તેઓ પ્રાણસેવા કરવા સાથે જ બીજી ધર્મક્રિયાઓને કદીયે બાધા ન આવવા દેતા. આખા નગરમાં તેમના ધર્મ પ્રેમ અને સેવાભાવના વખાણ
૧ આ પાંચમો મિત્ર પૂર્વભવમાં પણ છવાનંદને મિત્ર હતા.
For Private And Personal Use Only