________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૨].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
શોધવા નીકળ્યા. ત્યાગ અને તપના અવતાર સરખા મુનિમહાત્માં એક ઝાડ નીચે મેરૂની જેમ અટલ ધ્યાનમાં ઊભા હતા. તેમને નમસ્કાર કરી પ્રેમ અને ભક્તિથી છવાનંદ બોલ્યાઃ “પ્રભે ! ક્ષમાનિધાન, આજે આપના ધર્મકાર્યમાં વિધ્ય કરવા આવ્યા છીએ, માફ કરજે. આપની ભક્તિ કરવાની અમને રજા આપ !” .
વૈદ્યરાજ છવાનંદે પિતાનું કાર્ય શરૂ કર્યું, તેમજ પોતાની પાસે એક તાજી મરેલી ગાયનું મડદુ પણ મંગાવી રાખ્યું. મિત્રોએ ખૂબ ઉત્સાહથી ગશીર્ષ ચંદન ઘસવા માંડ્યું; અને મિત્રનું કાર્ય જોવા માંડયું.
છવાનંદે પ્રથમ આખા શરીરે લક્ષપાક તેલ ખૂબ સારી રીતે ચળ્યું. તેલ ખૂબ મરમ હતું, થોડીવારમાં મુનિરાજને મૂછ આવી અને અંદર રહેલા રેગના કીટાણુઓ ખદબદવા લાગ્યા.
આખા શરીરમાં ભયંકર વેદના થવા લાગી; કીટાણુઓ બહાર નીકળવા લાગ્યા; એટલે રત્નકંબલ મુનિરાજના શરીર પર ઓઢાડયું. શરીરના કીડા એ રત્નકંબલમાં ભરાઈ ગયા, પછી ધીમે રહીને રત્નકંબલ ઉપાડી લીધું અને મરેલી ગાયના શરીર ઉપર મૂક્યું. બધા જીવડા રત્નકંબલમાંથી નીકળી તે શરીરમાં ગયા.
મુનિરાજના શરીરમાં દાહ થઈ રહ્યો હતો એટલે ગોશીષ ચંદનને લેપ કરી તક પહોંચાડી.
શરીરમાં ઠંડક પહોંચી, શરીરમાં ઉપરની ચામડીમાંથી રોગના કીટાણુઓ નીકળ્યા પણ રોગ હજી ડો હતો એટલે પુનઃ લક્ષપાક તેલ ખૂબ સારી રીતે ચળ્યું, જે અંદરના માંસ સુધી પહોંચી ગયું. તેલની ગરમી લાગતાં જ રોગના કીટાણુઓ ખદબદવા લાગ્યા; અને બહાર દેખાવા લાગ્યા. રૂંવાડે રૂંવાડેથી કીટાણુઓ ઉખળ્યા; એટલે ફરીથી રત્નકંબલ ઓઢાડયું. અંદરના જીવડા પુનઃ ઉપર આવ્યા અને રત્નકંબલમાં ચઢી ગયા. થોડીવાર પછી રત્નકંબલ ઉપાડી ગાયના મડદા ઉપર ઓઢાડયું. એ છે પણ એ મડદામાં જ પિઠા. શરીરમાં કાળી બળતરા થઈ રહી હતી, વેદનાને પાર ન હતું, પરંતુ મુનિ મહાત્મા પરમાત્મધ્યાનમાં લીન હતા. કરેલાં કર્મો જીવ ભગવે છે, પછી આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી શું લાભ ! આમ વિચારી મેરૂની જેમ અટલ રહી વેદના ભોગવી રહ્યા હતા. વૈદ્યરાજે ગશીર્ષ ચંદનને લેપ કરી શાંતિ–ઠંડક પહોંચાડી. વળી ત્રીજીવાર લાપાક તેલ મસળવા માંડયું. રોગના કીટાણુ ઠેઠ હાડકે હાડકે પહોંચી ગયા હતા. શરીર નીરોગી કરવા તેમને બહાર કાઢ્યા સિવાય ચાલે તેમ ન્હોતું. તેલની અસર થઈ કે અંદરના કીડા ખળભળ્યા. બધાય જ્યાં બહાર દેખાય કે રત્નકંબલ શરીરપર ઓઢાડવું, અંદરના કીટાણું બંધાય તેમાં ચેટી ગયા એટલે રત્નકંબલ ઉપાડી લઈ મૃતક ગાય ઉપર નાંખી પુનઃ ગોશીપચંદનને લેપ આખા શરીરે કર્યો. શરીરમાં ઠંડક પહોંચી. ત્યારપછી સરોહણી ઔષધીથી શરીરનાં બધાં છિદ્રો ઠીક કરી શરીર નીરોગી બનાવ્યું. શરીર નરેગી થતાં તેનું અસલ સ્વરૂપ દેખાયું. જાણે સાફ કરેલું સુવર્ણ હોય તેવો ઉજજવલ દેહ દેખાય. વૈદ્યરાજ છવાનંદે અને તેમના મિત્રએ મુનિમહારાજને ખમાવ્યા, અવિનય અશાતના માટે ક્ષમા માંગી, મુનિરાજે પણ
For Private And Personal Use Only