________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
મૃત્યુંજય મંત્રીશ્વર
[ ૨૯૧.]
સ્વજનેની આંખમાં આંસુ ઊભરતાં હતાં!.
મંત્રીશ્વર મૂતિની જેમ પડ્યા હતા, છતાં કઈ કઈવાર તેમનું ભાન જાગ્રત થઈ આવતું હતું. એક વખત તેમણે આંખે ઉઘાડી ચારે તરફ જોઈ લીધું. પોતાના સ્વજને અને સુભટને ઉદાસ જોઈ, જાણે તેમને સાંત્વન આપતા હોય તેમ પિતાનું બધું બળ એકઠું કરી એ બલવા લાગ્યા. * “ તમે સૌ આમ ઉદાસ શું બને છો? સંગ્રામમાં સામી છાતીએ ઘા ઝીલી, સંગ્રામને છતી, વીરગતિને પામવી–એના કરતાં વધુ ઉત્તમ મૃત્યુ એક યોદ્ધા માટે બીજું કયું હોઈ શકે ? છેવટે તો આ શરીર નશ્વર જ છે. એના માટે દુઃખ શું લગાડવું? તમે સૌ પરમાત્માનું ધ્યાન ધરે ! મને પરમાત્માનું નામ સંભળા, જેથી મારે આત્મા બીજા વિચારમાં ન ચડતા ધર્મભાવનામાં લીન થાય. ઓ અરિહંત તારું શરણ!”
મંત્રીશ્વર જાણે પોતાના કાળને ઓળખી ગયા હતા. . ધીમે ધીમે મંત્રીશ્વરની શક્તિ ક્ષીણ થતી જતી હતી. હવે તે બોલવું પણ અશકય જેવું થઈ પડ્યું હતું. છતાં તે પિતાની ભાવનાને ધમમગ્ન રાખવા મથતા હતા.
પાસે બેઠેલ માણસ ધર્મ સંભળાવતો હતો. “અરિહંતનું શરણ હ! સિદ્ધ પરમાત્માનું શરણ હજ! સાધુમુનિરાજનું શરણુ હ! કેવળી પરમાત્માના ધર્મનું શરણ હજો !”
મંત્રીશ્વરની વેદના વધતી જતી હતી. સૌને લાગતું હતું કે ક્ષણ બે ક્ષણમાં આ પ્રાણ શિડી જવા જોઈએ. પણ, મંત્રીશ્વરનું અંતર, જાણે કોઈ વાસના બાકી રહી ગઈ હોય એમ, બેચેન થઈ ઊઠતું હતું. વારંવાર તે આમથી તેમ આળોટતા હતા. આટલી ભયંકર વેદના છતાં તેમના પ્રાણ કઈ રીતે નીકળતા ન હતા..
અનુભવીઓને લાગ્યું કે જરૂર મંત્રીશ્વરના દિલમાં કોઈ વાસના રહી ગઈ છે. તેમણે પૂછું:
મંત્રીશ્વર, આપના આત્માને શાંત કરો! આપને શાંતિ મળે ! આપને અધૂરી રહેલી કઈ વાસના પજવતી હોય તે જણ, અમે તે પૂરી કરીશું. જેથી આપના આત્માને શાંતિ મળશે.”
જાણે પિતાના અંતરમાં ઊંડે ઊંડે કાઈ બોલતું હોય તેમ મંત્રીશ્વરે આ શબ્દો સાંભળ્યા અને જેને અનુભવિઓ મરણઓસાર (મૃત્યુ સમયનું છેલ્લું ઓજસ) કહે છે તે મંત્રીશ્વરના મુખ ઉપર ચમકી ઊઠે. તેઓ બોલી ઊઠયા “ મારે સંસારની કશી વાસના બાકી નથી. હું સુખી છું. મારા પુત્ર કે પૌત્રામાં મારે જીવ નથી વળગે. મને તે માત્ર એક જ વાત સાલે છે કે તીર્થાધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર કરવાની મારી પ્રતિજ્ઞા અધૂરી રહે છે. એ પ્રતિજ્ઞા પૂરી થાય તે પછી મને કશી અશાંતિ નહીં રહે. હું સુખ-આનંદપૂર્વક મૃત્યુ પામીશ. મારી સદ્ગતિ થશે !”
. મંડલેશ્વર બેલ્યા “મંત્રીશ્વર ! આપને અશાંત થવાનું કશું કારણ નથી, આપને અમારે કેલ છે કે આપની એ અધૂરી પ્રતિજ્ઞા આપના ધર્મપરાયણ પુત્રો વાગભટ અને આમૃભટ અવશ્ય પૂર્ણ કરશે. તેઓ તીર્થાધિરાજ શત્રુંજયને ઉદ્ધાર જરૂર કરશે. હવે આપ શાંત થાઓ.”
આ સાંભળી મંત્રીશ્વરનું અંતર શાંત થઈ ગયું. હવે તેઓ ફરી ધર્મ સાંભળી ચાર
For Private And Personal Use Only