________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૯૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭
શરણાની વિચારણામાં મગ્ન થયાં. ફરી એક વાર એમને થયું: અરિહંત, સિદ્ધ, સાધુ અને ધમ એ ચારમાંથી ધમ મારી પાસે છે. અરિહંત અને સિદ્ધ ઉપલબ્ધ નથી. જો કાઈ મુનિરાજનાં દર્શન થાય તે મારું સાચું કલ્યાણ થાય. અને તેમણે પેાતાનેા આ વિચાર મંડલેશ્વરાને કહી સંભળાવ્યેા.
મડલેશ્વરાએ વિચાર્યું: સમય થાડા છે અને અત્યારે મુનિરાજ મળવા મુશ્કેલ છે એટલે તેમણે એક સેવકને સાધુને વેષ પહેરાવી નકલી સાધુ બનાવી મંત્રીશ્વર આગળ ઊભા કર્યાં અને મુનિરાજ પધાર્યાંની વાત મત્રીશ્વરને કહી.
મત્રીશ્વરે સમગ્ર શક્તિ એકત્રિત કરી પેાતાનાં નેત્રા ઉઘાડવાં અને મુનિરાજના ચરણે પેાતાનું મસ્તક નમાવ્યું. મુનિરાજે મત્રીશ્વર ઉપર ધલાભની અમી વર્ષાવી તેમને શાંત કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે જાણે કૈાઈ વાસના બાકી રહી ન હોય એમ મંત્રીશ્વરની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ અને મંત્રીશ્વરનું શરીર મુનિરાજના ચરણુ આગળ પથારીમાં ઢળી પડયું. મંત્રીશ્વરને આત્મા સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયા.
સ્વજનેાની આંખામાં આંસુ ઉભરાયા.
દેવતાઓએ વિજયદુભિ બજાવ્યાં.
મૃત્યુંજય મંત્રીશ્વરનનું મૃત્યુ અમર થઈ ગયું !
ઇતિહાસના પાને આ કથા વિક્રમ સંવત ૧૨૦૯માં નોંધાઈ છે.
[ પ ]
નક્કી સાધુ : પાસના સ્પર્શે` લાહુ સુવર્ણ અન્ય
પેલા નક્કી સાધુએ શું કર્યું એ પણ જરા જોઈ લઈએ.
મંત્રીશ્વરની અત્યક્રિયા કરી સૌએ પાટણ તરફ પ્રયાણ કર્યું. પેલા સેવકને વેષ ઉતારીને સાથે ચાલવા સહુએ કહ્યું, પણ જાણે વેષપલટાની સાથે એનું મન પણ બદલાઈ ગયું હોય એમ તેણે મુનિવેષને ત્યાગ કરવાને ઇન્કાર કયા.
તેને થયું : જેનું શરણું સ્વીકારીને મંત્રીશ્વરે અમર ધામ મેળવ્યું તે મુનિપણું સહજ મળ્યા પછી એને ત્યાગ કરવાની મૂર્ખતા કાં કરું ? જે સહજ મળી આવ્યું છે તેના ઉપયેગ કરી મારા આત્માને ઉદ્ધાર કાં ન કરું?
અને તેણે મુનિવેષે આગળ વિહાર કર્યાં.
૪ ‘પ્રમ’ધચિંતામણિ’ના આધારે,
ઇતિહાસ કહે છે કે તે મુનિવરે મહાતીર્થ ગિરનાર ઉપર જઈ અનશન સ્વીકારી પેાતાના આત્માના ઉદ્ધાર કર્યાં. ધન્ય એ મુનિવરને ! ×
—તિલાલ દીપચંદ દેસાઇ
For Private And Personal Use Only