________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૯૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
મંત્રીશ્વર સંગ્રામ ભૂમિ પર પહોંચી ગયા, તેમણે ત્યાંની બધી પરિસ્થિતિનું અવલેકન કર્યું. તેમણે જોયું કે સઉંસરની જેટલી ઉપેક્ષા કરી હતી તેટલે નિર્બળ તે ન હતો. વાત કરવામાં એને શિકસ્ત આપવાની એમની ગણત્રી બરાબર ન હતી. તેણે મહારાજા કુમારપાળના સૈન્યને તબાહ પોકરાવી હતી. મંત્રીશ્વર યાત્રા કરીને પાછા ફરે એટલી વારમાં તે સૈન્યમાં નિરાશાના આછી-પાતળા રંગો બેસવા લાગ્યા હતા. એ રંગો પરાજયની ઘેરી કાલિમામાં ક્યારે પલટાઈ જાય એ કહી શકાય એમ ન હતું. વિચક્ષણ મંત્રી બધી પરિસ્થિતિ ક્ષણવારમાં સમજી ગયા. અને તેનો ઉપાય તેમણે તત્કાળ કર્યા.
દુશમનના ધસારાથી ત્રાસીને હારતું–પાછાં પગલાં માંડતું સૈન્ય પિતાના સેનાપતિને મરણિય સંગ્રામ ખેલત જોઈને ફરી ઉત્તેજિત થઈ જાય છે; એનું ઓસરતું ઓજસ અને નબળા બનતી હિમ્મત ફરી જાગૃત થઈ જાય છે અને એ પિતાની સમગ્ર તાકત એકત્રિત કરી સંગ્રામને જીતી જાય છે
મંત્રીશ્વરે જોયું કે-હવે જાત બચાવીને સંગ્રામ છતે શકય ન હતો. હવે તે જાત બચાવવાના મેહના બલિદાનમાંથી જ સંગ્રામ જીતવાની શક્તિ આવવાની છે. એટલે તેમણે જાતે સંગ્રામમાં ઉતરવાનો નિર્ણય કર્યો. તેમણે પિતાને સામાન્ય વેષ તજી સંગ્રામઉચિત વિષ ધારણ કર્યો અને એક અણનમ વીરની જેમ એ પિતાના સૈન્યની સામે આવીને • ઊભા રહ્યા.
પિતાના સેનાપતિને જોઈને સેનામાં નવું જોમ આવ્યું. જાણે બુઝાતા દીપકમાં અખૂટ તેલ પૂરાયું.
ફરી સંગ્રામ શરૂ થશે. મંત્રી ઉદયન ચારે તરફ ઘૂમવા લાગ્યા. જ્યાં તેમને હાથ પડતો ત્યાં દુશ્મનો ત્રાસી ઊઠતા. તીર્થાધિરાજની યાત્રાથી જાણે જીવવાની મેહમમતાને ત્યાગ કર્યો હોય એમ તે જરાય મચક આપ્યા વગર લઢયે જતા હતા. પિતાના શરીર ઉપર શી રીતે છે એની તેમને ખેવના ન હતી; તે તો ફક્ત એટલું જ વિચારતા હતા કે દુશ્મન કેટલા નાશ પામે છે. વિજય કેટલે નજદીક આવતા જાય છે. આ ઓસરતી ઉમ્મરે ક્યાંક પરાજયની કાલિમા ન લાગી જાય એની જ એમને ફિકર હતી ! . . સૈન્ય પણ છવ પર આવીને સંગ્રામ ખેલી નાખે. અને જોતજોતામાં હારેલી દેખાતી લડાઈ જીતમાં ફેરવાઈ ગઈ. આખું સૈન બોલી ઉઠયું મહારાજા કુમારપાળનો જય ! - પણ આ વિજય સસ્ત નહેતે પડ્યો. એને ખરીદવા માટે મંત્રીશ્વર ઉદયને મરણતેલ ઘા સહન કરવાનું મહામૂલ્ય આપ્યું હતું. સંગ્રામની જીતના વિજય ડંકા બજતા હતા ત્યારે મંત્રીશ્વરનું શરીર ઘાયલ થઈ જમીન પર ઢળી પડયું હતું.
મંત્રીશ્વર પિતાની આકરી કસેઢીમાં પાર ઉતર્યા હતા. સૈનિકે મંત્રીશ્વરને શિબિકામાં બેસારી શામિયાણામાં લઈ ગયા.
[૪]
મૃત્યુંજય મંત્રીશ્વર મંત્રીશ્વર ઉદયન મરણતેલ ઘાયલ થયા હતા. એમના બચવાની આશાનું એકે કિરણ દેખાતું ન હતું. મંડલેશ્વર, સામંત, સુભટ અને સ્વજને સે મંત્રીશ્વરની આસપાસ-પથારી પાસે બેઠા હતા. સૌનાં મન ઉદ્વિગ્ન હતાં.
For Private And Personal Use Only