________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪૩
મૃત્યુંજય મંત્રીશ્વર
[ ૨૮૯ ]
મંત્રીશ્વર ઉપર પહેાંચ્યા. હ`પુલકિત હૃદયે પરમપાવન પરમાત્મા યુગાદિદેવને વંદન કર્યું. ભક્તિસભર હૃદયે પરમાત્માની સેવા-પૂજા કરી. અને મેધડી વિશ્રાંત બની રગમંડપમાં ધ્યાન મગ્ન બન્યા, જાણે અંતરનાં ચક્ષુ આત્માની શોધ કરતા હતાં !
થોડાક સમય શાંતિમાં પસાર થયે, મંત્રીશ્વર વધુ ધ્યાનમગ્ન થયા !
પણ એ ધ્યાન કરતાં ય કાઇક વધુ મહત્ત્વની વસ્તુ બનવાની હોય એમ થાડાક ખડખડાટ થયા અને મ ંત્રીશ્વરની ધ્યાનનિદ્રા લુપ્ત થઇ ગઇ. મત્રીશ્વરે કમળપાંખડીની જેમ પેાતાનાં બંધ કરેલ તેત્રા ઊધાડયાં, અને ચારે તરફ ફેરવ્યાં અને મેાટી અજાયખી વચ્ચે મંત્રીશ્વરે જોયું કે એક મુષકરાજ પૂજાના દીપકમાંથી એક સળગતી દીવેટ લઇને પેાતાના બિલ તરફ દોડી રહ્યો હતા અને મંદિરના રક્ષકા અવાજ કરીને એની પાસેથી એ સળગતી દીવેટ છેડાવી રહ્યા હતા. ભયભીત બનેલ ઉદર દીવેટ મૂકીને બિલમાં પેસી ગયે!! અને મંદિરના રક્ષકા, જાણે રાજા–રાજ બનતી, કાઇ પણ પ્રકારની વિશેષતા વગરની સાવ સામાન્ય ઘટના બની ગઇ હેાય એમ, પેાતાના કામે વળગી ગયા.
પણ મંત્રીશ્વર ઉદયનનું મન માનતું ન હતું. તેમના મન આ કાઈ સામાન્ય ઘટના ન હતી, એ ઘટનાને વિસરી જવી એમને માટે શકય ન હતું. તેમને થયુંઃ તીર્થાધિરાજ ઉપરનું યુગાદિદેવનું આ મદિર અત્યારે લાકડાનું બનેલું છે. આ રીતે ઉંદરા જો સળગતી દીવેટા લઈ બીલમાં પેસી જતા હાય તા, સાચે જ, કાઇક દિવસ મંદિરના આગના તાંડવથી નાશ થવાને !
અને આ કલ્પના માત્રથી મંત્રીશ્વરનું હૃદય કકળી ઉઠયું ! મહારાજા કુમારપાળ જેવા પરમા ત રાજવી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યાં જેવા સમર્થ ધ`ગુરુ અને અઢળક સંપત્તિના ધણી અમારા જેવા અરિહંતના ઉપાસક મંત્રીએ હયાત હાવા છતાં આ પરમ પાવન તીર્યને આંચ આવે તે કેટલું ામ ભરેલું ગણાય !
66
અને તત્કાળ મંત્રીશ્વરે ઊભા થઇ પરમાત્મા યુગાદીદેવની સમક્ષ પ્રતિજ્ઞા કરી કેઆ તીર્થાધિરાજને છÍદ્ધાર ન કરું ત્યાં સુધી મારે એ વખત જમવું ન ઘટે; આજથી મારે અહર્નિશ એકાશન વ્રત રહેશે. આ કાષ્ટમય મંદિરના ઉદ્ઘાર કર્યાં પછી મારા વ્રતનું પારણું થશે. અનન્તવી` પરમાત્મન્ ! મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનું સામર્થ્ય અપ'જો !
સંગ્રામ માટે નીકળેલ મંત્રીશ્વરને વઢવાણમાં એકાએક તીર્થાધિરાજની યાત્રા કરવાની થઈ આવેલ ભાવનામાં જે મહાન સંસ્ક્રુત સમાયે। હતા તે જાણે. આ ઉંદરની ઘટનાથી પૂરા થયા હતા.
તીર્થાધિરાજના ઉલ્હારના પ્રતિજ્ઞા કરી મંત્રીશ્વરે સગ્રામ તરફ પ્રયાણ કર્યું. મત્રીશ્વરને આત્મા આનંદમાં ઝોલા ખાતે હતેા.
દૂર દૂર નાં સરાવરમાં કમળા ખીલી રહ્યાં હતાં !
[3]
સગામ : મંત્રીશ્વરની કસોટી
મત્રીશ્વર પુરપાઢ સડેંસરના યુદ્ધ તરફ આવી રહ્યા હતા. સંગ્રામ જીતવાના ભાર પેાતાના શિરે છે એ વિચારે વૃદ્ધ મંત્રીશ્વરને થાક અને આરામને વિસરાવી દીધા હતા. હવે એમની નાડીમાં વીર ચાદ્દાને છાજતી સંગ્રામની ભાવના ધળકી રહી હતી.
For Private And Personal Use Only