________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૭ સમકાલીન હતો. અને સબાર મસાઉદને શત્રુ હતો. મી. બેનેટે આ રાજ્યનું કુટુંબ જૈન હતું તેમ જવેલ છે. જેન રાજા સુહિલધ્વજે સૈયદ સાલારજગ સામે કરેલી ચઢાઈ
રાજા સુહધ્વજ યાને સુહિલધ્વજ શ્રાવસ્તિના જેન રાજાઓમાં છેલે રાજા હતા, તેણે ગૌડાથી પૂર્વ અને દક્ષિણ દિશાથી બાર માઈલના અંતરે આવેલ “નરાવજ” ખાતેની મહાન લડાઈમાં સૈયદ સાલારજંગને હાર આપી તેને મારી નાખેલ હતો. આ રાજાને સહધ્વજ નામથી ઓળખાવે છે. (ર્ડા. કૂહરરઅવધ ગેઝેટીઅર વૅલ્યુમ ૨ પૃષ્ઠ ૩૦૮). પરંતુ ખરી રીતે તેનું નામ સુહિલધ્વજ હતું. આ રાજાના ચાલીસ વર્ષ બાદ અહીંના જૈન રાજ્યવંશનો નાશ થએલ. તેમ તે પછીના કેટલાક સમય પછી આ શહેરનો નાશ થએલ. ત્યારથી આ પુરાતન સ્થાનને સહેટ મહેટ નામથી ઓળખાવવામાં આવે છે. (ડ. કૂતરર અવધ ગેઝેટીઅર વૅલ્યુમ ૩, પૃષ્ઠ ૨૮૩–૨૮૪).
એમ કહેવાય છે કે–સહેટ-મહેટના જેન વંશમાંથી ગોરખપુરની રાત્પી નદી ઉપર મનગઢ ના ડોમનો ઉદય થયો, એ જ વંશમાં પ્રસિદ્ધ રાજા ઉગ્રસેન થઈ ગયા જેઓએ ડેમરિડીહ” નામના નગરને વસાવેલ, પરંતુ વર્તમાનમાં તે નગર ફક્ત એક ટીલાના આકારે રહેલ છે, જે ગૌડાથી ફેજાબાદ જતી સડક ઉપર આવેલ છે. જેન રાજાઓના સંતાન
* કનોજમાં બૌદ્ધધર્મના રાજાઓના વંશના અંત પછી થારૂઝ Tharus નામના લેકે ડુંગરીઓમાંથી નીકળી આવ્યા અને અયોધ્યામાં વસવાટ કર્યો. બદ્રીનાથ યાને બદ્રીનારાયણના આસપાસના પર્વતોમાંથી રાજનગરના રાજ્યકર્તા શ્રીચંદ્રને ઉપરના દૂર રહેલ બૌદ્ધ લેકેએ બોલાવ્યા. રાજા શ્રીચંદ્ર થાૐ લેકેને પાછા કાઢી મૂક્યા, અને ઉત્તર તરફ કૂચ કરતાં ચંદ્રાવતીપુર (શ્રાવસ્તિ) જે હાલ સહેટ-મહેટ કા કીલ્લાને નામથી ઓળખાય છે તે શહેર તેઓએ વસાવ્યું. રાજા શ્રી ચંદ્રનો પૌત્ર જેમણે મુસલમાનોને લડાઈમાં હરાવેલ છે તેમનું પ્રખ્યાત નામ સુહિલદલ છે. ત્યારબાદ થોડા સમય પછી કનોજના રાજા ચંદ્રદેવ સોમવંશીએ સહેટ-મહેટ જીતી લીધું. અને સુહિલદલના કુટુંબના સૂર્યવંશી રાજાઓના સંતાન સીમલા તરફ ચાલી ગયા કે જ્યાં તેમના વંશજે અત્યારે પણ હયાતી ધરાવે છે. રાજા સુહિલદલના કુટુંબીઓ જેનધર્મને માનનારા હતા.
લેસન નામના વિદ્વાનને જણાવ્યા મુજબ કનોજના પાછળના સમયના રાજ્યકર્તાના વંશના વૃત્તાંતમાં એક શિલાલેખનું વર્ણન આવે છે. આ શિલાલેખમાં રાજા શ્રીચંદ્રદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે-રાઠોડ વંશના પહેલા રાજા કે જે ઈ. સ. ૧૦૭૨ માં ગાદીએ આવ્યા તેઓ કેસલ (શ્રાવસ્તિ) અને અયોધ્યા નામથી પવિત્ર સ્થાનના સંરક્ષક બન્યા.
ઉપર મુજબ ત્રણ વૃત્તાંતો આપણી પાસે છે તે રીતેની તુલના જુદાં જુદાં અનુમાનમાંથી જણાઈ આવે છે. ( ઈન્ડીયન એન્ટીક્યુરી વોલ્યુમ ૨ પૃષ્ટ ૧૨-૧૩ )
શ્રાવતિના સંશોધનકાર્યમાં વધારાનાં પુસ્તકે.
1. A. Fuhrer-The Monumental Antiquities and Inscriptions in the North -Western Provinces and Oudh. (Archeological Survey of India, New Series Vol. 11) Allahabad, 1891.
2. W. W. Hunter.-The Imperial Gazetteer of India. Second edition Vol. XII. 1885–57,
& W. C. Benett. Note connected with Sahet-Mahet, Indian Autiquary Vol. 2 P. 12-13.
For Private And Personal Use Only