________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ]
શ્રાવતિ
[ ૨૮૧]
પેઠે માથાના વાળાને જ ખંભા સુધી લટકત છે. મૂર્તિના ઉપરના ભાગમાં એક વિચિત્ર આકૃતિ ઢોલ વગાડતી હોય તેવી રીતે સૂતેલી જણાઈ આવે છે. મૂર્તિની બંને બાજુએ બે ચેપદારે વાજિત્ર સહિત ઊભેલા છે. આસનને બાકીનો ભાગ ચાર લાઈનમાં નાના આકારે ધ્યાનમુદ્રામાં બેઠેલ વીશ તીર્થંકરથી જણાઈ આવે છે. ત્રીજી લાઈનની આગળ બે હાથીઓ કમળમાં ગોઠવેલા અને તેમના ઉપર બબે માણસો બેઠેલા એવી આકૃતિઓ દેખાવ આપે છે. હાથીઓ મધ્યમાં આવેલ આકૃતિઓના મથાળાના ભાગ તરફ જણાય છે. - આ સિવાય નંબર ૨ ની મૂર્તિ પણ શિલ્પકળાના નમૂના રૂપ છે. આ બન્ને મૂર્તિઓ ઈ. સ. પૂર્વેના સમયની છે.*
ઈ. સ. પૂર્વેના સમયની ઉપરોક્ત બંને મૂર્તિઓ સિવાય બીજી અગિયાર મૂતિઓ નાની માટી નીકળવા પામેલ છે. આમાંની ઘણી મૂર્તિઓ અખંડિત સ્થિતિમાં છે. ડે. કૂતરરના રીપોર્ટ ઉપરથી એમ માલુમ થઈ શકે છે કે-અગિયારમી શતાબ્દિ સુધીમાં શ્રાવસ્તિમાં જૈનધર્મ સારી રીતે ઉન્નતિ પર હતો. આ મતિઓ લખનૌના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. (જર્નલ ઓફ ધી રેલ એશિયાટીક સાસાયટી, ૧૯૦૮). જેન મૂતિઓ પરના શિલાલેખ
સહેટ-મહેટ યાને શ્રાવસ્તિ નગરના ખોદકામમાંથી ઈ. સ. પૂર્વેના સમયની બે મૂર્તિઓ સિવાય બીજી અગિયાર મતિઓ મળી આવેલ છે. તેમાંની પાંચ મુર્તિઓ પર શિલાલેખ કેતાએલ છે.
(૧) સંવત. ૧૧૩૩ શ્રી વિમલનાથની મૂતિનો શિલાલેખ. (૨) સંવત. ૧૧૮૨ શ્રી વિમલનાથની બીજી મૂતિનો લેખ. (૩) સંવત. ૧૧૨૫ શ્રી નેમિનાથની મૂર્તિને શિલાલેખ. (૪) સંવત. ૧૧૧૨ એક નહીંઓળખાયેલ મૂર્તિને લેખ.
(૫) સંવત. ૧૧૨૪ શ્રી ઋષભદેવની મૂર્તિને શિલાલેખ. જૈન રાજ્યવંશ
શ્રાવસ્તિમાં મધ્યકાલીન યુગમાં થઈ ગએલ જેન રાજાઓ. (૧) ઈ. સ. ૯૦૦ મોરધ્વજ યાને મયૂરધ્વજ. (૨) ઈ. સ. ૯૨૫ મહારાજા હંસધ્વજ (૩) ઈ. સ. ૯૫૦ મહારાજા મકરધ્વજ (૪) ઈ. સ. ૮૫ મહારાજા સુધાનધ્વજ (૫) ઈ. સ. ૧૦૦૦ મહારાજા સુહરીલધ્વજ
ડૉ. કનિંગહામ-આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા વૅલ્યુમ ૧૧ માં જણાવે છે કે–પ્રાચીન શ્રાવસ્તિના સંબંધમાં વિશેષ વર્ણન આ છે કે તેનું પાછળથી નામ “મંદિકાપુરી” હતું. તેમાં પ્રસિદ્ધરાજા મોરધ્વજ યાને મયૂરધ્વજ, હંસધ્વજ, સુધાનધ્વજ અને સુહલધ્વજ રાજ્યકર્તાઓ થઈ ગએલ. આમાંના મહારાજા સુહલધ્વજ-મહમદ ગિજનવીને ૪ જર્નલ ઓફ ધી રોયલ એશિયાટીક સેસાયટી, ૧૯૦૮.
A. Fuhrer, E. W. Smith & J. Burgess-The Sharqi Architecture of Jaunpur. Calcutta 1889.
For Private And Personal Use Only