SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશે [વર્ષ ૭ તરફથી સન ૧૯૦૦ ની સાલમાં જ્યારે આ સ્થાનની શોધ કરવામાં આવેલ તે સમયે આ સ્થાનના પૂર્વ અને દક્ષિણ તરફની ભીંતને ભાગ તથા અડધું શિખર પડી ગએલ હતું. મંદિર જૈન તીર્થકર સંભવનાથનું હતું પરંતુ શોધખોળખાતાએ પૂરતી તપાસ કર્યા વિના સોમનાથનું મંદિર જણાવેલ છે. મુસલમાન લેકેએ આ શહેર જીત્યું તે સમયે આ મંદિરના કેટલાએક ભાગના અવશેષોને નાશ કર્યો હતો. આ મંદિરના નીચેનું જમીનનું તળીઉં બહારની બાજુએથી તપાસતાં હાલના મંદિરથી જૂના સમયનું લાગે છે. અને ભોંયતળીયાના ઉત્તર તરફના ભાગમાં એક વધારાની ભીંત આવેલ છે. પુરાતન જૈન મૂર્તિઓ. સન ૧૮૭૪–૭૬ માં આ પુરાતન સ્થાનનું ખોદકામ શેધખોળ ખાતા તરફથી શરૂ કરવામાં આવેલ તેમાં “મહેટ” બાજુની પશ્ચિમ દિશા તરફથી ખોદકામ કરતાં જેનેના ત્રીજા તીર્થકર સંભવનાથના મંદિરમાંથી કેટલીક મૂર્તિઓ મળી આવેલ, તેમાં એક મૂતિ તીર્થંકર સુમતિનાથની પણ મળી આવેલ છે. સન. ૧૮૮૪ ની શોધખોળમાંથી એક શિલાલેખ સંવત. ૧૧૭૬ ની સાલને મળી આવેલ છે તેમાં જણાવેલ છે કે–કનોજના રાજા મદન પાળના મંત્રી વિદ્યારે એક મઠ બનાવેલ છે. આ લેખને લખનૌ મ્યુઝિયમમાં રાખેલ છે. સન. ૧૮૮૬ માં શોધખોળ ખાતા તરફથી શોધખોળ થતાં જેનેની છ મૂર્તિઓ અને બે શિલાલેખો મળી આવેલ તે લખનૌ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. સન. ૧૯૦૮ ની સાલમાં ટેમરીંડ નામના દરવાજાથી કેટલીક દૂરીના અંતરે શોધખોળ ખાતાને બે પુરાતન મૂર્તિઓ મળી આવેલ છે. (૧) પદ્માસને તીર્થકર ઋષભદેવની અખંડિત મૂર્તિ બે ફૂટ સાડા છ ઈંચની ઉંચાઈએ અને બન્ને બાજુએ બીજા ત્રેવીસ તીર્થંકર પવાસને છે. (૨) બીજી એક જૈન તીર્થકરની મૂર્તિ પદ્માસને છે તેમાં બંને બાજુએ ત્રેવીસ તીર્થંકરની મૂર્તિઓ કોતરાએલ છે. તેની પલાંઠીના નીચે પબાસનમાં બંને બાજુએ બે સિંહ અને વચ્ચેના ભાગમાં ધર્મચક્ર કેતરાયેલ છે. ઉક્ત મૂર્તિને ડાબા હાથ ખંડિત હાલતમાં છે. આ ઉપરાંત પદ્માસને તીર્થકરની એક મૂર્તિ એક ફિટ ત્રણ ઇંચની ઉંચાઈની છે તેમાં તેને પબાસનના ભાગમાં બન્ને બાજુએ બે સિહે અને વચ્ચેના ભાગમાં “ધર્મચક્ર” કાતરાએલ છે. પુરાતન જૈન મૂતિઓની શિલ્પકળા સહેટ-મહેટ અને શ્રાવસ્તિ નગરની શોધખોળમાંથી કેટલીએક જૈન મૂતિઓ અને પબાસનવાળા અવશેષો મળી આવ્યા છે. તેમાં નંબર.૧ ની મૂર્તિ તીર્થંકર ઋષભદેવની ઈ. સ. પૂર્વેના સમયની છે. તેની શિલ્પકળા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. મૂર્તિના પબાસનના ભાગમાં બંને બાજુએ બે સિંહે અને વચ્ચે ધર્મચક્ર કતરાએલ છે. પબાસન પર મૃતિ પદ્માસને ધ્યાન મુદ્રામાં સ્થિત છે. મૂર્તિ ઘેરા પીળા પત્થરમાં કોતરાએલ છે. મૂર્તિના પબાસનની જમણી બાજુએ જમણું હાથમાં વાજિંત્ર સહિત એક દેવની આકૃતિ આવેલ છે. તેમ ડાબી બાજુએ બંને હાથે ભક્તિપૂર્વક નમસ્કાર કરતી એક દેવીની આકૃતિ કોતરાએલ છે. મધ્યમાં જિન તીર્થકરની મૂર્તિ પદ્માસને છે. મૂર્તિના માથાના ટોચના ભાગમાં સીધી લીટીના હારેવાળા વાળ છે. મૂર્તિના કાન મોટા આકારે છે. બંને બાજુના કાનના ભાગની ૩ આકલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રીપોર્ટ, ૧૯૦૭-૮૭ પૃ-૧૧૩-૧૧૬ For Private And Personal Use Only
SR No.521574
Book TitleJain_Satyaprakash 1941 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy