SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય [૫] કે સિદ્ધરાજ શૈવધર્મ હતો. એટલે સમયજ્ઞ હેમચંદ્રાચાર્યે રાજાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પુરાણના શંખાખ્યાનને અધિકાર સંભળાવી–“સંજીવિની ન્યાય જણાવી બતાવ્યું કે – तिरोधीयते दर्भाधैर्यथा दिव्यं तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नप ॥ परं समग्रधर्माणां सेवनात् कस्यचित् कवचित् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ॥ “હે રાજન ! જેમ દર્શાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધીની પિછાન થતી નથી, તેમ આ યુગમાં કેટલાક ધર્મોથી સત્યધર્મ તિરભૂત રહ્યો છે, પરંતુ સમગ્ર ધર્મોના સેવનથી, દભંમિશ્રિત દિવ્ય ઔષધિની પ્રાપ્તિની જેમ, કોઈકને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે.” હેમચંદ્રાચાર્યનો આવો નિષ્પક્ષ પ્રત્યુત્તર સાંભળી સિદ્ધરાજ ઘણે જ મુગ્ધ બન્યો. ગુર્જરેશ્વરે હેમચંદ્રાચાર્યને કરેલી વિનતિ: નૂતન વ્યાકરણની રચના માલવદેશના વિજયમાં જે રાજકીય જ્ઞાનભંડાર અણહિલપુર પાટણમાં લાવવામાં આવ્યો હતો તેમાંથી માલવપતિ ભોજરાજકૃત લક્ષણશાસ્ત્ર-શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અલંકાર, ત, વૈદક, જ્યાતિષ, રાજનીતિ, અંક, શકુન, અધ્યાત્મ, વાસ્તુશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, આર્યસદ્દભાવ વિવરણ, મેઘમાળા, પ્રશ્નચૂડામણિ, વગેરે વિષનાં અનેક પુસ્તક નીકળ્યાં. સિદ્ધરાજને આવો જ્ઞાનભંડાર પિતાના રાજ્યમાં પણ કરવાના મનોરથે પ્રગટ્યા. લક્ષણશાસ્ત્ર માટે સિદ્ધરાજે પૂછ્યું કે “આ શું છે?” હેમચંદ્રાચા જણાવ્યું કે-“એ માલવપતિ ભોજરાજકૃત ભજવ્યાકરણ છે. એ સિવાય પણ એમના સ્વરચિત અનેક ગ્રન્થા છે. આ સાંભળી સિદ્ધરાજે કહ્યું કે-“આપણું ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જરદેશમાં શું કોઈ વિદ્વાન નથી? આપણી રાજસભાના વિદ્વાનો શું નિસ્તેજ થઈ ગયા છે ?” આ શબ્દો સાંભળતાં જ રાજસભા ખળભળી ઊઠી અને વિદ્વાને એકબીજાની સામે જોવા લાગ્યા. આખરે દરેકની દૃષ્ટિ હેમચંદ્રાચાર્ય પર પડી. મહારાજા સિદ્ધરાજે વિજ્ઞપ્તિ કરી કે- “હે ભગવન! એક અભિનવ વ્યાકરણ બનાવી આપ અમારા મને રથ પૂરા કરે ! આપને જોઈતી બધી સામગ્રી હું પૂરી પાડીશ. મારી અને આપની કીર્તિ ચાવવંદ્રદ્ધિવાર જયવંતી વર્તે, જગત પર મહાન ઉપકાર થાય અને આપણે જ્ઞાનભંડાર નૂતન વ્યાકરણથી અલંકૃત બને તે માટે મારી આ વિનંતીને સ્વીકાર કરે.” ગુર્જરેશ્વરની વિનંતીને હેમચંદ્રાચાર્યે સ્વીકાર કર્યો. સૂરીશ્વરની પ્રેરણાથી સેવકને કાશમીરદેશના ભારતીદેવીના ભંડારમાંથી વ્યાકરણશાસ્ત્રનાં આઠ પુસ્તકે લાવવા મોકલ્યા. તેઓ કાશ્મીરદેશના પ્રવર નામના નગરમાં પહોંચ્યા. ભારતીદેવીની ચંદનાદિકથી પૂજા-સ્તુતિ કરી. એટલે સંતુષ્ટ થયેલ ભારતીએ સ્વઅધિષ્ઠાયકોને આજ્ઞા કરી કે-“શ્રી હેમચંદ્ર વેતાંબર મારે પ્રસાદ પાત્ર છે, એટલું જ નહીં પણું મારી મૂર્તિમંત પ્રતિકૃતિ છે, માટે તેમના નિમિત્તે પ્રધ્યવર્ગને પુસ્તક આપી વિદાય કરે!” અધિષ્ઠાયક આજ્ઞા પ્રમાણે પુસ્તક આપી તેમને વિદાય કર્યા. તેઓએ અણહિલપુરપાટણ આવી એ પુસ્તકે મહારાજા સિદ્ધરાજને સમર્પણ કર્યા. અને ભારતિને હેમચંદ્રાચાર્ય પર કેટલે આદરભાવ છે તે હકીક્ત નિવેદન કરી, જે સાંભળી For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy