SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ સાતમું સિદ્ધરાજ અતિ સંતુષ્ટ થશે. પછી સિદ્ધરાજે આઠે પુસ્તકે હેમચંદ્રાચાર્યને સમર્પણ કર્યા. ટૂંક મુદતમાં જ સિહસારસ્વત હેમચંદ્રાચાર્યજીએ એક સવાંગસંપૂર્ણ અભિનવ વ્યાકરણ તૈયાર કર્યું. તેમાં આઠ અધ્યાય બનાવ્યા. એકેક અધ્યાયમાં ચાર ચાર પાદ મૂક્યાં. એટલે આઠે અધ્યાયનાં કુલ ૩૨ પાદ થયાં. સાત અધ્યાય સંસ્કૃત વ્યાકરણના રચ્યા. અને આઠમે અધ્યાય પ્રાકૃતમાં વ્યાકરણનો બનાવ્યા. સાતે અધ્યાયનાં મૂળ સૂત્ર ૪૬૮૫, ઉણુદીનાં ૧૦૦૬ સૂત્ર અને આઠમા અધ્યાયનાં ૧૧૧૯ સૂત્રો છે, એમ સર્વે મળી આઠે અધ્યાયનાં ૫૬૯૧ સૂત્ર છે. કુલ સૂત્રના કે ૧૧૦૦ છે. આ વ્યાકરણનું નામ તેના પ્રેરક અને રચયિતાને નામના સમન્વય રૂપે “સિદ્ધહેમ' રાખવામાં આવ્યું. અને આની ઉપર ખુદ હેમચંદ્રાચાર્યે બ્રહદ્ર, મધ્યમ અને લઘુ એમ ત્રણ પજ્ઞ ટીકાઓ બનાવી. બૃહદ્ વૃત્તિનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણનું છે. મધ્યમ વૃત્તિનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણુનું છે. અને લઘુત્તિનું પ્રમાણ ૬૦૦૦ શ્લોક પ્રમાણનું છે. પ્રત્યેક પદને અંતે એકેક શ્લેક મૂકવામાં આવેલ છે. તે આર્યા, ઉપજાતિ, અનુષ્ય, શિખરિણી, શાર્દૂલવિ, વંસતતિલકા, માલિની, ઉપેન્દ્રવજી વગેરે છંદથી અલંકૃત છે. તેમાં મૂળરાજના સમયથી માંડીને સિદ્ધરાજ સુધીના રાજવૈભવ વગેરેને આબેહુબ ચિતાર છે. તેમાંથી અનેક ઐતિહાસિક ઘટનાઓ નીકળી શકે છે. પ્રશસ્તિ સહિત કુલ ૩૫ શ્લેકે છે. આટલું મોટો ગ્રંથ રચવા છતાં મંગળાચરણને માત્ર એક જ શ્લેક છે. આ જ વ્યાકરણ ઉપર ફેર ૯૦૦૦૦ શ્લોકપ્રમાણુ બન્યાસ રચેલે છે. જે અત્યારે સંપૂર્ણ મળતો નથી, ત્રુટક મળે છે. પ્રાયઃ એક પાદ જેટલે છપાયેલ છે. આ ત્રુટક બન્યાસને સંપૂર્ણ કરી જે બહાર પાડવામાં આવે તો વિદ્વાનોન-વ્યાકરણના અભ્યાસીઓને તેમાંથી ઘણું જાણવાનું મળે. આ ત્રુટક બન્યાસને પૂર્ણ કરવાને પૂજ્યપાદ પ્રગુરુદેવ વ્યાકરણચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે અને સિદ્ધહેમ બ્રહદ્દવૃત્તિ, બન્યાસ, લધુન્યાસ સહિત માણેકલાલ મનસુખભાઈ તરફથી છપાઈ રહી છે. આ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે સવા લાખ શ્લેક પ્રમાણુ પંચાંગપૂર્ણ વ્યાકરણ પૂર્ણ કર્યું એટલે મહારાજા સિદ્ધરાજને ખબર આપવામાં આવી. તેનો ધામધૂમ પૂર્વક વરડો કાઢવામાં આવ્યો. હાથીની અંબાડી પર તે પુસ્તકને આરૂઢ કરી રાજદરબારમાં લાવવામાં આવ્યું. અને પૂજા સત્કારથી તેનું બહુમાન કરવામાં આવ્યું. સિદ્ધરાજ અને સાક્ષરવર્ગ તથા સભાજને આ કૃતિથી ઘણું જ ખુશી થયા. તેના પ્રણેતાની કીર્તિ ચારે તરફ પ્રસરવા લાગી. તેની નકલ લખાવવા માટે ત્રણ તૈયાઓને જુદા જુદા દેશોમાંથી બેલાવામાં આવ્યા. ગ્રંથ સંપૂર્ણ લખાઈ ગયા બાદ જુદા જુદા પ્રદેશમાં તે મોકલવામાં આવ્યું. અને અંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કેકણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરંડક, હરદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુજ, ગોડ, શ્રી કામરૂપ, સપાદલક્ષ. જાલંધર, ખસ, સિહલ, મહાબોધ, બોડ, કૌશિક ઇત્યાદિ દેશોમાં આ વ્યાકરણ ખૂબ વિસ્તારને પામ્યું. પ્રથમનાં વ્યાકરણમાં કેટલાંક અત્યંત વિસ્તીર્ણ, કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષ યુક્ત હતાં, તેથી આધુનિક વિદ્વાનેએ આ વ્યાકરણને પ્રમાણભૂત માન્યું. ( ૪ સિદ્ધિહેમ બૃહત્તિ લઘુન્યાસ સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી બહાર પડી ચૂકેલ છે. મધ્યમવૃત્તિ હજુ સુધી બહાર પડેલ નથી. પરંતુ તે છપાય છે એમ સાંભળ્યું છે. અને લઘુવૃત્તિની તો બે આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy