SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ સાતમું ૧૨૬૬ ની અક્ષયતૃતીયા (વૈશાખ શુદિ ત્રીજના દિવસે ૨૧ વર્ષની વયે આચાર્યપદથી વિભૂષિત કર્યા. આચાર્યપદવી પછી સેમચંદ્રમુનિ હેમચન્દ્રસૂરિના નામથી વિખ્યાત થયા. હેમચન્દ્રાચાર્યની માતૃભક્તિ હેમચન્દ્રાચાર્યની માતૃભક્તિ પણ કોઈ અનેરી જ હતી. સાધુ અને આચાર્ય થવા છતાં તેમના હૃદયમાંથી માતૃપ્રેમનું વિસ્મરણ નહોતું થયું. પુત્રને આટલા ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં નિમિત્તભૂત માતા જ હતી. માતાએ પણ સંસાર પરથી મેહ ઉતાર્યો અને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. તે વખતે શ્રી હેમચંદસૂરીશ્વરે પૂજ્ય ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરીશ્વરને વિનંતી કરીને પિતાની માતા સાધ્વીને ગુરુદેવના હસ્તે પ્રવર્તિની પદ અપાવ્યું. અને સંઘ સમક્ષ સિંહાસન પર બેસવાની છૂટ અપાવી. ધન્ય હો એવા પુત્ર રત્નને કે જેણે માતાને પણ તારી. સિદ્ધરાજ સાથે સમાગમ અને રાજસભામાં આગમન - શ્રી સંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન ભગવાન હેમચંદ્રાચાર્ય રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત ગુજરેશ્વર સિદ્ધરાજની રાજધાની અણહિલપુર પાટણ નગરમાં પધાર્યા. એક દિવસ મહારાજા સિદ્ધરાજ સૈન્યથી પરિવરેલા ગજરાજ પર આરૂઢ થયેલા રથવાડીએ જવા નગરમાં થઈને પસાર થઈ રહ્યા હતા. નગરજને બન્ને બાજુ ઊભા રહી આ દશ્ય નિહાળી રહ્યા હતા. સમયજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય પણ એક બાજુએ રેગ્ય સ્થળમાં ઊભેલા હતા. સિદ્ધરાજની દૃષ્ટિ તે દિવ્ય મૂર્તિ પર પડી. બ્રહ્મચર્યના તેજથી તેમનું ભવ્ય લલાટ ચમકી રહ્યું હતું. દેખતાંની સાથે જ પ્રણિપાત કરવાનું મન થઈ જાય એવી એ ભવ્ય આકૃતિ હતી. બન્નેની દષ્ટિનું મીલન થતાં સિદ્ધરાજે દૂરથી જ પ્રણિપાત કર્યો. અને શ્રી હેમચન્દ્રાચાર્યે મિતવદને સંસ્કૃત પદામાં અવસરચિત આશીર્વાદ આપે कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशङ्कितम् ॥ प्रस्यन्तु दिग्गजाः किं तैर्भस्त्वयैवोद्धता यतः ॥६७॥ (प्रभा० हेम० चरित्र) “હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ, ભલે દિગગજો ત્રાસ પામે, તેથી શું? ભૂમડલને તે તું જ ધારણ કરી રહ્યો છે.” આ પ્રમાણે સંસ્કૃતમય મધુરવાણી સાંભળી સિદ્ધરાજ પ્રસન્ન થયા, એટલું જ નહીં પણ તેણે શ્રી હેમચંદ્રાચાર્યને અહર્નિશ રાજસભામાં પધારી આવી સુંદરવાણી સંભળાવાની વિનંતી કરી. આ રીતે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યનો પ્રથમ સમાગમ થયો. જેમ જેમ હેમચંદ્રાચાર્યને રાજસભામાં જવાના પ્રસંગે આવતા ગયા તેમ તેમ સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યની વચ્ચે સ્નેહની સાંકળ ગુંથાતી ગઈ રાજસભામાં તેમનું માન વધવા લાગ્યું. એક વખત રાજસભા ભરાઈ હતી. મહારાજા સિદ્ધરાજ સિંહાસન પર આરૂઢ થયા હતા. મંત્રિમંડળ યોગ્ય સ્થાને બેઠું હતું. વિદ્દવર્ગ પોતપોતાને સ્થાને સ્થિત હતા. હેમચંદ્રાચાર્ય પણ સ્વસ્થાને બિરાજ્યા હતા. એવામાં સિદ્ધરાજે રાજસભામાં સૌ સમક્ષ પ્રશ્ન કર્યો કે-“વિશ્વમાં કયો ધર્મ સંસારથી મુક્ત કરનાર છે?” દરેક દર્શનકારે પિતા પોતાના ધર્મની મહત્તા સમજાવી. પછી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્ય તરફ દૃષ્ટિ ફેંકી. હેમચંદ્રાચાર્ય એમ તો કહી શકે એમ નહતું કે મારો ધર્મ સાચો છે અને સંસારથી મુક્ત કરી શકે એવે છે. કારણ ૩ કોઈ સ્થળે વિ.સ. ૧૧૬૨માં આચાર્યપદ મળ્યાનો ઉલલેખ છે. આ ઉલ્લેખ પ્રમાણે આચાર્ય પદવી વખતે ૧૭ વર્ષની ઉમર હતી. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy