________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય
અને
તેમનું સાહિત્ય બારમી-તેરમી સદીના પરમપ્રભાવક, યુગપ્રવર્તક સૂરીશ્વરના ઓજસપૂર્ણ જીવન અને અતિસમૃદ્ધ સાહિત્યને પરિચય
લેખકઃ પૂ. મુનિરાજ શ્રી સુશોવિજ્યજી, રાધનપુર Oી જરાતની અસ્મિતાના આદ્ય દ્રષ્ટા, ૧૨-૧૩ મા સૈકાની અસાધારણ સમર્થ 1. વ્યક્તિ, કલિકાલસર્વજ્ઞ બિરુદધારક, મહારાજા સિદ્ધરાજની સભાના
- શિરતાજ, કુમારપાલ ભૂપાલના પ્રતિબંધક ગુરુ, અને વ્યાકરણ–ન્યાયસાહિત્યકોશધર્મશાસ્ત્ર વગેરે વિષયોના સાડાત્રણ કરોડ કપ્રમાણ પ્રથેના પ્રણેતા શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનું નામ ભારતીય ઈતિહાસમાં અમર છે. આ લેખમાં એ મહાપુરુષના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગો તરફ આપણે દષ્ટિપાત કરીશું. જન્મસ્થાન માતાપિતાદિ.
સદ્દગુણ અને સમૃદ્ધિથી ભરપુર ગુર્જરભૂમિના પાટનગર અણહિલપુરમાં ચૌલુક્યવંશી મહારાજા સિદ્ધરાજનું રાજ્ય તપતું હતું. આ વખતે ધંધુકા (અત્યારે પણ જે અમદાવાદ જિલ્લામાં એ જ નામથી વિખ્યાત છે તે) શહેરમાં મોઢ વંશમાં પ્રતિભાશાલી ચાચ (ચાચિંગ) નામે શ્રેષ્ઠિ રહેતા હતા. તેને ધર્મપરાયણું શીલવંતી પાહિની નામે સ્ત્રી હતી. આ પાહિનીદેવીએ એક રાતે સ્વપ્નમાં ચિતામણિ રત્ન જોયું; માત્ર જોયું એટલું જ નહીં પણ ભક્તિના આવેશથી તે ગુરુમહારાજને સમર્પણ કર્યું. પ્રભાતકાળ થતાં પાહિનીએ ત્યાં બિરાજતા ચંદ્રગ૭મુકુટમણિ પૂર્ણતલગચ્છીય પ્રૌઢપ્રતાપી શ્રીમાન દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજને સ્વપ્નની હકીકત નિવેદન કરી. ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરે જણાવ્યું કે : “હે ભદ્રે ! જિનશાસનરૂપ મહાસિધુમાં કૌસ્તુભ સમાન તને પુત્રરત્ન પ્રાપ્ત થશે, જેના સુચરિત્રથી આકર્ષાઈને દેવતાઓ પણ તેના ગુણગાન કરશે. આ પ્રમાણે સૂરીશ્વરજીનું ભાવી શુભસૂચક વચન સાંભળીને હર્ષમાન થયેલી તે આહંતપાસક પાહિણી ગુરુમહારાજને વંદન કરી સ્વગૃહે ગઈ. એકદા તે ગર્ભને પ્રભાવથી પાહિણીને જિનેશ્વર પ્રભુના બિબેની પ્રતિષ્ઠા કરવાને દેહલે ઉત્પન્ન થયા. અને તે દેહલો ચાચીંગપતિએ પૂર્ણ કર્યો. આ રીતે દિવસે પૂર્ણ થતાં ઈસ્વીસન ૧૦૮૮-૮૯, વીરસંવત્ ૧૬૬પ, વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાના
૧ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” ગ્રંથમાં (૫. ૨૮૮-૨૮૯) આ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીની પર પરા આ પ્રમાણે આપી છે. પૂર્ણતલ્લગચ્છીય શ્રીદત્તસૂરિજીના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ શ્રી ચશભદ્રસૂરિના શિષ્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ગુણસેનસૂરિ અને શ્રી ગુણ સેનસૂરિજીના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ.
For Private And Personal Use Only