________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કર] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું પરમ પવિત્ર દિવસે પાહિનીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ચાચ ટીએ ઘણું જ આડંબર પૂર્વક પુત્રને જન્મત્સવ ઉજજો. નામકરણ અને ધાર્મિક સંસ્કાર
બારમે દિવસ વ્યતીત થતાં ચાચ શ્રેણીએ સલ પરિવારને એકત્રિત કર્યો, અને પુત્રજન્મ પહેલાં પાહિનીને જે દેહલે ઉત્પન્ન થયો હતો તે હકીકત ચાચ બ્રેકીએ સૌને કહી સંભળાવી. અને તે પુત્રનું અંગદેવ એવું નામ પાડવામાં આવ્યું. પુત્રનાં લક્ષણો પારણમાંથી ખબર પડે છે. બીજને ચંદ્રમાની જેમ વધતા પ્રતિભાશાળી અને પરાક્રમી પુત્રને બાલ્યાવસ્થામાં જ પૂર્વભવના ઉચ્ચત્તમ સંસ્કારે ઉદયમાં આવવાના હોય તેમ ધર્મપરાયણા માતા પાહિનીએ ધાર્મિક સંસ્કારેને વારસો આપ્યો હતો.
માતાપાહિની હમેશાં પુત્ર સહિત દેવદર્શન કરવા જતી હતી. એક વખત જિનમંદિદરમાં દેવદર્શન કરી ગુરુવંદન કરવા તે પુત્ર સહિત ઉપાશ્રયમાં ગઈ. ત્યાં નાને બાળ ચંચળ ચંગદેવ એકદમ ગુરુમહારાજના આસન ઉપર બેસી ગયા. એ વખતે તેની સુંદર આકૃતિ, ભવ્ય લલાટ, વિશાલ નેત્રો વગેરે સુલક્ષણે જોઈ ગુરુ મહારાજે માતા પાહિનીને સ્વપ્નની વાતનું સ્મરણ કરાવ્યું. અને તેની ભૂરી ભૂરી પ્રશંસા કરી. બાદ પુત્ર સહિત માતા વંદન કરીને પોતાના ગૃહે પાછી ફરી. માતા પાસે પુત્રની યાચના
શ્રીમાન દેવચંદ્રસૂરીશ્વરજી ચંગદેવનાં સામુદ્રિક લક્ષણો ઉપરથી તે કે પ્રભાવક મહાપુરુષ થવાને છે તે બરાબર સમજી ગયા હતા એટલે તેમણે સંઘ સમક્ષ સર્વ હકીક્ત નિવેદન કરી. પછી સૂરીશ્વરજી અને સર્વે નક્કી કર્યું કે આપણે ચાચિંગ શ્રેષ્ઠિને ત્યાં જવું અને ચંગદેવની યાચના કરવી. સુરીશ્વરજી અને સંઘના સંગ્રહસ્થ ચાચિંગ શ્રેષ્ઠિને ત્યાં ગયા. ગુરુમહારાજ અને સંઘને સ્વગૃહે આવેલો જાણુ હર્ષિત થયેલી પાહિનીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું “હે પ્રભો ! આજ મારે જન્મ કૃતાર્થ થયો. આપના અને સંધના પૂનત ચરણ કમળથી મારું આંગણું પવિત્ર થયું. હે પ્રભો ! મારા માટે આજ્ઞા હોય તે ફરમાવો ! આપની અને સંઘની આજ્ઞા શિરસાવંઘ કરવાને તૈયાર છું.” આ પ્રમાણે પાહિણીનાં વચન સાંભળી સૂરીશ્વરજીએ કહ્યું: “હે રત્નકુક્ષિણી! ઘર્મરૂપી કલ્પવૃક્ષને નવપલ્લવિત કરનાર, સંધરૂપી નંદનવનને શોભાવનાર, જૈનધર્મને વિજય વાવટો ફરકાવનાર, સમર્થ રાજવીઓને પ્રતિબંધ પમાડનાર, અનેક ગ્રન્થરૂપી પુલમાલાઓને ગુંથનાર, તારા પુત્રરત્નને પૃથ્વીમંડલમાં જૈનધર્મને ડિડિમનાદ પ્રસાવવા અમને સમર્પણ કર !”
પાહિનીએ વિચાર્યું કે અત્યારે પુત્રને પિતા વિદ્યમાન નથી. આ બાજુ ગુરુમહારાજ અને સંધની માગણી છે. હવે મારે શું કરવું? પ્રાણપ્રિય એકનાએક પુત્રને વિરહ પણ કેમ સહન થાય ? ગુરુમહારાજ અને સંધનું વચન પણ કેમ ઉત્થાપન થાય ? આખરે પુત્રમોહને દૂર કરી હૃદયમાં દઢ નિશ્ચય કરી માતાએ કહ્યું: “હે પ્રભો ! આપની અને સંઘની આજ્ઞા ઉલ્લંધન કરવી ઉચિત નથી. આપને અને સંધને યોગ્ય લાગે તેમ કર !” અને માતાએ પુત્રને ગુરુદેવના કરકમલમાં સમર્પણ કર્યો. સંઘ અને ગુરુદેવ હર્ષિત થયા. ધન્ય છે એ બડભાગી માતાને! આવી માતાઓ અને આવા પુત્રથી જ ભારતભૂમિ ઉજજવલ બનેલી છે.
For Private And Personal Use Only