________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આમાંથી વૃદન્યાને શેડો ભાગ, કનકપ્રભને ચાટ્ટાર અને આઠમા અધ્યાય પ્રાંત વ્યાકરણ પર ઉદયસૌભાગ્યે રચેલી દૃમટુક્તિ મુદ્રિત થઈ પ્રગટ થયાં છે. બાકીના ટીકાગ્રંથે પ્રાય: અપ્રગટ છે.
૭. સિદ્ધહેમનો પ્રચાર ઉપર્યુક્ત વિશેષતાઓથી પરિપૂર્ણ આ વ્યાકરણ જ્યારે હેમચંદ્ર પૂર્ણ કર્યું ત્યારે ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે તેને સમારેહ પૂર્વક હાથી પર મૂકી, પિતાના મહેલમાં પધરાવી ભક્તિ પૂર્વક પૂજા કરી અને ૩૦૦ કુશળ લહિયાઓ પાસે તેની નકલે કરાવી, અંગ, બંગ, કલિંગ વગેરે બત્રીશ દેશોમાં પ્રચાર કરવા માટે આ વ્યાકરણની નકલે મોકલી. એકલા કાશ્મીરના સરસ્વતી ભંડાર માટે જ વીસ જેટલી નકલે મોકલવામાં આવી હતી.
પિતાને આધિન રાજ્યોમાં વિક્રમ વ્યાકરણ ભણવાની રાજ-આજ્ઞા કરવામાં આવી અને આઠ વ્યાકરણને જાણકાર કાકલ નામને કાયસ્થ વૈયાકરણ દૈમ થાવાર ના અધ્યાપક તરીકે નિયુક્ત થયો. આ વ્યાકરણના અભ્યાસીઓને પરીક્ષામાં પાસ થતાં ઉત્તેજન અને પુરસ્કાર અપાવા લાગ્યાં.
* આ રીતે હેમચંદ્રના જીવનકાળમાં જ આ વ્યાકરણનો ખૂબ પ્રચાર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પણ હેમચંદ્રના સ્વર્ગગમન પછી પ્રાયઃ બ્રાહ્મણોની સાંપ્રદાયિકતાથી અને કુમારપાળ પછી અજયપાલ (સં. ૧૧૭૩-૭૬) ના જૈનો તરફના પ્રત્યાઘાતી વલણથી આ વ્યાકરણના જૈનેતર વિદ્વાનો વધુ ન નિકળ્યા. જેન સાધુઓમાં તેનો પ્રચાર વિશેષપણે હતો. પણ શ્રાવકે વ્યવસાયી હોવાથી સંસ્કૃત ભણતા નહોતા. પાછળથી જૈન સાધુઓમાં પણ આ વ્યાકરણને પ્રચાર ધીમે ધીમે ઘટતો ગયો. અને પરિણામે શ્રી હેમચંદ્રાચાર્યનું આ વ્યાકરણ તેની ખ્યાતિ અને ગ્યતા મુજબના પ્રચારથી વંચિત રહી ગયું. અહીં એટલું કહેવું જરૂરી છે કે અત્યારે જેટલા સંસ્કૃત-પાકૃત-ભાષાના જૈન સાહિત્યમાં રસલેનારા જેન અને મુખ્યત્વે જૈનેતર વિદ્વાને દૃષ્ટિગોચર થાય છે તેટલા પ્રાયઃ કાઈ કાળે નહોતા. એટલે આ સમયે આ વ્યાકરણ તેમજ બીજા જૈન સાહિત્યના પ્રચાર માટે સમર્થ પ્રયત્ન કરવામાં આવે તો ઘણો જ લાભ થઈ શકે એમ છે. આપણું પૂજ્ય મુનિવર અને સમાજના આગેવાન ગૃહ આ તરફ અવશ્ય લક્ષ આપે એમ ઈચ્છીએ.
ઉપસંહાર ગમે તેમ હોય પણ હેમચંદ્રનું વ્યાકરણ જે ગૂજરાતની અસ્મિતાનું રક્ષક અને સર્જક છે તેને આપણે જોઈએ તેટલું ન અપનાવ્યું, અને તેથી તેની મહત્તા આપણે સમજી શક્યા નથી. પણ યુરોપીય વિદ્વાનોએ તો ધાતુપ થઇ, કળાવિત્તિ, સ્ટિજાનુરાસન, વાર્થસંદ અને માનચિત્તામા જેવા ગ્રંથે સંશોધિત કર્યા અને તે ગ્રંથનો આજે પણ પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. અરે ! હેમચંદ્રની મહત્તા ગાતા બુલ્હર જેવા વિદ્વાને તો તેમના જીવન પર સુંદર પ્રકાશ પાડતો એક આ ગ્રંથ રચે છે.
આપણે પણ એ મહાપુરુષની વિદ્વત્તાને વધુ પિછાણીએ !
For Private And Personal Use Only