________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] શ્રી જૈન સત્ય વિકાસ
[વર્ષ સાતમું ૩ જિનભદ્રગણિ, ૪ લમણગણિ, ૫ વિબુધચંદ્રમુનિ, એ પાંચ મુનિઓ અને આણંદશ્રીજી તથા વસુમતિશ્રીજી એ બે સાધ્વીઓ, એમ સાત જણે મદદ કરી હતી. ૧૭ વાદી દેવસૂરિજી
તેમને જન્મ સં. ૧૧૪૩ માં મદાહત ગામમાં થયો હતો. તે ગામ આબુની આસપાસ આવેલ છે. ૧૧૫૨ માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ, અને ૧૨૨૬ માં શ્રા. વ. ૭ ને ગુરુવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમના ગુરુ મુનિચંદ્રસૂરિજી શાન્તિસૂરિજીના જ્ઞાનખાનાના વારસદાર હતા. તેમણે વાદિ દેવસૂરિજીને પ્રમાણ વગેરે શાસ્ત્રને સારે અભ્યાસ કરાવ્યો હતો. દીક્ષા લીધા બાદ બે-પાંચ વર્ષમાં જ તેમની ખ્યાતિ તરફ પ્રસરી ગઈ હતી. તે સમયમાં તેમણે બન્ધ નામના શિવદર્શની દૈતવાદીને ધોળકામાં છયે, સાચારમાં વાદ કર્યો ને જીત્યા, ગુણચંદ દિગમ્બરને નાગરમાં પરાજિત કર્યો. ભાગવત શિવભૂતિને ચિત્તોડમાં, ગંગાધરને. ગ્વાલીયરમાં, ધરણીધરને ધારામાં, કૃષ્ણ નામને વાદીને ભરૂચમાં, એમ અનેક વાદીઓ ઉપર જીત મેળવી હતી.
આચાર્ય થયા પછી તેમણે સિદ્ધરાજની સભામાં દિગમ્બર મહાવાદી કુમુદચંદ્રને વાદમાં હરાવ્યો હતો. કુમુદચંદ્રને તે સમયે પ્રબલ પ્રતાપ હતો. પિતાની શક્તિ માટે એને ખૂબ અભિમાન હતું, ૮૪ વાદી તેણે જીત્યા હતા. વાદદેવસૂરિજી સાથે વાદ કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. દેવસૂરિજી તેવા તુચ્છપ્રકૃતિના વાદી સાથે વાદ કરવા ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ જ્યારે તે દિગમ્બરે અનેક નાગાઈ કરી, છેવટે વેતામ્બર મતની સાધ્વીની છેડતી કરી એટલે દેવસૂરિજીએ વાદનું આમંત્રણ આપીને વાદ કર્યો. તે વાદમાં મુખ્યપણે કેવળીભુક્તિ અને સ્ત્રી–મુક્તિ એ બે વિષયો ચર્ચાયા હતા. શરત પ્રમાણે વાદમાં હાર થવાથી દિગમ્બરને ગુજરાત છેડી ચાલ્યા જવું પડ્યું હતું. આ વિજય બાદ તેઓ “વાદી દેવસૂરિજી એ નામથી વિખ્યાત થયા. આ વિજયથી સિદ્ધરાજે તેઓશ્રીને વિજયપત્ર અને એક લાખ સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી હતી. મુનિધર્મના આચાર પ્રમાણે તે એક લાખ સુવર્ણમુદ્રાઓ ગ્રહણ કરી ન હતી. મહામંત્રી આશુકની સંમતિથી તે મુદ્રાઓનો વ્યય કરી સિદ્ધરાજે એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથને બિમ્બની ૧૧૮૩ ના વૈશાખ શુક્લ દ્વાદશીને દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં ચાર આચાર્યો સંમિલિત હતા. તેમના આ વાદની અનેક આચાર્યોએ સુન્દર પ્રશંસા કરી છે. તેમાં તે સમયે હેમચંદ્રસૂરિજી ત્યાં વિદ્યમાન હતા, તેમણે શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં લખ્યું કે
यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद् देवसूरिरहिमरुचिः ॥
कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ? ॥ “જે દેવસૂરિજી રૂપી સૂર્ય કુમુદચન્દ્રને ન જીત્યો હોત તો જગતમાં કયો વેતામ્બર કટિપર વસ્ત્ર ધારણ કરત?”
આ સિવાય રત્નપ્રભસૂરિ, મહેશ્વરાચાર્ય, સોમપ્રભસૂરિ, ઉદયપ્રભદેવ, પ્રદ્યુમ્નાચાર્ય, મુનિદેવસૂરિ, સેમચંદ્ર પંડિત, મેરૂતુંગાચાર્ય, મુનિભદ્રસૂરિ, ગુણરત્નસૂરિ, મુનિસુન્દરસૂરિ, ધર્મસાગર ઉપાધ્યાક વગેરે અનેક સ્થલે આ વાદને માટે સૂરિજીની અનેક પ્રકારે પ્રૌઢ
For Private And Personal Use Only