SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] જેન ન્યાયને વિકાસ [૧૯] સિદ્ધરાજના આમંત્રણથી પુનઃ પાટણ તરફ વિહાર કર્યો. ચારુપ આવ્યા ત્યારે તેમને મળવા સિદ્ધરાજ ત્યાં આવ્યો હતો. પાટણમાં એક સાંખ્યવાદી વાદિસહ આવ્યો હતો. સિદ્ધરાજે તે વાદીને હરાવવા ગોવિંદાચાર્ય કે જેઓ કર્ણ મહારાજના બાલમિત્ર હતા અને વીરાચાર્યછના કલાગુરુ હતા, તેમને વિનતિ કરી. તેઓએ કહ્યું કે તેને તો વીરાચાર્યજી હરાવશે. પછીથી વીરાચાર્યજીએ ગેવિંદાચાર્યજી સાથે જઈ તેનું સર્વ માન ગાળી નાખ્યું હતું. તે વાદમાં વીરાચાર્યજી પિતાને પક્ષ મત્તમપૂર છન્દ અને અપનુતિ અલંકારમાં બેલ્યા હતા. સર્વાનુવાદની શરત પ્રમાણે સાંખ્યવાદી તે પ્રમાણે બોલી શકયો ન હતો. એ પ્રમાણે વીરાચાર્યજી વિજયમાળ વર્યા હતા. વળી સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામના દિગમ્બરવાદીને હરાવી સ્ત્રીમુક્તિની સિદ્ધિ કરી હતી. અને વિજય મેળવ્યો હતો. ૧૪ શ્રી મુનિચંદ્રસૂરિજી. તેમનો સ્વર્ગવાસ વિ. સંવત ૧૧૭૮ માં થયેલ છે, એટલે તેઓ વિક્રમની બારમી શતાબ્દિમાં થયા. તેઓ અખંડ બ્રહ્મચારી અને ઉગ્ર તપસ્વી હતા. તેઓ કાંજી પીને જ રહેતા તેથી “સૌવીરપાયી” તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિજીકૃત “અનેકાન્તજયપતાકા ” પર ટિપ્પન અને “લલિતવિસ્તરા” પર પંજિકા, વગેરે તેમની ન્યાયરચના છે. બીજા પણ કુલેકે, વૃત્તિઓ, પ્રકરણ વગેરે લગભગ ૨૦ થી ૨૫ ગ્રન્થ તેમણે રચ્યા છે. તેઓ વાદનિપુણ હતા. “મુદ્રિતકુમદચંદ્ર' નાટકમાં તેમણે અર્ણોરાજની સભામાં એક શૈવવાદીને જીત્યો હતો તેમ ઉલેખ છે. તથા ગુણચંદ્ર નામના દિગમ્બર મહાવાદી સાથે વાદ કરવાનો હતો તે સમયે વાદિ દેવસૂરિજી તેમની સાથે હતા ને તેમની શૈશવ વય હતી. તે વખતે તે વાદીને દેવસૂરિએ જીત્યો હતો. વાદિ દેવસૂરિજીના તેઓ ગુરુ હતા. ૧૫ શ્રી ચન્દ્રસૂરિજી તેમનો સત્તાસમય ૧૧૬૯ ની આસપાસનો છે. મુનિ અવસ્થામાં તેઓ શ્રી પાર્શ્વદેવ ગણિ” એ નામથી પ્રસિદ્ધ હતા ને આચાર્ય થયા પછી શ્રી ચંદ્રસુરિજી કહેવાયા. તેમણે બૌદ્ધાચાર્ય દિન્નાગકૃત “ ન્યાયપ્રવેશક’ પર જે હારિભદ્રીવૃત્તિ છે તે પર “પંજિકા રચી છે. અન્યાન્ય વિષયોના ગ્રન્થા પર વૃત્તિ, ટીકા, વ્યાખ્યા તેઓએ સારી રચી છે. ૧૬ માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી તેઓ બારમી સદીના અંતની લગભગમાં થયા. એમના ગુરુ માલધારી અભયદેવસૂરિજી છે. પૂર્વાવસ્થામાં તેઓ પ્રદ્યુમ્ન નામના રાજમંત્રી હતા. તેમની વ્યાખ્યાનશક્તિ અપૂર્વ હતી. સિદ્ધરાજ જયસિહ કલાકના કલાક સુધી તેમના વ્યાખ્યાનમાં બેસતા અને કેટલીક વખત સાંભળવાની ઉત્કંઠાથી એકલો તેમની પાસે આવતા. અમુક સ્થળ સુધી સિદ્ધરાજ જયસિંહ તેમની સ્મશાનયાત્રામાં ગયો હતો તેથી સમજી શકાય છે કે સિદ્ધરાજને તેમના ઉપર ઘણું જ માન હતું. તેઓએ એક લાખ શ્લેક પ્રમાણ વિવિધ ગ્રન્થની રચના કરી છે. તેમાં ન્યાયગ્રન્થ તરીકે ગણાવી શકાય તેવી વિશેષાવશ્યકપરની બ્રહવૃત્તિ છે. તેનું પ્રમાણ ૨૮ હજાર શ્લેક જેટલું છે. ગણધરવાદ, નિહ્નવવાદ, શબ્દ, નય, નિક્ષેપ, જ્ઞાન વગેરે અનેક વિષયો તેમાં ન્યાયશૈલીથી સારી રીતે ચર્ચા છે. આહંતદર્શનના મૌલિક વિચારોનું તક પદ્ધતિમય સ્વરૂપ આ ટીકામાં મળે છે. એ ટીકામાં. ૧ અભયકુમાર ગણિ, ૨ ધનદેવગણિ, For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy